________________
શારદા શિખર
૯૫ નગરીમાં રૂકમણીના અપહરણનાં સમાચાર વાયુવેગે પહોંચી ગયા. કદી ન અનુભવ્યું હેય તેવું બનવાથી બલભદ્રજી બેભાન બની ગયા. શીતળ જળ છાંટવાથી શુધિમાં આવ્યા. કૃષ્ણજીને તે એટલે આઘાત લાગે કે હું આ ત્રણ ખંડને અધિપતિ, ધરતીને ધ્રુજાવનાર અને મારા જીવતાં મારી પટ્ટરાણીનું અપહરણ કરનાર કોણ પાક? પાંડ પણ ત્યાં આવી પહોંચ્યા. ઉગ્રસેન રાજા, દશ દશાઈ વિગેરે બધા એક જ બેલવા લાગ્યા કે આ દુષ્ટ કેણ છે કે જે રૂક્ષમણીનું અપહરણ કરે ! જોતજોતામાં કૃષ્ણના આદેશથી સૈન્ય સજજ બનીને હાથી, ઘેડા, રથ, પાયદળ, ચતુરંગી સેના સજજ થઈ ગઈ. સૈનિકોના હાથમાં તલવાર ચમકવા લાગી. આખું લશ્કર દ્વારકા નગરીની બહાર જઈ રહ્યું છે. તે પ્રસંગે કંઈક લકે એમ બેલવા લાગ્યા કે એક સ્ત્રી માટે આટલું મોટું યુધ્ધ! કેટલે સંહાર થશે! ત્યારે કંઈક કહે શું પત્નીનું અપહરણ થાય ને પતિ બેસી રહે! લડાઈ તે કરવી જ જોઈએ ને! હવે લશ્કર યાદવ સહિત દ્વારકા નગરીની બહાર પહોંચી ગયું. અને પ્રધુમ્નકુમારે જ્યાં નારદજી અને ઉદધિકુમારી હતી ત્યાં માતા રૂક્ષમણીને મૂકી. હવે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૦૩ કારતક સુદ ૬ ને ગુરૂવાર
તા. ૨૮-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણનીધિ, પરમ કૃપાળ પરમાત્માના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. વીતરાગ પ્રભુની વાણી ઉપર જીવને શ્રધ્ધા થાય અને પછી શુધ્ધ ભાવથી આચરણ થાય તે બેડો પાર થઈ જાય. પણ ભેગે પ્રત્યેને રાગ જીવને જિનેશ્વર પ્રભુના વચન ઉપર ભાવ આવવા દેતું નથી. ભોગ પ્રત્યેનો ભાવ ઓછો થાય તે ભગવાનના વચન ઉપર ભાવ વધે, ભવ નિર્વેદ આવે ને ભેગેની ભયંકરતાનું ભાન થાય. ભેગ કેટલા ભયંકર છે ને ભગવાન અને ભગવાનનાં વચન કેવા ભદ્રંકર એટલે કલ્યાણકારી છે, હિતકારી છે તેને ખ્યાલ બહુ ઓછા જીવને હોય છે. તેથી તમને સંતે વારંવાર ભેગોની ભયંકરતાનું ભાન કરાવી ભવથી મુક્ત બનવા માટે પડકાર કરીને કહે છે હે ભવ્ય છે! તમે જાગે. અને સંસારને ભાવ એ છે કરે, ને ભગવાન પ્રત્યે પ્રીતિ જે.
બંધુઓ! અનાદિકાળથી જગતની ઉધી રીતી છે કે ભગવાન સાથે પ્રીત કરતાં વાર લાગે છે ને ભેગો પ્રત્યે સહેજે પ્રીત થાય છે. કારણ કે અનાદિકાળથી જીવ ભોગ ભેગવતે આવે છે, તેથી તેના પ્રત્યે પ્રીતિ સહેજે થઈ જાય છે. પણ