Book Title: Sharda Shikhar
Author(s): Shardabai Mahasati
Publisher: Maniben Chhaganlal Desai Parivar

View full book text
Previous | Next

Page 983
________________ વ્યાખ્યાન ન. ૧૦૯ કારતક સુદ પુનમને શનીવાર તા. ૬-૧૧-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી, વાત્સલ્યનાં વહેણ વાળી, કરૂણ દૃષ્ટિથી જગતના જીના સમક્ષ દષ્ટિ કરનાર, શાસનપતિ પ્રભુના મુખમાંથી ઝરેલી વાણું તેનું નામ સિદધાંત. ભગવંતની વાણી અત્યંત નિપુણ અને પ્રમાણિક છે. સર્વજ્ઞ ભગવંતની વાણી અભૂત અને સો ટચના સોના જેવી સત્ય છે. જેના દ્વારા આપણે જડ અને ચેતન પદાર્થોને વાસ્તવિક રૂપે જાણી શકીએ છીએ. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ વિગેરે તનું પ્રતિપાદન કરનાર હોય તે તે જિનવચન છે. અત્યારે આપણને જે જિનવાણીને આધાર ન હોત તે આપણે આત્મકલ્યાણ કેવી રીતે કરી શકત ? મોહાંધકારથી ભરેલા સંસારમાં વીતરાગ ભગવંતની વાણી એ સહઅરમિનું કામ કરે છે. વીરપ્રભુની વાણી ભવવનમાં ભૂલા પડેલા માનવી માટે ભેમીયા સમાન છે. ભવસાગરમાં ઝોલા ખાતા માનવી માટે જહાજ સમાન છે. વિષયના વિષમ વિષને ઉતારવા માટે પરમ મંત્ર સમાન છે. આધિ, વ્યાધિ ને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત છે માટે વિસામાન ઘટાદાર વડલે છે. અશરણને શરણ રૂપ અને નિરાધારને આધાર રૂપ છે. અને તૃષ્ણ રૂપી તૃષાથી તુષિત છે માટે ગંગાના શીતળ નીર સમાન છે. આજે ચાતુર્માસ પૂર્ણાહુતિના દિવસે સંત-સતીજીએ ક્ષમાપના કરે છે. જ્ઞાની કહે છે કે જે છ ક્ષમારૂપી કલ્પવૃક્ષની છાયામાં બેસે છે તે મનવાંછિત ફળને પ્રાપ્ત કરે છે. અને જે ક્રોધ કષાયાદિ વિષવૃક્ષની નીચે જઈને બેસે છે તે તેના ઝેરના પ્રભાવથી ભવની પરંપરા વધારી જન્મજન્મ સુધી દુઃખ ભોગવે છે. એટલા માટે પ્રભુએ ઉપદેશ આપે છે કે મોક્ષન ઈચ્છુક છએ ગમે તેવા સંગોમાં પણ ક્ષમા રૂપી કલ્પવૃક્ષનો આશ્રય ના છેડે જઈએ. ક્ષમા ધર્મ મહાન છે. જે ગમે તેવા સંગેમાં ક્ષમા છેડતા નથી તેના ચરણમાં દેવે મૂકે છે. આગળના વખતમાં ક્ષમાવાન સાધુઓ અને શ્રાવકેની પરીક્ષા કરવા દેવે આવતા, ને તેને અનેક પ્રકારના કષ્ટ આપી ડગાવવા માટે પ્રયત્ન કરતાં હતાં પણ તેઓ ક્ષમાધર્મથી વિચલિત થતા ન હતા. કહ્યું છે કે “ક્ષમા રે ટુર્નાન વિ #ષ્યિતિ?” ક્ષમા રૂપી ખડગ જે વ્યક્તિના હાથમાં હોય છે તેનું શત્રુ શું બગાડી શકે ? કંઈ જ નહિ. ટૂંકમાં ક્ષમા આગળ મેટા બળવાન શત્રુઓ પણ નમી પડે છે. કારણ કે સાધક આત્માઓ જ્યારે આત્મસાધના કરવામાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેના માર્ગમાં આક્રમણ કરનારા કષાય રૂપી શત્રુઓને જીતવા સર્વ પ્રથમ ક્ષમા રૂપી ખેડૂગ હાથમાં રાખે છે. જેની પાસે ક્ષમા રૂપી શસ્ત્ર છે તેના સામે કેઈ ટકી શકતું નથી.

Loading...

Page Navigation
1 ... 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002