________________
'નમો નમો એ દેવ જીનેશ્વર ભવિજનને ભવ તારણહાર એ આંકણી,
ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળો કેર ગયા કરનાર-એ રાગ.
કાલ અનાદી ભવમાં ભટકયો નવિ મળીયો એ દેવ જિનેશ, પુદ્ગલભાવ રમણતા કરતો અથડાયો લઈ નાના વેશ, વાનર જાતિ વળી મદિરાના પાન થકી હોય જિમ મસ્તાન; ઈન્દ્રિય રસ રાચ્યો આ જંતૂ ઉપદેશક પણ પુદ્ગલ ભાન. નમો નમો-૧.
પરવનિતા નિજલલના વિષયે માચ્યો જે મોહે સુર મૂઢ, પુદ્ગલભાવ પરાયણ થઈને રાગરોષ ભરિયો અતિગૃહ, પરના પ્રાણ વિનાશન હેતે ધરતા નિજ હાથે હથિયાર; જપમાલા વળી બોધ અભાવે અડસય સંખ્યાના એ ધાર. નમો નમો-૨.
મોહ સકળનો નાશ કરીને, આતમભાવ રમણ લહિ પૂર્ણ, આતમરૂપ લહી જે કેવળ લોકાલોક વિલોકી ટૂર્ણ, જન્મજરામરણે રૂલતો આ અશરણ જગને દેખી ભાણ; નિજ પર ભાવ પ્રગટ સવિ કરતો, ભાખે તત્ત્વમથી ગિર જાણ. નમો નમો-૩.
વર્તનશુદ્ધિ તણા ભંડારી, કેવળનાણ તણા એ સ્થાન, જાણી વાણિ સુધારસ પીને ભવિજન લાવે નિજ નિત ભાન, વચનક્ષમા ને વચનક્રિયા વળી યોગ શાસાનો ધરતો જાણ; ધર્મક્ષમા નીસંગક્રિયાથી સમરથ યોગ ધરે ગુણખાણ. નમો નમો-૪.
ગુણમય પરમગુરૂની આજ્ઞા આરાધ તરીકે સંસાર, આલંબન આગમનું તજતો ભવ ભવ ભટકે જીવ ગુમાર, અહનિશ જિનઆણા આરાધી અવિરત પણ લેશે ભવપાર; આણા વિણ અઘ સત્તર ત્યજતો, ન લહે નિજ આનંદ લગાર. નમો નમો-પ.