________________
શાળા શિખર પરંતુ અગરબત્તીની સુવાસ ચારે તરફ પહેલાથી વધુ ફેલાઈ ગઈ. આ તે એક રૂપક છે. પણ આપણે એમાંથી શું સમજવું છે? જે અભિમાન કરે છે તેની સ્થિતિ મણિબત્તી જેવી થાય છે અને જેનામાં વિનય છે, નમ્રતા છે તેનું જીવન અગરબત્તીની જેમ ગુણ સૌરભથી મહેકી ઉઠે છે.
વૈશ્રમણ દેવે ઈન્દ્રની આજ્ઞાને વિનયપૂર્વક વધાવી તેણે જાંભક દેને લાવ્યા. બે લાવીને આ પ્રમાણે કહ્યું–હે દેવાનુપ્રિય ! તમે જંબુદ્વીપ નામના કપમાં ભારત વર્ષ ક્ષેત્રમાં મિથિલા નામની રાજધાનીમાં જાઓ. અને જઈને ત્યાં કુંભક રાજાના મહેલમાં ત્રણ અબજ, અઠ્ઠાસીક્રોડ, ને એંશી લાખ સોનામહોરે તેમના ભંડારમાં ભરે. ભંડારમાં પહોંચાડ્યા પછી મારી આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે તેની મને ખબર આપે. મલ્લી અરિહંતને દીક્ષા પ્રસંગ ઉજવવાનું છે માટે આપ આ કામ જલદી કરે. કરીને મારી આજ્ઞા મને પાછી સોંપે.
વૈશ્રમણ દેવની આ વાત સાંભળી જાંભક દેએ ખૂબ હર્ષિત અને સંતુષ્ટ થઈને તેમની આજ્ઞાને સ્વીકાર કર્યો. આજ્ઞા સ્વીકારીને તેઓ ઈશાન ખૂણામાં ગયા. ત્યાં જઈને તેઓએ ઉત્તર વૈક્રિય રૂપની વિદુર્વણુ કરી. દેવે મૂળ રૂપે અહીં આવતા નથી. ભગવાન મહાવીરના સસરણમાં એક વખત ચંદ્ર અને સૂર્ય મૂળ રૂપે આવ્યા હતા તે એક અચ્છેરું (આશ્ચર્યજનક) થયું છે. જાંભકા દેએ વિક્ર્વણું કર્યા પછી તેઓ દેવગતિ સબંધી ઉત્કૃષ્ટ ગતિથી ચાલતાં જ્યાં જંબુદ્વિપ નામે દ્વીપ, ભારત વર્ષ નામે ક્ષેત્ર અને તેમાં પણ જ્યાં મિથિલા નામની રાજધાનીમાં કુંભક રાજાને મહેલ હતું ત્યાં જઈને તેઓએ કુંભક રાજાના મહેલમાં ૩૮૮ કોડ ને ૮૦ લાખ સોના મહોરા ખાનામાં મૂકી દીધી. આ પ્રમાણે કર્યા પછી તે દેવે જ્યાં વૈશ્રમણ દેવ હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેઓએ વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું-તમારી આજ્ઞા પ્રમાણે અમે કુંભક રાજાના ભવનમાં અર્થસંપત્તિ પહોંચાડી દીધી છે. વૈશ્રમણ દેવે પછી શક્ર દેવરાજને કહ્યું. આથી શક દેવરાજને ખૂબ આનંદ થયે. હવે મલ્લી અરિહંત કેવી રીતે વષીદાન દેશે ને શું કરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર: રૂકમણીએ વિમાનમાં આવતાં નારદજીને જોયાં એટલે તરત તેમના ચરણમાં પડી ગઈ. અહે ! આપના પ્રતાપે આજ મારા વહાલસોયા દીકરાનું મિલન થયું. નારદજી પુત્ર વધુઓને કહે છે બેટા! આ તમારા સાસુજી છે. તરત જ ગુણીયલ અને વિવેકી પુત્રવધુઓએ સાસુજીના ચરણમાં પડી નમસ્કાર કર્યા. આથી રૂક્ષમણીનું હૈયું હર્ષના હિલોળે નાચવા લાગ્યું. કુમાર કહે છે માતા ! તમે સાસુ વહુ શાંતિથી રહેજે. હું મારા પિતાજીને બાહુબળને પરચે બતાવીને આવું છું. આથી રૂક્ષમણી કહે હે બેટા! મને આ વાત ગમતી નથી. પ્રથમ તે તમે બંને બળીયા લડશે. એમાં