________________
૫૦
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર અને એ છિદ્રો જોઇને આછાહાસ્યથી આનંદ પામવો એ પામરોના છિદ્રાન્વેષીઓના લક્ષણ છેઃ પણ સાચા ઉપકારીઓનો ધર્મ તો એ છે કે તેમણે એ છિદ્રો જોઈને તેના ઉપર આબાદ ઉપાય શોધી કાઢવો જોઇએ અને એ ઉપાય દ્વારા સંસારની મનોદશાને જ પલટી નાંખવાના સુયત્નો કરવા ઘટે છે.
જગતમાં વ્યાપેલા અનેક ધર્મોની સમાલોચના કરતાં તેમાં રહેલા છિદ્રો ભલે બહાર જણાઈ આવતા હોય, છતાં ન્યાયને ખાતર એટલું તો કબુલ કરવું જ પડે છે કે એક બે ધર્મોના પ્રવર્તકોને બાદ કરતા બીજા સઘળા ધર્મના પ્રવર્તકો, સુધારકો કિંવા ઉત્પાદકો ધર્મની પ્રવૃત્તિમાં કેવળ શુભ વિચારથી પ્રવર્તેલા હતા. તેઓ તેમની બુદ્ધિ અને જ્ઞાન પ્રમાણે સંસારનું હિત સાધવાની ભાવનાથીજ ભરેલા હતા અને તેમણે પોતાનું સમગ્ર જીવન એ મહાપવિત્ર ભાવનાને મૂર્તિમંત કરવામાંજ વ્યતિત કર્યું હતું. ધર્મોપદેશકોની આવી પવિત્ર નિષ્ઠા હોવા છતાં સામાન્ય રીતે ઘણા ધર્મો અને સંપ્રદાયોમાં આજે મૂળની સ્થિતિ રહી નથી, પરંતુ તેમાં અનેક પ્રકારે વિકાર ઉદભવ્યો છે, ઘણા સંપ્રદાયોના ધાર્મિક રિવાજોમાં ફેરફાર થવા પામ્યો છે. કેટલાક સંપ્રદાયોના રિવાજો થોડા પલટાયેલા છે, કેટલાકમાં વિકાર થયો છે અને કેટલાક તો સર્વથા પલટાયા છે. પ્રિય વાંચકો ! વિચાર કરો કે આ સ્થિતિ શાથી ઉદ્ભવી છે ? પ્રશ્નો ઉત્તર એકજ છે કે ઉપદેશનો અભાવ !
અને તેથીજ એ મહારોગની સર્વાગ સુંદર ઔષધી જૈન શાસનમાં સ્થાપવામાં આવી છે. ગમે તેવું શ્રદ્ધાળુ હૃદય હોય, ગમે તેટલી ધર્મની ભક્તિથી એ સુવાસિત હોય, વૃત ઉપવાસાદિથી પરિપૂર્ણ હોય છતાં જો ધર્મોપદેશરૂપી અમૃતનુંએ હૃદયમાં પણ સિંચન ન થાય તો તે સ્થળે અધર્મથી ભરેલા વિચારો રૂપી ઘાસ ઉગી નીકળે છે અને એટલાજ માટે જૈન શાસ્ત્રકારોએ મૂક્તકંઠે સ્થળે સ્થળે ધર્મોપદેશની મહત્તાને વર્ણવી છે. એ મહત્તાને પોષવા માટેજ વિહાર એ જરૂરી વસ્તુ છે. સાધુ અને સાધ્વીનું સ્થળ જૈન શાસનમાં નિરિક્ષક જેવું છે, નિરિક્ષક (ઇસ્પેકટરો) પોતાના ક્ષેત્રની કાર્યવાહીને તપાસે છે તેના દોષો જુએ છે અને એ દોષ દ્રષ્ટિએ પડતા તેના નિવારણના માર્ગો પણ સૂચવે છે. ધર્મશાસ્ત્ર સાધુઓને માટે વિહાર ઠરાવેલો છે તેના પણ આવા જ અમોધ ફાયદા છે. બીજા સંપ્રદાયોના સંતો, સ્થાપકો કે અધિકારીઓની માફક જૈન શાસનના સાધુઓને ગાદીઓ સ્થાપવાની, મઠો ઉભા કરવાની કે મકાનો બાંધીને રહેવાની છૂટ આપી નથી. ગાડી ઘોડામાં મોટરમાં કે બીજા વાહનોમાં બેસીને વિહાર કરવાની પણ આ શાસને ના પાડી છે. એ સ્થિતિના ઉપકારને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી આંખો અજબ આનંદને અનુભવે છે. સાધુઓ પગપાળાજ વિહાર કરે છે તેથી તેમનું વ્યક્તિગત જીવનકલ્યાણ સધાય છે એ તો દૂર રહ્યું, પણ એથી સ્થળે સ્થળેની લોકોની ધાર્મિક શિથિલતાઓનો બરાબર અભ્યાસ થઈ શકે છે અને એ સ્થિતિ ટાળવાના ઉપાયો પણ ઉપદેશદ્વારા સચોટ ભાષામાં દર્શાવી શકાય છે. બીજો મહત્ત્વનો લાભ એ છે કે સાધુઓના મહાપવિત્ર અને ત્યાગશીલ જીવનને જોઈને બીજા ભવ્ય આત્માઓને પણ તેનું અનુકરણ કરવાની વૃત્તિ ઉપજે છે અને