________________
૫૧
તા.૨-૧૧-૩૩.
શ્રી સિદ્ધચક્ર તેટલે અંશે પ્રજાની ધાર્મિક પ્રગતિ આગળ વધે છે. પૂ. સાધુઓના વિહારની આ મોટામાં મોટી ઉપયોગિતા અને સામુદાયિક ફાયદા છે અને તેથીજ પતિત પાવન જૈન શાસને સાધુઓને વિહારનું ફરમાન અવશ્ય કર્તવ્યરૂપે જાહેર કર્યું છે.
ચાતુર્માસ સંપૂર્ણ થાય છે. વિહારની હવે છુટ મળે છે, અને વિહાર કરવો એ સાધુઓને માટે કર્તવ્યરૂપ પણ છે, તેથી પૂ. સાધુ મહારાજાઓને અમે નીચે પ્રમાણેની નમ્ર પરંતુ આગ્રહ ભરેલી વિનંતિ કરવાની આજ્ઞા માંગીએ છીએ. ભગવાનશ્રી મહાવીર દેવના સાચા ધર્મના રક્ષકો એવા સાધુઓની સંખ્યા અત્યંત ઓછી છે, અને તેમાંએ શાસ્ત્રનેજ જીવન ગણીને ચાલનારો સાધુ સમુદાય તો આંગળીના વેઢા ઉપર ગણી શકાય એટલોજ છે. સાધુઓની આ સંખ્યાની ન્યુનતાને લીધેજ જૈન ધર્મનો ઉપદેશ એકેએક ગામમાં અને એકેએક સ્થળે પહોંચાડી શકાતો નથી. મૂખ્ય સેંટરોમાં સાધુ મહારાજાઓ સ્થિરતા કરીને રહે છે અને ત્યાંથી ધર્મની જ્યોતિ સમગ્ર વિભાગમાં પ્રવર્તાવે છે. સાધુ મહારાજાઓનો આ ઉપકાર કાંઈ ઓછો નથી પરંતુ હવે જ્યારે વિહારની છુટ થાય છે ત્યારે અમારી વિનંતિ છે કે સાધુ સાધ્વી મહારાજાઓ પોતે જે સેંટરોમાં સ્થિરતા કરીને રહ્યા હોય તેની આસપાસના ગામો કે ત્યાં સુવિહિત સાધુ મહારાજાઓના પગલાં અનેક વર્ષે પણ ભાગ્યેજ પડે છે ત્યાં પોતાનો વિહાર લંબાવે તત્પશ્ચાત ત્યાંના માનવ હૃદયોરૂપી ક્ષેત્રોમાં ધર્મ વારિ રેડી દે અને ધર્મરૂપી વૃક્ષરાજીને નવપલ્લવિત કરે જૈન શાસને સાધુઓને માટે વિહારની જે મહત્તા દર્શાવી છે તેનું આજ કારણ છે. સાધુ મહાત્માઓ આ રીતે સ્થળે સ્થળે ફરીને અધર્મરૂપી વૃક્ષને ઉગતુંજ દાબી દઈ શકે છે, સાધુ મહારાજાઓનું આ કર્તવ્ય છે અને તે માટે જ તેમણે વિહાર કરવો જરૂરી છે. અમે આશા રાખીએ છીએ કે સાધુ સાધ્વીવૃંદ અમારી આ અત્યંત નમ્ર અને સાચા હૃદયની પ્રાર્થનાને સ્વિકારશે, તેમનો વિહાર નાના નાના ગામડાઓમાં પણ લંબાવશે અને ધર્મની પુનિત સુગંધથી સંસાર આખાને સુવાસિત કરવાનો શુભ પ્રયત્ન કરશે. સિદ્ધાચળની વિશિષ્ટતા-આ અંક આજે જે દિવસે પ્રગટ થાય છે તે દિવસની પુનિત મહત્તા ઉપર અમે અમારા વાંચકોનું ધ્યાન ખેંચીએ છીએ. આજનો દિવસ એ જૈન ઇતિહાસનો એક મહત્ત્વનો દિવસ છે. એ દિવસે જૈન ઇતિહાસમાં અલબેલો ભાગ ભજવ્યો છે અને એ સુંદરતાએ શાસનની રંગભૂમિને રંગી નાંખી છે. આ પર્વની મહત્તાને પિછાણતા પહેલાં આપણે તે સંબંધીની શાસ્ત્રીય કથાને પણ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપે નિહાળી લઈએ. જૈન શાસનના પહેલા તીર્થકર શ્રી ઋષભદેવજીનું પુનિત નામ તો આપણે જાણીએ છીએ એ દેવાધિદેવને હાથે જ તેમના સુપુત્ર શ્રી ભરતરાજના સુપુત્ર પુંડરિક કુમારે દીક્ષા લીધી. “પુંડરિક સ્વામી” પુંડરિક ગણધર બન્યા હતા. તીર્થકર મહારાજા એ સમયે હયાત છતાં ભગવાને પોતાના પૌત્રને એ સમયે શ્રીસિદ્ધચળજી ઉપર જઇને નિવાસ કરવાનું ફરમાન આપ્યું હતું અને તે પ્રમાણે શ્રી પુંડરિક સ્વામીજી સિદ્ધાચળજી ઉપર જઈને નિવાસ કરીને રહ્યા હતા. શ્રીપુંડરિક સ્વામીના સિદ્ધાચળજીના નિવાસ પછી તો એ