SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ તા. ૧-૩-૩૪ શ્રી સિદ્ધચક્ર ઉપરની બધી હકીકત બારીકીથી વિચારનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ભાવદયાના સાધનોને દ્રવ્યદયાના નામે કે દ્રવ્યહિંસાને બહાને ઉઠાવનારો મનુષ્ય બુદ્ધિ વગરનો કે શાસ્ત્રના તત્ત્વને નહિ સમજનારોજ છે, અને આ ઉપર જણાવેલા ભાવદયાના મુદ્દાથીજ શાસ્ત્રકારો, પ્રતિમા, ચેત્ય અને પૂજન આદિમાં ફળ જણાવતાં સ્પષ્ટપણે એજ ધારણા રાખવાનું જણાવે છે કે આ મનોહર ચિત્ય, સુંદરમૂર્તિ, અને પરમ રમણીયપૂજાને દેખીને અન્ય ભવ્ય જીવો સમ્યકત્વની પ્રાપ્તિ કરશે અને પરંપરાએ સકલ લોકના સર્વ જીવોને સર્વ પ્રકારે અભયદાન દેનારા થશે, તેમજ એ પણ ધારણા જોડેજ રાખવાનું કહે છે કે રમ્યચૈત્ય, મનોજ્ઞમૂર્તિ અને પરમ આલ્હાદક પૂજાને અંગે પરમપવિત્ર પૂજ્યપાદ મહાત્માઓનું અત્રે આવાગમન થશે અને તેમના મુખકમળથી જગતઉદ્ધારક, અકલંક, ભગવાનશ્રી જિનેશ્વરદેવની વાણીનું શ્રવણ અનેક ભવ્યજીવો પામશે અને તેથી પણ તે ભવ્યજીવોનો ભવિષ્યમાં કે તત્કાલ સર્વવિરતિમય પરિણામથી પરમ શુદ્ધિમય સિદ્ધપદને પામવાની યોગ્યતા મેળવશે. આવી રીતે જણાવેલી અને રખાતી ધારણાને ભાવદયા કહેવી તેમાં કોઈપણ પ્રકારે અતિશયોક્તિ નથી અને આવી ભાવદયાની ઉત્પત્તિ સ્થિતિ અને વૃદ્ધિને માટે વર્તમાનમાં જે કાંઈ દ્રવ્યદયાનો ભોગ આપવો પડે તે અપવાદપદે હોવાથી ક્ષમ્ય ગણવાને માટે કોઈપણ બુદ્ધિશાળી અચકાશે નહિ. દોષો વર્જવાને માટે કરાતી દ્રવ્યદયા પોતાના કરતાં અધિક દોષો વર્જવા માટે ઉપયોગી થતી ભાવદયાને અંગે કાંઈક અંશે ક્ષતિ પામે તો તે કોઈપણ પ્રકારે ન્યાયબહાર થતોજ નથી. યાદ રાખવું કે મૂર્તિ આદિકના સંબંધને અંગે દ્રવ્યદયાની કાંઈક અંશે થતી ક્ષતિ પણ શ્રાવકપણાની અનુવ્રતાદિ ધર્મની મર્યાદા બહારની તો હોયજ નહિ, અને તેથીજ અભક્ષ્ય, અપેય કે અનંતકાયઆદિથી ભક્તિ કરવાનું કોઈપણ શાસ્ત્રકારે કોઇપણ કાળે વિધાન કર્યું જ નથી, એટલે પંચંદ્રિયની હિંસા કરીને કરાતા યજ્ઞની સમાનતા અહિં કોઇપણ પ્રકારે લાવી શકાશે નહિ, કેમકે જગતભરમાં પાંચ ઈદ્રિયોવાળા પ્રાણીઓ કરતાં વધારે ઈદ્રિયોવાળા કોઈપણ પ્રાણીઓ નથી કે જેની રક્ષાના પરિણામે પંચેદ્રિયની હિંસા અપવાદપદમાં આવે. વળી તે યજ્ઞાદિક દુન્યવી સમૃદ્ધિને માટે હોવાથી પણ અપવાદપદમાં આવી શકતા નથી, વળી તે પંચેદ્રિયની હિંસા પરમ પુરૂષના કોઈપણ પ્રકારના બહુમાન આદિને માટે ઉપયોગવાળી નથી. તેમજ કોઇપણ ધર્મિષ્ઠ મનુષ્ય તેવા કતલખાના જેવા દેખાવને દેખીને પૂજતા હૃદયવાળો થઈ જવાથી આત્મા કે પરમાત્માની ભાવનામાં જઈ શકતો નથી. ઉપર જણાવેલી હકીકતથી દરેક સુણ મનુષ્યને સ્થાપનાની પૂજ્યતા છે અને તે આત્મગુણોને આપનારી, વધારનારી અને ટકાવનારી છે એમ સહેજે સમજવામાં આવશે. સ્થાપનાનંદી - સ્થાપનાની સત્યતા, દર્શનીયતા, પૂજ્યતા જણાવવા સાથે સ્થાપનાના પૂજનમાં થતી હિંસાનું માત્ર સ્વરૂપ હિંસાપણું હોઈને અનુબંધ હિંસાપણું નથી એમ સાબીત કરવા સાથે સ્થાપનાની આરાધનાથી સ્થપાતા મહાપુરૂષનું આદર્શ જીવન અને તત્ત્વદૃષ્ટિ ઉત્પન્ન કરવા સાથે ભવતારક ઉપદેશમાં આરાધકની તલ્લીનતા થવાથી, તેમજ તે સ્થાપનાદ્વારા એ તેના દર્શન પૂજન આદિ કરવાવાળાઓને અપૂર્વ સન્માર્ગનો સત્સમાગમ દ્વારા એ લાભ થાય એ વિગેરે ભાવથી સ્વપર દયા કે જે દ્રવ્યદયાથી અનંતગુણી અધિક સાબીત કરવામાં આવી છે તેનો લાભ આગળ જણાવી ગયા, પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સ્થાપ્ય પુરૂષની સત્યતાને મહત્તાને આધારે જ સ્થાપનાની સત્યતા ને મહત્તા રહેલી હોય છે, તો સ્થાપનાનંદીની જગા ઉપર
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy