Book Title: Sharda Shikhar
Author(s): Shardabai Mahasati
Publisher: Maniben Chhaganlal Desai Parivar

View full book text
Previous | Next

Page 985
________________ શારદા શિખર બધા સારા ને દિલના ચેખા સદ્ભાગ્ય મળે છે. એક વખત શેઠ અને મુનીમ ગાડીમાં બેસીને ફરવા જતાં હતાં. રસ્તામાં ચીભડા વેચનારી બાઈને જોઈને શેઠે ચીભડાને ભાવ પૂછયો. તેણે બે પૈસા કહ્યા. શેઠે એક પૈસો આપવા માંડે ત્યારે બાઈ કહે છે કે તે કરતાં મફત લઈ જાવ. શેઠે લઈ લીધું. આથી મુનીમના મનમાં થયું કે હવે શેઠની પુનાઈ ઘટી. “શેઠની વૃત્તિ જોઈને મુનિમે માંગેલી રજાઓ: મુનીમજી ખૂબ ગંભીર અને શાણાં હતાં. શેઠની આવી વર્તણુંક જોઈને સમજી ગયા કે મારા શેઠની પડતી દશા આવશે. કારણ કે પ્રથમ તે આવા કરોડપતિ શેઠ આવું મામૂલી ચીભડું પિતાની જાતે ખરીદે નહિ. તે ખરીદે તે આવા ગરીબ માણસને બે પૈસાને બદલે પાંચ પૈસા આપીને ખુશ કરે પણ નિરાશ કરે નહિ. પણ શેઠે તે ગરીબ બાઈનું ચીભડું મફતમાં લઈ લીધું. આ પડતીનું નિશાન છે. મારે અહીં રહેવું યોગ્ય નથી. કારણ કે મારા શેઠને હું દુઃખી જોઈ શકું નહિ. આમ વિચારીને મુનીમજીએ શેઠને કહ્યું. શેઠજી! આપના પુણ્ય પ્રતાપે હું સુખી છું. મારી પત્નીને ઘણાં સમયથી દેશમાં મૂકીને આવ્યો છું માટે હવે મને રજા આપે. શેઠે કહ્યું- મારી પેઢીના સ્થંભ તમે છે. હું તમને રજા નહિ આપું. પણ મુની મને છૂટા થવાને ઘણે આગ્રહ હેવાથી શેકે રડતી આંખે રજા આપી અને તેના બહુમાનમાં રૂ. પચ્ચીસ હજાર દીધા. મુનીમ પોતાના ગામ ગયે. “મુનીમની જાગેલી ભાગ્યદશા અને શેઠની આવેલી પડતી દશા” : મુનીમે ગામમાં જઈને ધંધો શરૂ કર્યો. તેને ભાગ્યોદય જાગતા ખૂબ વહેપાર વધ્યો ને લાખપતિ બની ગયે. બીજી બાજુ શેઠને વહેપારમાં મોટી ખેટ આવી, ધંધા પડી ભાગ્યા છેવટે બધું વેચાઈ ગયું. ખાવાના સાંસા પડ્યા. શેઠ શેઠાણું ચુધારા આંસુએ રડે છે પણ કઈ છાનું રાખનાર નથી હજારેને પાળનારને આજે રેટીના સાંસા પડયા. પરિણામે ગામ છોડ્યું. અને બંને માણસ ફરતાં ફરતાં મુનીમના ગામમાં આવ્યા. ગામ બહાર બગીચામાં શેઠાણીને બેસાડી શેઠ ગામમાં આવ્યા. ચારે બાજુ મુનીમનું ઘર અને પેઢી શેાધે છે. છેવટે દુકાન જડી ને મુનીમની દુકાને આવ્યા તો તે તે પેઢી ઉપર બેઠા છે ને મોટા શેઠ બન્યા છે. કેટલાય વહેપારીઓ તેની પાસે ધંધા માટે બેઠા છે. આ સમયે નિર્ધન બની ગયેલાં શેઠ દુકાનની સામેના એક ઓટલા ઉપર બેસીને જોવા લાગ્યા કે શું મારા મુનીમના માન છે! શું એને વૈભવ છે? એનાં વૈભવ આગળ હું તે ભિખારી જેવો દેખાઉં છું. આ માટે મુનીમ મારા સામું જશે ? એ મને ઓળખશે? મારી ગરીબાઈ જઈને એને દયા આવશે ? કારણ કે આ સંસારમાં

Loading...

Page Navigation
1 ... 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002