________________
૮૮૧
શારદા શિખર મલીનાથ નિર્વાણ પામ્યા પછી તેમના દેહની ક્રિયા કરવા ખુદ શકેન્દ્ર આવે છે. વિગેરે ઘણું વર્ણન છે. પણ હવે સમય થઈ ગયો છે. માટે બંધ કરું છું. આપ આપના આત્મબાગને મઘમઘાયમાન બનાવવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની વધુ ને વધુ આરાધના કરજે. આપની ધર્મભાવના દિનપ્રતિદિન ખૂબ વધતી રહે તે આશા સહિત વિરમું છું. 8 શાંતિ. | (અંતમાં પૂ. મહાસતીજીએ ચતુર્વિધ સંઘ સાથે ક્ષમાપના કરી ત્યારે તાજનેની આંખો અશ્રુથી છલકાઈ ગઈ હતી.)
પ્રમુખ શ્રી વજુભાઈ ક્ષમાપના કરતાં બે શબ્દ બોલ્યા તે.
વજુભાઈ - પરમ પૂજ્ય, જેની વાણીમાં અપૂર્વ એજિસ છે તેવા, વીતરાગ શાસનને નવપલ્લવિત બનાવનાર, મહાન વિદુષી, બા. બ્ર.પૂ. શારદાબાઈ મહાસતીજી તેમજ અન્ય સતીગણ!
પૂ. મહાસતીજીએ ઘાટકે પર ચાતુર્માસ પધારી આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. પૂ. મહાસતીજીને પ્રભાવશાળી પ્રવચનેથી આપણે ત્યાં તપશ્ચર્યાના પૂર આવ્યા. ચૌદ ચૌદ માસખમણ તેમજ બીજી તપશ્ચર્યાએ પાંચસો ઉપર થઈ. તે ઉપરાંત દાન, શીયળ વતની આરાધના પણ ઘણું મોટા પ્રમાણમાં થઈ છે. આખું ચાતુર્માસ ધર્મારાધનાથી ગાજતું ને ગુંજતું રહ્યું છે. આ ચાતુર્માસ આપણું ઈતિહાસમાં અજોડ અને અભૂતપૂર્વ થયું છે. જે સુવર્ણાક્ષરે અંકિત થશે. હવે ફરી ફરીને પૂ. મહાસતીજી ઘાટકેપરને આ અલભ્ય લાભ આપે તેવી મારી નમ્ર વિનંતી છે.
પૂ. મહાસતીજીએ આપણી પાસે ક્ષમાપના માંગી એ તેમની સરળતા ને ઉદારતા છે. પૂ. મહાસતીજીએ આપણી પાસે ક્ષમાપના માંગવાની હેય નહિ. આપણે તેમને ઘણીવાર અપરાધ કર્યો હશે, માટે આપણે તેમની પાસે નમ્રતાપૂર્વક ક્ષમાપના કરવી જોઈએ. પૂ. મહાસતીજી આદિ તેર મહાસતીજીમાં આપણાથી કઈ પણ મહાસતીજીનું મન દુભાયું હોય, તેમની સેવા ભક્તિ ન કરી શક્યા હોય તે હું મન, વચન, કાયાથી મારાથી તેમજ શ્રી સંઘ વતી પૂ. મહાસતીજી પાસે ક્ષમા માંગું છું. સમય થઈ ગયું છે માટે વિરમું છું.
બચુભાઈ દોશી : પરમ પૂજ્ય, શાસન રતના, મહાન વિદુષી, જેમની વાણીમાં વિરાગ્યનાં વહેણ પૂરજોશથી વહી રહ્યા છે એવા સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમાન બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી તેમજ વીતરાગ વાડીના ખીલેલા ફૂલડાં સમાન અન્ય સતીગણ, ભાઈ ઓ ને બહેનો! - આજે મને બોલતાં અત્યંત હર્ષ થાય છે કે મારી તેમજ શ્રી સંઘની દશદશ