________________
તા. ૩૦-૧-૩૪
શ્રી નિત્યક
૨૦૧
મુશ્કેલી વગર કામ થાય નહીં.
કામ કરનારને મુશ્કેલી કેટલી પડે છે આપણામાં તીર્થકરોએ પણ એમ નથી માન્યું કે અજવાળું થઈ જાઓ કહેવા માત્રથી થઈ જાય. ઈશ્વરને જે ઇચ્છા માત્રથી નથી મળેલ, તે અહીં મહેનત માત્રથી મળેલ છે. મહાવીરદેવને કેવળજ્ઞાન માટે કેટલી મહેનત કરવી પડી? એક બાઇએ પોતાના જમાઇને જમાઇરાજ કહ્યા તેથી જોડેવાળો કહી દે કે-“મને જમાઇરાજ કહ્યા” તો તેની અક્કલ કેવી ગણાય? તેવી રીતે તીર્થકર મહારાજને માટે કહીએ છીએ કે ઉપસર્ગની ફોજનો ઘસારો સહન કર્યો છે, કેમકે ગોવાળીઆએ ખીલા ઠોકયા, સંગમે ઉપસર્ગો કર્યા વિગેરે તમામ સહન કર્યું ત્યારે કેવળજ્ઞાન મળ્યું છે. હવે તમે ઇચ્છા કઈ અપેક્ષાએ કરો છો? ધારણા કઈ રાખો છો? તીર્થકરને પણ આ સ્થિતિએ સહેવું પડે છે. દરેક પજુસણમાં મહાવીર જીવન સાંભળીએ છીએ. તેઓ જન્મથી ત્રણ જ્ઞાની દીક્ષાથી ચારજ્ઞાની હતા તેવાઓને આવી મુશ્કેલી આવી તો તમે દહીંથરા ખાઈને મોક્ષ મેળવશું એમ કહો છો તે શી રીતે મેળવશો? આત્મગુણની ઉન્નતિનો મુદ્દો એક ક્ષણ પણ નજરથી ખસવો ન જોઈએ. આ સમજીએ છીએ, માનીએ છીએ, પણ ક્યાં સુધી? હીસ્ટીરીયા ન આવે ત્યાં સુધી. કર્મના ઉદયરૂપી હિસ્ટીરીયા આવે, ત્યારે ભૂલી જઈએ છીએ. રાજા હો કે રંક હો, કર્મના ઘેરામાં ઘેરાયો એ તે વખતે હિસ્ટીરીયાની માફક ભાન ભૂલી જાય છે. તે વખતે ધર્મ રદીને બહાર નીકળીએ તોયે ધર્મની વાત કડવી લાગે છે, સાવચેતીનો ઉપાય ત્રાસ સરખો લાગે છે. ધર્મસ્થાનથી નીકળ્યા તે વખતે ધર્મ કરવો ઠીક લાગે છે, પણ બહાર નીકળ્યા ને ઘેર ગયા પછી ધર્મ સાંભળવાની પણ ઈચ્છા થતી નથી. વગર પૈસાની દવા લેવાતી નથી!
આપણે હીસ્ટીરીયા છે એમ જાણીએ છીએ ઉપાય જાણીએ છીએ, પણ કર્મ હીસ્ટીરીયા ટાળવાનો ઉપાય કડવો લાગે છે. પૈસા આપીને કવીનાઈન, સોમલ, અફીણ લાવો છો, પણ વગર પૈસે ધર્મ થતો નથી. પૈસા રાખ્યા છે માટે પૈસા ખરચવાની ફરજ પડી, પણ જો ત્યાગી હો તો એક પણ કોડી રાખી શકત નહિ; બલ્ક કોડી ખરચત પણ નહીં. તમને અધર્મી નથી કહેતા પણ પૈસા છતાં ખરચતા નથી માટે કંજુસ કહેવા પડે. એકે અંગભૂંછણું કર્યું, ત્યાં બીજાએ પૂજા કરી તેમાં કયા પૈસા લૂંટાઈ ગયા?
જ્યાં મૂડી લૂંટાય તેવા સ્થાન વિના ક્રોધ કરવો નહીં. આ તો પૂજાદિને અંગે વાત થઈ, પણ વિષયોને અંગે આના કરતાં વધારે ક્રોધ થાય છે. આવી ઉંચી દશામાં આવેલા હીસ્ટીરીયા વખતે દવા વગર પૈસે છતાં એનો ઉપયોગ કરતા નથી, તો જ્યાં બીજા ભવમાં એ દવા નહીં મળે-ધર્મ નહીં મળે ત્યાં ઉપાય કેવી રીતે કરી શકશો? દવા વિના દર્દ નજ મટે. અનાદિકાલના દર્દવાળા, દવા મળી નહીં, દવા થઈ નહીં; પછી કેમ રખડયા એ પ્રશ્ન જ કેમ થાય? દવા મેળવી શકાય, કરી શકાય એ બધું આ મનુષ્ય ભવમાં બને. દેવતાના ભાવમાં પણ એ દવા નથી તો નારકી તિર્યંચના ભવમાં તો મળેજ કયાંથી? એ દવા કઈ? ધર્મ ! અનૂપમ દવા ધર્મજ છે.