________________
૯૮૨
શારદા વિખર વર્ષની ભાવનાને માન આપીને પૂ. મહાસતીજી આપણે ત્યાં ચાતુમાસ પધાર્યા. આ ચાર્તુમાસમાં તપશ્ચર્યાના તે પૂર આવ્યા. પૂ. મહાસતીજીની પુનિત પધરામણ ઘાટકોપરમાં થઈ ત્યારથી લઈને આખું ચાતું માસ આપણું ધર્મસ્થાનક ધર્મના વાતાવરણથી મઘમઘતું રહ્યું છે. મારી ભાવના પૂર્ણ થતાં આજે મારું હૈયું હર્ષથી નાચી ઉઠયું. સાથે પૂ. મહાસતીજી વીતરાગવાણીનાં મધુરા અમૃતપીણું અધૂરા મૂકીને વિહાર કરશે તેનું મારા અંતરમાં ખૂબ દુઃખ થાય છે.
મારા ભાઈઓ અને બહેને! વધુ તે શું કહું? પૂ. મહાસતીજીની વાણુમાં એ અદ્ભુત પ્રભાવ છે કે સાંભળનારનાં દ્રવ્ય અને ભાવ દર્દી ટળી જાય છે. મારા અનુભવની વાત કરું. કે મને અસહ્ય દર્દ થતું હોય છે પણ પૂ. મહાસતીજીની વાણી સાંભળતાં મારું દર્દ ભૂલાઈ જાય છે. પૂ. મહાસતીજી સંવત ૨૦૨૭માં જામનગર શેષકાળ પધારેલાં ત્યારે હું ત્યાં ગયેલ. ત્યાં પૂ. મહાસતીજીની વાણી સાંભળવા માટે કયાં ને કયાંથી માનવ મહેરામણ ખૂબ ઉમટતે હતું. ત્યારથી મારા મનની એક જ ભાવના છે કે પૂ. મહાસતીજી જામનગરને ચાતુર્માસને લાભ આપે. ઘાટકે પર ચાતુર્માસ કરાવવાની મારી ભાવના પૂર્ણ થઈ. હવે જામનગર ચાતુર્માસ કરાવવાની મારી ભાવના અધૂરી રહે છે. તે હવે જામનગર ચાતુર્માસ પધારીને પૂર્ણ કરે. અંતમાં પૂ. મહાસતીજી વિહારમાં ખૂબ શાતા પામે અને વીતરાગ શાસનને વધુ ને વધુ ઉન્નત બનાવે એ જ મારા અંતરની અભિલાષા સહિત વિરમું છું.
શભાચંદ્ર ભારિત્ન પંડિતજી: પરમ પૂજ્ય, વંદનીય, શાસનની શાન બઢાવનાર પૂ. મહાસતીજી, અન્ય સતીવૃંદ, ભાઈઓ ને બહેન !
મેં ગઈ કાલે ને આજે પૂ. મહાસતીજીનું વ્યાખ્યાન સાંભળ્યું. આજે બોલતાં મને અત્યંત આનંદ થાય છે કે પૂ. મહાસતીજીની વાણીને પ્રવાહ અખલિત રીતે વહે છે. એમની વાણી હૃદયસ્પર્શી અને સરળ છે. તેથી દરેક આત્મા સહેલાઈથી સમજી શકે છે. પહાડ ઉપરથી પડતે પાણીને ધોધ મેટા મોટા પથ્થરોને પણ ભેદી નાંખે છે. તેમ પૂ. મહાસતીજીનાં બેધને ધેધ કઠોર હદયના માનવીને પણ પાંગળાવી નાખે છે, આવી શક્તિ કે પ્રભાવશાળી આત્મામાં હોય છે. પૂ. મહાસતીજીની વાણીનો એકેક શબ્દ હદયમાં ઉતરે તે ભૌતિક વાસનાનું ઝેર ઉતરી જાય. પૂ. મહાસતીજીની એક જ ભાવના છે કે ચતુર્વિધ સંઘની કેમ ઉન્નતિ થાય, જૈન શાસનને ય થાય ને વિશેષ ઉનત થાય તે માટે તેઓ પિતાની શક્તિને સદુપયોગ કરી રહ્યા છે. હું વિશેષ કહેવા ઈચ્છતું નથી. અંતમાં પૂ. મહાસતીજી ચતુર્વિધ સંઘની વિશેષ ઉન્નતિ કરે અને તે માટે પ્રભુ પૂ. મહાસતીજીને વિશેષ શક્તિ પ્રદાન કરે અને ભવ્ય છે તેને લાભ ઉઠાવે. તેટલું કહી વિરમું છું.