________________
શારદા શિખર જીવ છે. અને તેને અસર થાય છે. આચારગ સૂત્રના પહેલા અધ્યયનમાં પાંચમા ઉદ્દેશમાં મનુષ્ય અને વનસ્પતિની સરખામણી કરતાં ભગવંતે કહ્યું છે કે :
से बेमि इमंपि जाइ धम्मयं, एयंपि जाइ धम्मयं, इम, इमंपि बुढि धम्मय एयपि बुढि धम्मयं, इमंपि चित्तमंतयं एयंपि चित्तमंतयं, इमंपि छिन्न मिलाति एयपि छिन्न मिलाति, इमंपि आहारगं एयपि आहारंग इमंपि अणिच्चयं एवंचि अणिच्चयं, इमंपि असाप्तयं एयपि असासयं, इमंपि चओवचइयं एयंपि चओवचइय, રમણિ વિપરિણામ મયં, પિ વિપરિણામ ધમ... આચારંગ સૂત્ર અ. ૧ ઉદ્દેશે ૫.
જેમ મનુષ્યનું શરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે તેમ વનસ્પતિનું શરીર પણ ઉત્પન થવાના સ્વભાવવાળું છે. જેમ મનુષ્યનું શરીર વૃધ્ધિ પામે છે તેમ વનસ્પતિનું શરીર પણ વૃધ્ધિ પામે છે. મનુષ્યના શરીરમાં ચૈતન્ય છે તેમ વનસ્પતિના શરીરમાં પણ ચિતન્ય છે. જેમ મનુષ્યનું શરીર છેદાવાથી સૂકાય છે તેમ વનસ્પતિનું શરીર પણ છેદાવાથી સૂકાય છે. મનુષ્યને આહારની જરૂર છે તેમ વનસ્પતિને પણ આહારની જરૂર છે. જેમ મનુષ્યનું શરીર અનિત્ય છે તેમ વનસ્પતિનું શરીર પણ અનિત્ય છે. મનુષ્યનું શરીર અશાશ્વત છે તેમ વનસ્પતિનું શરીર પણ અશાશ્વત છે. મનુષ્યના શરીરની હાનિ વૃદ્ધિ થાય છે તેમ વનસ્પતિના શરીરની પણ હાનિ વૃદ્ધિ થાય છે. જેમ મનુષ્યના શરીરમાં અનેક વિકારે ઉત્પન્ન થાય છે તેમ વનસ્પતિના શરીરમાં પણ અનેક વિકારે ઉત્પન્ન થાય છે. આ રીતે વનસ્પતિ લગભગ મનુષ્યના સ્વભાવને મળતી છે તેથી વનસ્પતિ સચેતન છે. એટલે કે તેનામાં જીવ છે.
મનુષ્યને જેવી રીતે અસર થાય છે તેવી રીતે વનસ્પતિને પણ થાય છે. પેલો પ્રધાન રેજ વડલા નીચે જઈને બોલવા લાગ્યું કે હે વડલા ! તું સૂકાઈ જા. એટલે છ મહિનામાં ગહેરગંભીર વડલો સૂકાઈ ગયે. જેમ મનુષ્યને મીઠા વચનથી બોલાવીએ તે પ્રસન્ન થાય છે ને કઈ ગાળ દે તે ખિન્ન થાય છે તેમ ભગવાન કહે છે વનસ્પતિ એકેન્દ્રિય છે. મનુષ્યની જેમ ઉપરથી ન દેખાય પણ તેને અસર તો જરૂર થાય છે. પ્રધાન રાજા પાસે જઈને કહે છે સાહેબ ! વડલો સૂકાઈ ગયે. હવે મને મારા પ્રશ્નનો જવાબ આપો. ત્યારે રાજા કહે છે તે રોજ નિસાસા નાંખીને મારો વડલો સૂકવી નાંખ્યો. હવે તે હતું તે લીલો છમ થાય ત્યારે આવજે. પ્રધાન વિચાર કરવા લાગ્યા કે હવે વડલો પાછો ક્યારે લીલો થશે ? ખૂબ અકળાયો પણ રાજાની આજ્ઞા છે એટલે ધીરજ ખમવી પડે ને ? તમે વાંચન કરતા હો ને શંકા પડે તે સંતને પૂછવા આવે તે વખતે સંત કહે કે હમણાં મને ટાઈમ નથી. કાલે આવજે. બીજે દિવસે ગયા ને કહે કે મને ઠીક નથી. બે દિવસ પછી આવજો. એમ