________________
૫૩૮
શારદા શિખર હિંસાનું તાંડવ ઘટતું જાય ને અહિંસાનું સામ્રાજ્ય સ્થપાય. અને પ્રભુએ બતાવેલાં આદર્શ જીવનમાં સાકાર બને તે આપણે ભગવાન મહાવીરના સાચા અનુયાયી છીએ અને જિનશાશન પ્રાપ્ત કર્યાની સાર્થકતા છે. અને મહાવીર જયંતિ ઉજવ્યાની પણ સાર્થક્તા થાય. હવે સમય ઘણો થઈ ગયો છે. સંઘના કાર્યકર્તાઓને પણ બલવાનું છે. માટે વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૫૪ ભાદરવા સુદ ૩ ને શુક્રવાર
તા. ૨૭-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંતજ્ઞાની, રૈલોક્ય પ્રકાશક, પરમાત્મા ફરમાવે છે કે હે ભવ્ય છે ! અનંત કાળથી તમારે આત્મા બંધનથી બંધાયેલ છે. તે બંધનને તું જાણું અને તેડ. बुज्झिज्झत्ति तिउट्टिजा, बंधणं परिजाणिया । વિમદિ વંધ વીરો, જિં વા વાળે તિર | સૂય. સૂ. અ.૧ ઉ. ૧ ગાથા ૧
ભગવંત કહે છે કે હે જીવાત્માઓ ! જે તમારે બંધનથી મુક્ત થવું હોય તે પ્રથમ બંધનને જાણે અને પછી તેડે. શિષ્ય પૂછે છે ભગવંત ! બંધન કયું છે ? ને તેને શી રીતે તેડવું? ત્યારે ભગવંત કહે છે કે “દહિં બંધPહિં, રાગ બંધણેણું, દેસ બંધણું” રાગ અને દ્વેષ આ બે પ્રકારના બંધન છે. બાલે, બંધનથી છૂટવું છે? હા, આ શબ્દો હૈયાથી બોલાય છે કે હેઠેથી? જો હૈયાથી બેલાતું હશે તે રાગ અને દ્વેષ પાતળા પાડશે.
મહાનુભાવ! જીવને અનંતકાળથી સંસારમાં રખડાવનાર જે કઈ બંધન હોય તે તે રાગ અને દ્વેષ છે. આ બંધન જીવને મુક્તિમાં જતાં અટકાવે છે. જેને બંધન એ બંધનરૂપ લાગે છે તે બંધનને તેડવાને ઉપાય શોધે છે. પણ બંધન એ બંધનરૂપ લાગે નહિ તો તેને તેડવાને ઉપાય ક્યાંથી થાય? પગમાં કાંટે વાગ્યો. ખૂબ પીડા થાય તો કાઢવા પ્રયત્ન કરે છે. પગમાં પીડા થવા છતાં કાઢનાર સોયનો ગોદે મારે છે તે સહન કરીને પણ કાંટે કઢાવી લે છે ને ? એ કાંટે ખટક્યો તે કઢાવ્યું. તેમ જ્યારે જીવને રાગ અને દ્વેષ એ બંધનરૂપ છે તે ખટકશે તે બંધનને તેડવાને ઉપાય કરશે.
સમજે, ખીલાના બંધને બંધાયેલું ઢેર પણ ઈચ્છે છે કે ક્યારે બંધનમાંથી ભક્ત બનું. પિપટને સોનાના પિંજરમાં પૂરી રોજ તાજી દાડમની કળીઓ ખવડાવવામાં આવે તે પણ તેને પિંજર બંધનરૂપ લાગે છે. જ્યારે પિંજરું ખુલ્લું રહી જાય ને