SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી સિદ્ધચક્ર તા.૧૯-૧૦-૩૩ સમાધાન-નિવ્યપારપણું એ અયોગીપણામાં હોય છે અને તેથી જ મોક્ષ મળે છે. મનની પ્રવૃત્તિ જો ચાલુ હોય તો તેને કદાપિ પણ મોક્ષની પ્રાપ્તિ થઇ જ ન શકે. પ્રશ્ન ૫૪૧-અંક ૨૦મો પા. ૪૬૩ પર જણાવ્યું છે કે જેઓ કુળ સંસ્કારથી દીક્ષાના રહસ્યને જાણે છે તેવાઓને ગર્માષ્ટમથી નીચેની વયે પણ દીક્ષા આપી શકાય એ શું વાસ્તવિક છે ? સમાધાન- હા, કારણ કે પંચવસ્તુમાં એમ જણાવવામાં આવ્યું છે કે આઠથી નીચે ચારિત્રના પરિણામ થઇ શકતા નથી તેથીજ ગર્માષ્ટમીની નીચેની વયનો પંચવસ્તુમાં નિષેધ કર્યો છે. નિશિથચૂર્ણિ, પંચવસ્તુ, પ્રવચનસારોધ્ધાર અને ધર્મબિંદુમાં ગર્ભાસ્ટમની વયે પણ દીક્ષા આપવી એ વાસ્તવિક છે એમ જણાવવામાં આવ્યું છે. શ્રી યુક્તિ પ્રબોધમાં એમ જણાવ્યું છે કે ઉપદેશથી થતી દીક્ષા માટે ગર્ભષ્ટમમાં એ જઘન્ય વય છે. એથીજ ગર્ભાસ્ટમની વયથી ઓછી ઉંમરનાઓને પણ પૌષધ આદિ જૈન ધર્મના દરેક અનુષ્ઠાન કરવાનો સંપૂર્ણ અધિકાર છે એમ સિદ્ધ થાય છે. પ્રશ્ન ૫૪૨-ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજશ્રીએ બાવીસ તીર્થકરોનો ગૃહવાંસ રાગમય જણાવીને તેને હેય ગણવાનું જણાવ્યું છે, તો બીજા બે તીર્થકરોનો ગૃહવાસ હેય તરીકે માનવો ખરો કે નહિ? અને જો ન માનવો તો શા માટે ન માનવો ? સમાધાન-બાવીસ તીર્થકરોનો ગૃહવાસ હેય તરીકે જણાવ્યો છે અને બે તીર્થકરોનો ગૃહવાસ હેય તરીકે જણાવ્યો નથી, તેનું કારણ એ છે કે એ બે તીર્થંકરો શ્રીમલ્લીનાથજી અને શ્રીનેમીનાથજી બાલબ્રહ્મચારી હતા; તેથી યશોવિજયજી મહારાજે એમ જણાવ્યું છે કે એ બે તીર્થકરોનો ગૃહવાસ હેય નથી એનો અર્થ એ છે કે ગૃહવાસ હેય છતાં બાવીસ તીર્થંકરોએ તે આદર્યો હતો. પ્રશ્ન ૫૪૩-સિદ્ધચક્રમાં પ્રસિદ્ધ થયેલા આગમોદ્ધારક આચાર્યદેવની એક દેશનામાં એક સ્થળે એવું જણાવવામાં આવ્યું છે કે મોક્ષની ઇચ્છા વિના દુન્યવી દ્રષ્ટિએ સુદેવની પૂજક હોય તેના કરતાં મોક્ષની ઇચ્છાવાળો કુદેવનો પૂજક સારો છે એનો અર્થ શું? સમાધાન-એનો અર્થ એ છે કે સુદેવને પૂજનારો માત્ર સુદેવને પૂજે તેથી જ તે શ્રેષ્ઠ ઠરતો નથી ! પણ તે સાથે તેનામાં મોક્ષની ભાવના પણ હોવી જ જોઈએ. હવે એ મોક્ષની ભાવનારહિત થઇને જે સુદેવને પૂજે છે તે પોતાનું ધ્યેય જે મોક્ષ છે તે ચૂકી ગયો છે, જ્યારે કુદવેને પૂજવા છતાં જે મોક્ષને પોતાના ધ્યેય તરીકે જાળવી રાખે છે તે પોતાનું ધ્યેય ચૂકી ગયો નથી, આજ દષ્ટિએ ધ્યેય ચૂકી જનારા કરતા ધ્યેયને ન ચુકનારો ઉત્તમ છે. પ્રશ્ન ૫૪૪-એમ સાંભળવામાં આવ્યું છે કે અગ્નિમાં બળી મરવાથી પણ દેવલોકની પ્રાપ્તિ થાય છે તો શું તે વાત સાચી છે ? સમાધાન-હા, સાચી છે પણ સ્ટવ સળગાવતાં ધોતીયું કે સાડી સળગી ઉઠે અને તેથી મોત થાય તો એ મોત દેવલોક આપે છે એમ સમજવાની જરૂર નથી, દેવલોક મેળવવાની ઈચ્છાએજ જે સળગી જઈને મરણ પામે છે તેનેજ દેવલોક મળે છે, અને તે મળવાનું કારણ એ છે કે તે દુઃખ ભોગવવાથી અકામ નિર્જરાની સ્થિતિને પ્રાપ્ત કરીને દેવલોક હસ્તગત કરે છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy