Book Title: Sharda Shikhar
Author(s): Shardabai Mahasati
Publisher: Maniben Chhaganlal Desai Parivar

View full book text
Previous | Next

Page 986
________________ શારદા શિખર તે જ્યાં મધ હોય ત્યાં મધમાખીઓ આવે છે. અત્યારે મારી પાસે પૈસાનું મધ નથી તે એ મને બોલાવશે ખરે? જે એની દષ્ટિ મારા ઉપર પડી જાય ને મને બેલાવે તે હું તરત એની પાસે જાઉં. પણ વગર બેલાબે આવા શ્રીમંત પાસે કેમ જવાય? આમ વિચાર કરતાં શેઠ ઉભા છે ત્યાં મુનીમની નજર આવે છે. પિતાના શેઠને જોઈને તે તરત ગાદી ઉપરથી ઉભું થઈને શેઠની પાસે આવી પગમાં પડે છે ને શેઠની સ્થિતિ જોઈને રડી પડે છે. પછી બધી હકીકત પૂછે છે. શેઠ બધી વાત કરે છે ત્યારે મુનીમ કહે છે કે આ બધું તમારું છે. હું તમારો દીકરો છું. તમે સહેજ પણ ગભરાશે નહિ દેવાનુપ્રિયે! મુનીમની કેટલી કૃતજ્ઞતા છે. અને શેઠના ઉપકારને બદલે વાળવાની કેવી પવિત્ર ભાવના છે. તમારા ઉપર કેઈએ સહેજ પણ ઉપકાર કર્યો હોય તે તમે ભૂલશે નહિ. આ મુનીમ જેવા કૃતજ્ઞ બનજે. મુનીમે શેઠને ગાદી પર બેસાડીને તેમને પૂછયું. મારા માતાજી સમાન શેઠાણું ક્યાં છે? આપ એકલા પધાર્યા છે કે તે સાથે આવ્યા છે ? શેઠે કહ્યું કે તે મારી સાથે આવ્યા છે. અને તે ગામ બહાર બગીચામાં વિસામો લેવા બેઠા છે. મુનીએ કહ્યું. આપ હવે તેમની ચિંતા ન કરશે. હું ગાડી મોકલીને તેમને તરત તેડાવી લઉં છું. આમ કહીને મુનીમ ઘેર ગયે. આ તરફ શું બન્યું ? શેઠાણી બગીચામાં ઝાડ નીચે બેઠા હતા. તે વખતે આ મુનીમના બાબાને નોકર બગીચામાં રમાડવા માટે લઈને આવ્યું. મુનીમને ઘેર ઘણાં વર્ષે પારણું બંધાયું હતું. સાત ખોટને બા હતું. એટલે દાગીના ખૂબ પહેરાવ્યા હતાં. નોકર બાબાને રમાડતા સામે ફુલ લેવા ગયે. આ વખતે દાગીના જોઈને શેઠાણની દાનત બગડી કે હવે ભૂખ્યા રહેવાતું નથી. શેઠ રાખશે કે નહિ રાખે. માટે લાવને આ બાબાને મારી ને દાગીના લઈ લઉં. “બુભુક્ષિતે કિં ન કતિ પાપમ્ ?” ભૂખ્યો માણસ શું પાપ નથી કરતા? શેઠાણીએ દુઃખના માર્યા એટલે પણ વિચાર ન કર્યો કે અમે કર્મોદયથી દુઃખી થઈ રહ્યા છીએ ને હજુ પણ આવા પાપ કરીશું તે અમારું શું થશે? દાગીના ખાતર કુલ જેવા રમતા બાળકને ગળું દબાવીને મારી નાંખે ને બધા દાગીના લઈ લીધા. પણ મરેલા બાળકને મૂક કયાં? કઈ જોઈ જાય તે ? વિચાર કરતાં ટેપલામાં બાળકને અને દાગીનાને મૂકીને કપડું ઢાંકી દીધું. બંધુઓ ! કર્મને શરમ નથી. કર્મની દશા શું કરાવે છે ? હજારેનાં પાલનહાર દયાળુના દિલમાં પણ નિર્દયતાને પ્રવેશ કરાવી બાળકનાં પ્રાણ લેવાનું હિંસક કામ કરાવ્યું. કર્મના ઉદય વખતે માનવી વિચાર શૂન્ય બની જાય છે, તેને

Loading...

Page Navigation
1 ... 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002