________________
શારદા શિખર ચિંતા ન કરે. કહે છે. જરા ઉઠીને દેખે તે ખરા ! ચાર તિજોરીના રૂમમાં પેસી ગયા છે ને તિજોરી ખોલવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે શેઠે હસીને કહ્યુંશેઠાણું ! ચિંતા ન કરે. ગભરાવાની જરૂર નથી. ભલે તિજોરીના રૂમમાં ગયા પણ મેં તિજોરી એવી મજબૂત બનાવી રાખી છે કે તે કઈ રીતે કેઈનાથી ખૂલે તેમ નથી. કારણ કે તિજોરી વેટર,ફ, ફાયરપ્રુફ, એઅરપુફ અને થીફમુફ છે. એટલે તેને પાણીથી કઈ ભીંજવી શકે તેમ નથી. અગ્નિથી બાળી શકે તેમ નથી. હવા તેમાં જઈ શકતી નથી તેમજ ચાર એને ખોલી શકે તેમ નથી. માટે તમે કઈ જાતની ચિંતા ન કરે. તમે શાંતિથી સૂઈ જાઓ. જેની તિજોરી મજબૂત છે તેને કેઈ જાતની ચિંતા નથી.
બંધુઓ ! આ તે સામાન્ય ન્યાય છે. આપણે તેને આપણા ઉપર ઘટાડે છે. આપણું અંતર રૂપી તિજોરીમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપી અમૂલ્ય રત્ન ભરેલા છે. જે મનુષ્ય જડ ચેતનનું ભેદજ્ઞાન કરે છે. આત્મ સ્વરૂપમાં સ્થિર બને છે તેની અંતર રૂપી તિજોરી એવી મજબૂત હોય છે કે તેને ક્રોધ, માન, માયા અને
ભરૂપી અગ્નિ જલાવી શકતી નથી. કષાય રૂપી અગ્નિ એવી ભયંકર છે કે વર્ષોની કરેલી સાધનાને ક્ષણવારમાં જલાવી દે છે. માટે જેનું અંતર ફાયરપ્રુફ તિજોરી જેવું બની જાય છે તેના જ્ઞાનાદિ ગુણેને કષાય રૂપી અગ્નિ બાળી શક્તી નથી. અને એ અંતરની તિજોરી વેટરફ બની જાય છે ત્યારે વિષય વિકારે રૂપી પાણી તેને ભીંજવી શકતું નથી. એટલે કે તે ગમે તેવા વિલાસી વાતાવરણમાં રહે. કઈ ગમે તેવા પ્રલેભન આપે પણ પવિત્ર મનુષ્યનાં અંતરમાં વિકારનું પાણી પેસી શકતું નથી. તેનું મન મેરૂની માફક અડેલ રહે છે. અને એઅરપ્રફ એટલે લેભની હવા તેમાં પ્રવેશ કરી શકતી નથી. એ આત્મા એમ સમજે છે કે ગમે તેટલું ધન ભેગું કરું પણ અંતે તે છોડીને જવાનું છે. તે શા માટે લેભ કરે? જીવનનિર્વાહ જેટલું મળી જાય છે તે શાંતિથી ખાઈ પીને ધર્મધ્યાન કરી લઉં. નશ્વર નાણાં અહીં રહી જશે પણ ધર્મનું ધન મારી સાથે આવશે. ટૂંકમાં જેણે પિતાના હદયરૂપી તિજોરીને એઅરમુફ બનાવી દીધી છે તેના અંતરમાં લેભની હવા સ્પર્શ કરી શકતી નથી. અને થીકફ અંતર તિજોરીને દુર્ગુણ રૂપી ચોર કદી ખેલી શકતાં નથી. અને સદ્ગુણ રૂપી સિક્કાને ચોરી શકતા નથી.
જેને આત્મા જાગૃત બનેલો છે તેવા મલ્લીનાથ ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમાં દેવે અને ઈદ્રો પણ આવેલાં છે. બધા દેવ હર્ષાવેશમાં આવીને આમથી તેમ દેડાદેડ કરી રહ્યા છે. અને કુંભક રાજા ભગવાનની દીક્ષા માટે જે જે ચીને લાવે છે તે બધી ચીજે ઈન્દ્રો પણ લાવ્યા. ને તેમની વસ્તુમાં દેએ પિતાની વસ્તુઓ સમાવી દીધી. તેથી તેનું તેજ અનેક ગણું વધી ગયું.
૧૨૧