Book Title: Sharda Shikhar
Author(s): Shardabai Mahasati
Publisher: Maniben Chhaganlal Desai Parivar

View full book text
Previous | Next

Page 977
________________ શારદા ક્રિખર આ પ્રમાણે સમજાવીને છેવટે મૃત કલેવર બતાવ્યું ને અગ્નિ સંસ્કાર કર્યો. અને પછી રાજકુમારે સુંદરીને ખૂબ બોધ આપે. અંતે તેને સંસારની અસારતાનું ભાન થયું. તેથી વરાગ્ય પામીને ઘેર જઈને દીક્ષા લીધી. મોહની વિટંબણામાંથી બહાર નીકળીને મને માર્ગ લીધો. ___ मल्लीणं अरह। जे से हेमंताणं दोच्चे मासे चउत्थे पक्खे पोस सुध्धे तस्स ] पोस सुध्धस्स एकारसा पक्खेणं મલ્લીનાથ ભગવંતે દીક્ષા લીધી ત્યારે પિષ સુદ અગિયારસને દિવસ હતે. ભગવાને દીક્ષા લીધી ત્યારે અઠ્ઠમતપ કરેલ હતું. તે દિવસે અશ્વિની નક્ષત્રને ચંદ્રની સાથે શુભ ગ થઈ રહ્યો હતો. તે વખતે ભગવાને ત્રણ (૩૦૦) આત્યંતર પર્ષદાની સ્ત્રીઓ સાથે અને ત્રણ બાહ્ય પર્ષદાના પુરૂષો સાથે પ્રવજ્ય અંગીકાર કરી. મલ્લી અરિહંતની સાથે નંદ, નદીમિત્ર, સુમિત્ર, બલમિત્ર, ભાનુમિત્ર, અમરપતિ, અમરસેન અને મહાસેન આ આઠ જ્ઞાત કુમારેએ પણ દીક્ષા લીધી. તીર્થંકર પ્રભુની દીક્ષા જોઈને આટલા જ વૈરાગ્ય પામ્યા ને દીક્ષા લીધી. ભવનપતિ આદિ ચારે જાતિના એ મહિલનાથ ભગવાનના દીક્ષા મહોત્સવને ખૂબ મહિમા ગાયે. અને ભગવાનને વંદન કરીને તે દેવો આઠમા નંદીશ્વર દ્વીપમાં ગયા. ત્યાં પહોંચીને તેમણે અષ્ટાબ્લિક મહત્સવ ઉજવ્યો. આ મહોત્સવ સતત આઠ દિવસ સુધી ઉજવાય છે. અષ્ટાબ્લિક મહત્સવ જ્યારે પૂરે થયે ત્યારે તે દેવો જે જે દિશામાંથી આવ્યા હતા તે દિશા તરફ ચાલ્યા ગયા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ' વ્યાખ્યાન નં. ૧૦૮ કારતક સુદ ૧૪ ને શુક્રવાર તા. ૫-૧૧-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાસાગર, પરમ તત્વના પ્રણેતા વીતરાગ પરમાત્માએ ભવ્ય જીના ભવને અંત કેમ આવે ને મેક્ષનું અનંત સુખ કેમ પ્રાપ્ત કરે તે માટે સિધ્ધાંત પ્રરૂપ્યા. સિધ્ધાંતમાં ભગવંત કહે છે કે આ સંસારનાં સમસ્ત સુખ અંતવાળા છે. કોઈ પણ સુખ કાયમ ટકવાવાળું નથી. આયુષ્યને, ધનને, પુત્ર-પરિવાર, ઘર, દુકાન અને પેઢીને અંત આવે છે. અરે, જે શરીરને માટે આટલી બધી જહેમત ઉઠાવે છેતે શરીરને, રૂપને, બુધિને અને બળને પણ અંત આવી જાય છે. આ બધી ચીજો અંતવાળી છે. કેઈ ચીજ શાશ્વત રહેનારી નથી. અને તે વસ્તુઓમાંથી મળતું સુખ પણ અંતવાળું ને અશાશ્વત છે. માટે જ્ઞાની કહે છે કે હે ચેતન! આયુષ્યને અંત આવે તે પહેલાં

Loading...

Page Navigation
1 ... 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002