________________
શ રૈલોકયનાથ ભગવાન મહાવીર જ
જે મહાપુરુષના અવ્યાબાધ પ્રભાવશાળી વચનથી વર્તમાનકાળમાં ભવ્ય પ્રાણીઓ હેયઉપાદેયનું ભાન કરી વર્જવાલાયક આરંભપરિગ્રહ તથા વિષયકષાયથી વિરમવાપૂર્વક આત્માના સ્વરૂપમય સમ્યગુદર્શનશાન અને ચારિત્રને પરમ શ્રેયસ્કર હોઈ આદરે છે અને અનંત દુઃખમય સંસાર સમુદ્રથી પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે તે બીજા કોઇજ નહિ પરંતુ ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર મહારાજા વર્તમાન શાસનના માલિક જ છે.
યાદ રાખવાની જરૂર છે કે બુદ્ધિશાળી મધ્યસ્થ પુરુષોએ પરમેશ્વરને ભૌતિક પદાર્થના અવનવા ઉત્પાદ, સ્થિતિ કે નાશને અંગે પૂજ્ય માનેલા હોતા નથી પણ જગતભરના દુઃખાર્ત અશરણ આત્માઓને આત્માનું અવ્યાબાધ સ્વરૂપ જણાવી, તેના માર્ગો સમજાવી, તેને અમલમાં મેલવા સાધનો બતાવી કોઇપણ પ્રકારના તફાવત વિના અવ્યાબાધ મોક્ષપદને પ્રાપ્ત કરાવવા તૈયાર થનાર પરમ જ્ઞાની યથાર્થ તત્વ ઉપદેશક મહાપુરુષને પરમેશ્વર તરીકે માનેલા હોય છે, અને એવાજ મહાપુરુષ વર્તમાન શાસનના પ્રણેતા ભગવાન મહાવીર છે.
સામાન્યદૃષ્ટિએ અનાદિકાલના મહાબળવાન કર્મપટલના આવરણથી જીવોમાં ગુણનો આવિર્ભાવ નથી હોતો છતાં પૂર્વભવના પુણ્યના યોગે જેઓને મનુષ્યત્વાદિક સામગ્રી મળી છે તેઓને મહાપુરુષોના વચનોનું શ્રવણ મળતાં આત્માના અવ્યાબાધ ગુણોનું ભાન થવા સાથે તેની પરાકાષ્ઠાપ્રાપ્તિને પરમ પુરુષાર્થ તરીકે માનવાનું થાય છે, છતાં તે પરાકાષ્ઠા પામવાનું સામર્થ્ય તે જ્ઞાનાદિકની પરાકાષ્ઠાને પામેલા મહાપુરુષોની દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારની ભક્તિરૂપી ગંગાપ્રવાહથી કર્મપટલ તણાઈ જવાને જ લીધે મેળવી શકાય છે અને તે ભક્તિનો પરમ પ્રકર્ષ તે મહાપુરુષના ગર્ભાદિક કલ્યાણક દિવસોને ઉદ્દેશીને અવિચ્છિન્નપણે વહે એ હકીકત વાચકોના અનુભવથી બહાર નથી. આજ કારણથી અસંખ્યાત કોડાકોડ જોજન દૂર રહેલા અને વિષયમાં અત્યંત આસકત એવા પણ ઈદ્રાદિક દેવો ભગવાનના ગર્ભજન્માદિકને ઉદ્દેશીને અહીં નંદીશ્વરદીપે અઠ્ઠાઈ મહોત્સવ કરવા આવે છે.
ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી પંચાશકશાસ્ત્રની અંદર સ્પષ્ટપણે ફરમાવે છે કે સૈલોકય પૂજિત ભગવાન તીર્થકરોના કલ્યાણક દિનોને ઉદ્દેશીને દરેક ભવ્યોએ દ્રવ્યભાવભકિત વિગેરેમાં જરૂર પ્રવૃત્ત થવું જોઈએ. જે મનુષ્યો ભગવાનના કલ્યાણક મહોત્સવના દિવસોએ દ્રવ્યભાવભક્તિ વિગેરેથી ભગવાનની આરાધનામાં વિશેષ પ્રવૃત્ત થતા નથી, અને સાંસારિકના જન્મ વિવાહ આદિ જેવા કૃત્યને અંગે ભગવાનની આરાધનામાં વિશેષ પ્રવૃત્ત થાય છે તેઓ વસ્તુતઃ ભગવાનની સાચી આરાધનામાં પ્રવર્તેલા નથી એમ સમજવા કે કહેવામાં બાધ નથી. આજ કારણથી વર્તમાન સમયમાં પણ
(અનુસંધાન ટાઈટલ પા.૨)