________________
શ્રી સિદ્ધચક
તા. ૧૯-૧૦-૩૩ છેવટ શું?
હવે આપણે મુળ વસ્તુ ઉપર આવો નિર્જરા અને સંવર એ કર્મમાં બંધાયેલાઓને માટે ધર્મરૂપ છે એ વાત સ્પષ્ટ છે અને આ જગતથી મુક્ત થવાને માટે ધર્મની પણ જરૂર છે એટલાજ માટે સંવરરૂપ સામાયિકના કાર્યને ધર્મકાર્ય ગણવામાં આવ્યું છે. સામાયિકનું આ મહાન ફળ છે, શુષ્ક આત્મામાં પણ તેથી ધર્મની પ્રવૃત્તિ જન્મે છે અને એ પ્રવૃત્તિને પરિણામે તેનો કર્મનો ભાર ધીમે ધીમે હલકો થવા માંડે છે. મહાનુભાવો ! એટલાજ માટે કર્મરૂપી મોહરાજાના કઠિન દુર્ગોનો છેદવિચ્છેદ કરવા માટે શાસ્ત્રકારોએ સામાયિકને અમોઘ શસ્ત્ર ગયું છે તમે સઘળા એ શસ્ત્રને સાધ્ય કરવામાં સફળ થાઓ અને જૈન શાસનના અંતિમ ધ્યેયની પ્રાપ્તિ કરવાનો નિશ્ચય કરો તો આજનું તમારું વ્યાખ્યાન શ્રવણ સફળ છે.
- ગ્રાહકોને ચેતવણી -
ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે ભેટ આપવાનું ગતાંકમાં જાહેર કરેલું છે, તે પ્રમાણે વી. પી. શરૂ કરીશું, જે દરેક ગ્રાહકોને સ્વીકારી લેવા વિનંતી છે, જેમને કાંઇપણ વાંધો હોય તેમણે તુરત જણાવવું, કે જેથી સમિતિને નાહક વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે.
મુંબઇના ગ્રાહકોએ - આ પત્રની ઓફીસમાં લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું.
સુરતના ગ્રાહકોએ - દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડની ઓફિસમાં આવેલી શ્રી. સિ. સ. પ્ર. સમિતિની ઓફીસમાં લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું. ભેટનું પુસ્તક તૈયાર હોઈ બાઈડીંગ પર ચઢેલું છે તે આવતા અંક સાથે જરૂર રવાના કરવામાં આવશે. બીજ ગ્રાહકોએઃ- બહારગામનાને પ્રથમ તકે વી.પી. કરવામાં આવશે.
શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભુલેશ્વર લાલબાગ-મુંબઈ.