________________
(૭૦
શાહા શિખર સુખનાં સાધને તુચ્છ લાગે. જેમ હનુમાનજીને રામ પ્રત્યે અથાગ ભક્તિ હતી એટલે એનું તન કહે, મન કહે, ધન કહે કે શ્વાસ કહે બધું રામમાં હતું. રામ સિવાય એમને બધું શૂન્ય દેખાતું હતું. જયારે અશોક વાટિકામાં રહેલા સીતાજીને હનુમાનજીએ રામને સંદેશ આપે ત્યારે સીતાજી ખુશ ખુશ થઈ ગયા. કારણ કે સીતાજીને રામથી અધિક વહાલું કેઈ ન હતું. એટલે વહાલાના સમાચાર લાવનાર હનુમાનને લગ્ન સમયે રામચંદ્રજીએ આપેલી વહાલામાં વહાલી મોતીની માળા ભેટ આપી દીધી. સીતાજીને મન એ માળ ખૂબ કિંમતી હતી. હનુમાનને માળા મળી એટલે ખુશ તે થયાં પણ વિચાર કર્યો કે આ માળામાં મારા રામચંદ્રજી છે કે નહિ? જેમાં રામ છે તેનું મારું કામ છે. રામ સિવાય મારે બીજા કેઈનું કામ નથી. રામને જેવા માટે હનુમાન સાચા મોતીના કટકા કરીને જોવા લાગ્યા. પણ એમાં એમને રામ દેખાયા નહિ. જેમાં રામ નહિ તેનું મારે કામ નહિ એમ માનીને મોતીના કટકા કરીને ફેંકી દીધા. જેમાં રામનું દર્શન થાય તે તેને ઈષ્ટ લાગતું. બાકી બધું અનિષ્ટ લાગતું હતું. તુચ્છ લાગતું હતું.
બંધુઓ ! હનુમાનજીને રામ વિના બધું તુચ્છ લાગતું હતું તે તમને જ્ઞાનદર્શન અને ચારિત્ર વિનાનું જીવન તુચ્છ લાગે છે ? પૈસા, પત્ની અને પરિવાર એ ઉપગી અને ઉપકારી છે એવું તે અનાર્ય દેશના લેકે માને છે પણ તમે તે આય દેશમાં ને આર્યકુળમાં જન્મેલા છે. તેમાં પણ વીતરાગ પ્રભુનું ઉત્તમ શાસન મળ્યું છે. એટલે તમે જિનેશ્વર પ્રભુની આજ્ઞા મુજબ વર્તન કરે કે તેનાથી વિરુધ્ધ વર્તન કરે છે ? જિનેશ્વર પ્રભુની આજ્ઞા મુજબ આચરણ કર્યા સિવાય મોક્ષ નહિ મળે. પૈસા, પત્ની અને પરિવારમાં આનંદ છે એ માન્યતા બદલ્યા વિના જીવનની દિશા નહિ બદલાય. બોલે, તમને શું વહાલું છે દેવ-ગુરૂ અને ધર્મ કે પૈસા, પત્ની અને પરિવાર? તમારી સામે બે વાત મૂકી છે. એમાંથી તમને જે ગમે તે પસંદ કરી લે. તમને શું મળવાથી આનંદ થાય ? લે તે ખરા. (હસાહસ).
અનંતકાળથી આત્મા ભવાટવીમાં ભ્રમણ કરે છે પણ હજુ સુધી આત્માને ઉધાર થયા નથી તેનું તમારા દિલમાં વધારે દુઃખ છે કે આટલી મહેનત કરવા છતાં હજુ સુધી બંગલે, મોટર ને ફ્રીજ નથી મળ્યા તેનું વધારે દુઃખ છે ? એટલે સંસારના સુખના સાધને મેળવવાને પુરૂષાર્થ છે તેનાથી અંશ ભાગને પુરૂષાર્થ આત્મસુખનાં સાધને જ્ઞાન, દર્શન અને ચારિત્ર માટે છે. “ના”. તમે સમજે તે માનવભવ એ રત્નદ્વીપ છે એ નીપમાં આવીને જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી રને ભેગા કરી લેવાનાં છે. તમારા હીરા, માણેક, પન્ના, નીલમ વિગેરે રને આ લેખમાં કામ આવે છે પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રને બંને લેકમાં આત્માને સુખી