SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ શ્રી સિદ્ધચક્ર તા.૮-૧૦-૩૪ વિગેરેની ક્રિયામાં શાસ્ત્રકારે પાપકર્મના બંધની પણ મનાઈ કરી તે કેવળ જીવોની રક્ષા કરવાની બુદ્ધિરૂપ જયણાને જ આભારી છે, અને તેથી જ શાસ્ત્રકારે ઉપર્યુક્ત ગાથામાં જય પદને વિશેષણ તરીકે રાખી વારંવાર કહ્યું છે અને દરેક ક્રિયાને જોડયું છે, એટલે ચલણ આદિ દરેક ક્રિયામાં શરૂઆતથી સમાપ્તિ સુધી જયણાની બુદ્ધિ રહે તો જ પાપબંધનથી બચી શકે. આવી રીતે દરેક ચલણ આદિ ક્રિયાની સાથે જયણાબુદ્ધિ રાખવાથી પાપકર્મ નથી બંધાતું એમ કહેવાથી જયણા નહિ કરવામાં પાપકર્મ બંધાય એ વાત સહેજે સમજાય તેવી છતાં પણ જ્યણાબુદ્ધિ વગર ચલનાદિક ક્રિયા કરનારાને પાપ બંધાય છે એમ ચોખ્ખા શબ્દોમાં જણાવતાં છતાં જણાવે છે કે જીવોને બચાવવાની બુદ્ધિ સિવાય ચલનાદિ ક્રિયાને કરનારો મનુષ્ય પ્રાણ અને ભૂતોનો (ત્રસ અને સ્થાવરનો) જરૂર હિંસક બને છે. ધ્યાન રાખવાની જરૂર છે કે બચાવવાની બુદ્ધિ સિવાય પણ થતી ચલનાદિની બધી ક્રિયામાં પ્રાણ અને ભૂતોની હિંસા થાય જ છે એવો નિયમ નથી, કેમકે જયણાની બુદ્ધિ ન હોવા માત્રથી સર્વ ક્રિયામાં જીવો આવી જાય છે, મરી જાય છે એમ હોતું નથી, છતાં શાસ્ત્રકાર મહારાજ તેવી રક્ષાબુદ્ધિ વિનાની સર્વ, પ્રવૃત્તિમાં પ્રાણ અને ભૂતોની હિંસા માને છે, એટલે યનના વગરના સર્વ વ્યાપારો પ્રાણ અને ભૂતોની હિંસામય છે એમ જણાવે છે, અને તે ઉપરથી નિશ્ચિતપણે જણાવે છે કે જયણાબુદ્ધિનો અભાવ એજ પ્રાણ અને ભૂતોની હિંસા છે. આ જ કારણથી પાપબંધના કારણ તરીકે જણાવાતી દરેક ચલનાદિ ક્રિયાની સાથે અજયં એ પદ વિશેષણ તરીકે લગાડી ચલનાદિ ક્રિયાના આરંભ, મધ્ય કે અંત્ય ભાગમાં પણ બચાવવાની બુદ્ધિના અભાવરૂપ અજયણાની સ્થિતિ થવી જોઇએ નહિ. ઉપર પ્રમાણે જીવોને બચાવવાના પરિણામરૂપ જયણાના અભાવથી એક અપેક્ષાએ આરોપિત કરેલી પ્રાણ અને ભૂતની હિંસા પણ જયણાબુદ્ધિપૂર્વક કરેલી ચલનાદિ પ્રવૃત્તિમાં સાક્ષાતપણે થતી હિંસાને કોઈક અપેક્ષાએ દ્રવ્યહિંસા ગણી કદાચ તેનો અલ્પપાપબંધરૂપી વિપાક માનવામાં આવે અથવા તો નય તસ મિત્તો વંધો સુહુમોડવિ સિનો સમયે અર્થાત્ ઇર્યાસમિતિવાળા સાધુને ચાલતાં પગ નીચે આવેલા કચરાઇને મરી ગયેલા જીવની હિંસાને લીધે સૂક્ષ્મ પણ બંધ નથી એવા ભગવાન નિર્યુકિતકારના વચનથી તેમજ અપ્રમત સાધુનું સર્વથા અનારંભકપણું છે તથા પ્રમત સાધુનું પણ શુભ યોગને આશ્રીને અનારંભકપણું છે એ વાત શ્રી ભગવતીસૂત્રના વચનથી તે જીવને બચાવવાની બુદ્ધિપૂર્વક ચલનાદિ ક્રિયા કરનાર સાધુને સર્વથા પાપનો બંધ થતો નથી, ત્યારે જીવોને બચાવવાની બુદ્ધિ સિવાય કરાતી ચલનાદિક ક્રિયામાં પ્રાણ અને ભૂતની હિંસાનો નિયમ માન્યો એટલું જ નહિ પણ તે સંભવિત હિંસાને સાક્ષાતુ હિંસા થયેલી ગણી તે ગણાયેલી હિંસાનું પરિણામ શાસ્ત્રકારોએ વંધરૂં પાવયં ગં એમ કહી તે સંભવિત હિંસાવાળી પ્રવૃત્તિમાં જીવોને બચાવવાની બુદ્ધિ નહિ રાખનારો મનુષ્ય પાપને બાંધેજ છે એમ જણાવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવે છે કે પ્રમત્ત દશામાં આકુટ્ટીએ કરેલું પાપકર્મ તેજ ભવમાં ભોગવાઈ જાય છે, અર્થાત્ તે આકુટ્ટીએ કરેલા કર્મનાં ફળો ભવાંતરમાં વેદવાં પડતાં નથી એમ કહી જયણાબુદ્ધિપૂર્વક પ્રવર્તવાવાળા પ્રમત્ત સાધુના પાપ કરતાં પણ આ બચાવવાની બુદ્ધિરૂપ જયણારહિતપણે પ્રવર્તવાવાળા સાધુને થયેલી સંભવિત પ્રાણ અને ભૂતની હિંસાના પાપકર્મોને માત્ર તે ભવમાં (અનુસંધાન પા. ૫૭૨ પર)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy