________________
કે
શારદા પર સુંદરી આ વાત માનવા તૈયાર નથી. એને ઘેર આવેલા માણસને તેમજ સાસુ સસરાને કહે છે કે તમે બધા શા માટે રડે છે ? એમને કંઈ નથી થયું. પડખામાં અસહ્ય દુખાવે થયો એટલે તે બેભાન બની ગયા છે. જરા દવા લેશે એટલે હમણાં સ્વસ્થ થઈ જશે. બધા સુંદરીને સમજાવે છે પણ સમજતી નથી ને પતિનું માથું ખેાળામાંથી ભેય મૂકતી નથી. બધા ઘણું સમજાવે છે કે તું સમજ હવે અંતિમ ક્રિયા કરવા દે પણ માનતી નથી. બધા સૂનમૂન બેઠા છે ત્યારે સુંદરીએ વિચાર કર્યો કે આ બધા ભેગા થઈને મારા ધણીને બાળી મૂકશે. તે કરતાં હું જંગલમાં ભાગી જાઉં. આમ મનમાં નકકી કરી પતિના પ્રાણ વિહેણું કલેવરને ખંભે ઉંચકીને દેડવા લાગી. બધા માણસો કહે સુંદરી સુંદરી.... આ શું કરે છે ? એની પાછળ દેડ્યા પણ તેની તાકાત છે કે એને પકડી શકે !
દેવાનપ્રિયે ! મેહની વિટંબણા કેવી છે ! જે સુંદરી પાંચ શેર ભાર ઉંચકવા સમર્થ ન હતી તેણે મેહને વશ થઈ એના પતિનું કલેવર ખંભે ઉંચકર્યું, ને દૂર જંગલમાં ચાલી ગઈ. એના સસરાને ખૂબ આઘાત લાગ્યા. બધા પાછળ દોડયા પણ વહુ ના સમજી તેથી શેઠ રડતા રાજા પાસે ગયા ને કહ્યું–મહારાજા! મારી વહુને સમજાવે. હું જીવનભર તમારે ઉપકાર નહિ ભૂલું. રાજાની બાજુમાં તેમને રાજકુમાર બેઠા હતા. તેને શેઠની ખૂબ દયા આવી. એટલે તેણે કહ્યું પિતાજી ! આપની આજ્ઞા હાય તે હું આ શેઠની પુત્રવધુનું ગાંડપણ દૂર કરવા જાઉં. ત્યારે રાજાએ કહ્યું પણ એ બાઈ ખૂબ મહાધ છે. કેવી રીતે સમજશે ? પિતાજી ! મોહ આખી દુનિયાના ડહાપણને ભૂલાવી દે છે. પણ હું તેને સમજાવીશ. પરમાર્થના કાર્ય માટે મને આજ્ઞા આપો. રાજાએ આજ્ઞા આપી એટલે જવા તૈયાર થયા.
સુંદરીને મેહ ઉતરાવવા કુમારે કરેલી યુકિત”: રાજકુમારે એક મૃત્યુ પામેલી સ્ત્રીનું કલેવર મંગાવ્યું. તેને ખંભે ઉંચકીને જંગલમાં ચાલ્યા. સુંદરી એના પતિને લઈને એકાંત જંગલમાં એક વૃક્ષ નીચે બેઠી હતી. મેહમાં મુગ્ધ બનેલીને ય પણ લાગતું ન હતું અને તે વિચારતી હતી કે આજે નહિ તે કાલે મારી સાથે બેલશે. એમ આશાના તંતુએ ટકી રહી હતી. એટલામાં રાજકુમાર એક
નું કલેવર લઈને તેને શોધતા શોધતે ત્યાં પહોંચી ગયો. એની સામે કલેવર મૂકીને બેઠો. ને બોલવા લાગ્યા કે હે માયા! તું બોલને. વિગેરે સુંદરીની માફક કરતે. છેવટે સુંદરીએ પૂછ્યું કે કેમ તમારી પત્ની બોલતી નથી ? ત્યારે કુમારે સુંદરીની જેવી વાત બની છે તેવી બનાવટી વાત કરીને બધું કહ્યું. છેવટે બંને રડ્યા ને પછી શાંત થયા. પછી કુમાર કહે બહેન! સામે વૃક્ષ છે તેના બે ફળ લાવે. તેને રસ આપણે પીવડાવીએ તે આ બેઠા થાય. આ વાત સાંભળી સુંદરી કહે કે ભલે,