________________
'ભયંકર સંગ્રામમાં સાધુઓએ સાધેલું શૌર્ય. જૈનજનતાને ધ્યાન બહાર નથી કે જૈનશાસનમાં કોઇપણ ચીજ જાણવાલાયક માની હોય તો તે બીજી કોઈ નહિ પણ માત્ર કઠોર કાલુષ્યને વધારનાર કર્મકરજ છે અને કઠોરતામાં કટિબદ્ધ થયેલા કુટિલ કર્મ સિવાય બીજા કોઇને પણ જૈનશાસનને જાણનારા શત્રુ તરીકે માનતા નથી. આ જ કારણથી જૈનશાસનમાં સદા માટે શાશ્વતા ગણાતા પંચપરમેષ્ઠી મંત્રમાં આદ્યપદ તરીકે અરિહંત એટલે શત્રુને હણનારને નમસ્કાર કરેલો છે. જો જૈનશાસનમાં બીજા કોઈને શત્રુ તરીકે માનવામાં આવ્યો હોત તો જરૂર સાથે વિશેષ જોડવું પડત, પણ જૈનશાસનમાં ઉપર જણાવ્યા પ્રમાણે કર્મ સિવાય બીજો કોઈ શત્રુ માનવામાં આવ્યો નથી, તથા કોઇપણ જાતના કર્મને મોક્ષને સાધનાર ગણી અનુકૂળ ગણવામાં આવ્યું નથી. તેથી કર્મ અને શત્રુ એ બંને પદો પરસ્પર અવ્યભિચારીપણું હોવાથી પરમાણુ કહો કે અપ્રદેશ કહો એ બંનેમાંથી કોઈપણ જેમ કહી શકાય છે તેમ અહીં પણ અવ્યભિચારીપણું હોવાથી કર્મ અગર અરિ બેમાંથી કોઈપણ શબ્દ વાપરી શકાય છે જો કે પુચકર્મની પ્રકૃતિ બાદરગ્રસપહાદિકની જે છે તે મોક્ષના સાધનો મેળવી આપવામાં મદદગાર થાય છે પણ મોક્ષની પ્રાપ્તિ તો પાપના ભયની માફક પુન્યનો પણ ક્ષય થાય ત્યારે જ થાય છે.
આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે નમો અરિહંતાણંના નિરૂકિતઅર્થમાં કર્મ માત્રને શત્રુ તરીકે ગણી તેને હણનારા ત્રિજગદગુરુ ભગવાન અરિહંતો જ હોય છે. (બીજાઓ જો કે કર્મશત્રુને હણીને સિદ્ધિપદને પામે છે અને તેથી તેઓ પણ અરિહંત કહી શકાય છતાં તેઓ પ્રાયે પરોપદેશથી જ સાધનો મેળવીને કર્મશત્રુઓને હણે છે જ્યારે ત્રિલોકગુરુ ભગવાન અરિહંત મહારાજ બીજાના ઉપદેશ વગર સ્વયં ચારિત્રાદિકની પ્રાપ્તિ કરી કર્મશત્રુઓને હણે છે અને બીજા ભવ્ય જીવોને પણ કર્મશત્રુઓને હણવા માટે સાધન તરીકે શાસનની સ્થાપના કરે છે.)
આ ઉપરથી જેઓ અરિશબ્દની શત્રુ એવી સામાન્ય વ્યાખ્યા કરી શત્રુને હણનારાને આ પદથી નમસ્કાર કર્યો છે એવું બોલતા હોય તેઓ જૈનશાસનને જાણતા-માનતા નથી અને અર્થનો અનર્થ કરનારા છે એમ સ્પષ્ટ થાય છે. જેવી રીતે ભગવાન તીર્થંકર મહારાજાઓએ કર્મશત્રુઓની સામા ભયંકર યુદ્ધ કર્યું અને તેમાં સરસમાં સરસ જીત મેળવી સિદ્વિપદ અંગીકાર કર્યું તેવી રીતે તેજ મહાપુરુષોના સેવક એવા સાધુ મહાત્મા પણ કર્મશત્રુને હણવા માટે તૈયાર થાય છે. તે સાધુ મહાત્માઓ સમ્યગદર્શન શાન અને ચારિત્રને જ્યારે પ્રધાન અંતરંગ કુટુંબ ગણે છે ત્યારે મોહ વિગેરે જે અનાદિકાળથી વળગેલા છે તેને ભવસંસારના કુટુંબ તરીકે માનતા છતાં પણ તેનો નાશ કરવા કટિબદ્ધ થાય છે. તેમ મહાપુરુષો શાનદ્વારાએ મહા મોહરૂપી દાદાને મારે છે
(જુઓ ટાઇટલ પાનું બી)