________________
શારદા શિખર કયાંથી મળે? એમ સહેલું નથી પડયું પણ તમારે તે લાડુ ભી ખાના ને મોક્ષ જાના, અસા છે તે કહેના નહીંતર મત બેલના”. (હસાહસ) - બંધુઓ! તમે વર્ષોથી વ્યાખ્યાન વાણી સાંભળે છે પણ હજુ મોહ ઘટતે. નથી. કષાયો પાતળા પડતાં નથી. તૃષ્ણા ઓછી થતી નથી કારણ કે જીવ મેહરાજાની કેદમાં સપડાયેલું છે. મેહના બંધન તેડવા મુશ્કેલ છે. મોહમાં પડેલા માનવી કેટલું ભાન ભૂલે છે ! મેં હમણાં એક અંકમાં એક લેખ વાં. વાંચતા મને થયું કે અહો ! શું મેહની વિટંબણું આટલી બધી ભયંકર છે ! તે દષ્ટાંત અહીં રજુ કરું છું,
સાકેતપુર નગરમાં એક પ્રતિષ્ઠિત અને ખૂબ ધનવાન વૈશ્રવણ નામનાં શેઠ હતાં. તેમને પ્રિયંકર નામે ખૂબ હોંશિયાર, બુદ્ધિશાળી અને પ્રાણપ્રિય પુત્ર હતા. રૂપમાં તે દેવકુમાર જોઈ લે. માતાપિતાએ તેને સ્વર્ગની અપ્સરા જેવી સુંદરી નામની શ્રીમંતની કન્યા સાથે પરણાવ્યો. બંને આનંદથી રહે છે. તેમાં તેમના જીવનમાં એક એ ગોઝારે દિવસ ઉગે કે તે દિવસે પ્રિયંકરને એકાએક પડખામાં દુખાવે ઉપડશે. તે ઉધે ચત્તો પડવા લાગે. એટલે સુંદરીએ તેના સાસુ સસરાને બૂમ પાડીને બોલાવ્યા. હજુ સાસુ સસરા આવે તે પહેલાં તે રૂપરૂપના અંબાર સમા નવયુવાન પ્રિયંકરના પ્રાણ સેનેરી શરીર રૂપી પિંજર છોડીને ચાલ્યા ગયા. સુંદરીના સેંથાના સીંદૂર લુછાયાં. તેનું સૌભાગ્ય સરી પડયું. આંખમાંથી વહેતી અનરાધાર આંસુઓની ધારમાં આંખનું કાજળ ધોવાઈ ગયા. કપાળે કરેલ કુમકુમને ચાંલ્લે લુછાઈ ગયે, ને સુંદરી પછાડ ખાઈને પડી ગઈ. ઘડી પહેલાં જે યુગલ આનંદ વિદમાં મસ્ત હતું તે યુગલ કંકણ નંદવાઈ ગયું. હાસ્યને સ્થાને રૂદન શરૂ થયા.
બંધુઓ ! વિચાર કરે. આ સંસારની કેવી વિચિત્રતા છે! સંસાર એટલે શું? તેને જરા વિચાર કરજે. સંગના સોનેરી પડદા પાછળ વિયેગનું દુઃખ દેખાડે તેનું નામ સંસાર. સૂર્યની ઢળતી સાંજે અંધકારની વિચારણું પણ ન કરવા દે તેનું નામ સંસાર. નદીને કિનારે આશાના ગગનચુંબી મહેલ ચણનાર માનવીને ભવિષ્યને વિચાર કરવા ન દે તેનું નામ સંસાર. આજે આ સંસાર છે. સુંદરી અને પ્રિયંકર સંસારની મોજ માણતાં હતાં ત્યારે તેમને એ વિચાર સરખે શું આવ્યું હશે ખરે કે આપણને આવું વિયાગનું દુઃખ આવશે ! સુંદરીના પ્રેમના પુપ સમાન પ્રિયંકર કરમાઈ ગયે. આખું કુટુંબ ભેગું થઈ ગયું. ડોકટરે આવ્યા પણ પ્રિયંકરના પ્રાણુ ઉડી ગયા. માતા-પિતા માથા કુટવા લાગ્યા. પ્રિયંકરના મૃત્યુના સમાચાર સાંભળીને આખા સાકેતપુરમાં હાહાકાર મચી ગયો.
“મેહે નચાવ્યો સુંદરીના આત્માને”. પરંતુ રાગના કમળની કેદમાં પૂરાયેલી