________________
શારદા શિખર છ દિવસથી માંડીને મને સોળ વર્ષ સુધીને જેણે કર્યો છે તેવા મારા પાલક માતા પિતા કાલસંવર રાજા અને કનકમાલાને અહીં બોલાવે. તેમની હાજરી વગર હું પરણીશ નહિ. કૃષ્ણ વાસુદેવે તરત દૂતને તેડવા મકલ્યા. કનકમાલાને પોતાની ભૂલને પશ્ચાતાપ થતાં આવવાનું મન નથી થતું પણ કાલસંવર રાજાએ તેને ઘણું સમજાવી કે પ્રદ્યુમ્નકુમાર હળુકમી ને મોક્ષગામી જીવે છે. તે ગઈ વાતને કયારે પણ યાદ કરે તેમ નથી. અને દૂતના કહેવા પ્રમાણે જે આપણે નહિ જઈએ તે તે લગ્ન કરવાને નથી. માટે ચાલ, આપણે આપણું લાડીલા પુત્રને પરણાવવા જઈએ. આ સમયે કાલસંવર રાજા અને કનકમાલા અપ્સરા જેવી દેદિપ્યમાન અને રતી જેવી સુંદર વિદ્યાધરની પુત્રીઓને લઈને આવ્યા. કૃષ્ણએ ખૂબ ધામધૂમપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યા ને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. અને પછી ઘણુ ઠાઠમાઠથી રતી સુંદરી વિગેરે વિદ્યાધરની પુત્રીઓ સાથે પ્રદ્યુમ્નના લગ્ન થયા. લગ્ન બાદ જન્મદાતા માતા પિતા અને પાલક માતા પિતા આદિ વડીલને વંદન કર્યા. અને પછી મહેલમાં પ્રવેશ કર્યો. રૂમણું તથા કૃષ્ણ વાસુદેવે કાલસંવર રાજા અને કનકમાલાને ખૂબ ખૂબ આભાર માન્ય, અને કહ્યું કે તમે અમારા દીકરાને સોળ સોળ વર્ષને કર્યો. તમારે ઉપકાર ક્યારે પણ નહિ ભૂલીએ. થોડા દિવસ બધા સાથે રહ્યા. ત્યારબાદ કાલસંવર રાજા અને કનકમાલાએ જવાની રજા માંગી ત્યારે કૃષ્ણ વાસુદેવે તેમનું બહુમાન કરીને કિંમતીમાં કિંમતી રત્ન, આભૂષણે, અને હાથી-ઘડા વિગેરે આપ્યા, અને દુખિત દિલે વિદાય આપતાં બોલ્યા- ફરીફરીને અમારે ત્યાં પધારજે.
પ્રદ્યુમ્નકુમાર તે એકદમ તેમને કોટે વળગી પડે ને ખૂબ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગે. પાલક માતા પિતાએ મમતાપૂર્વક પૂબ સમજાવીને કહ્યું- બેટા ! આનંદથી રહેજે. છેવટે રડતે આંસુએ જુદા પડયા. આ પ્રદ્યુમ્નકુમાર સુખ અને વૈભવને ભેગવતે તેને ઘેર અપાર સુખ હોવા છતાં છેલ્લે તે સંસારના સર્વ સુખને ત્યાગ કરી સંયમ લઈ આત્મકલ્યાણ કરી મોક્ષમાં ગયા.
(પૂ. મહાસતીજીએ પ્રદ્યુમ્નકુમારને લગ્ન પછીનું જીવન તથા ભાનુકુમાર અને સત્યભામાનું વર્ણન ઘણું વિસ્તારપૂર્વક કર્યું છે અને પ્રદ્યુમ્નકુમાર કેવી રીતે સંસાર ત્યાગ કરે છે ને સંયમની કેવી સુંદર આરાધના કરે છે ને છેવટે મેક્ષે પધારે છે વિગેરે વર્ણન ખૂબ છણાવટથી કર્યું છે. અને તે અધિકાર કારતક સુદ પુનમ સુધી ચાલે છે પણ પાના વધી જવાથી અહીંથી ચરિત્ર ટૂંકાવીને સમાપ્ત કરીએ છીએ.)