________________
શારદા શિખર. દુખતી નથી. મન બીજે જતું નથી, આંખ ખેંચાતી નથી. રસપૂર્વક તમે પડદા સામું જુઓ છે. આના કરતાં અધિક સુંદર નાટકો દેવલોકમાં ગયા ત્યાં જોયા છે. અહીંના નાટક દેવલોકના નાટક આગળ કંઈ નથી. છતાં જીવને કેટલે રસ છે! મોરંજન કરતાં આત્માએ કેટલી ભવની પરંપરા વધારી છે. આ જીવે અનંતકાળથી પાંચ ઈન્દ્રિઓ અને મનને રંજન કરવામાં પિતાની શક્તિ અને સાધનેને સદુપયેગ કર્યો છે પણ આત્માને રંજન કરવા માટે કર્યો નથી. આત્માને કર્મથી મુક્ત કરવા માટેના પુરૂષાર્થને છોડીને સંસાર સુખની પ્રાપ્તિ માટે જે પુરૂષાર્થ થાય છે તે બધું મિથ્યા પુરૂષાર્થ છે. તેનાથી આત્મા રાજી થતું નથી. આત્માને તે જ્ઞાન-દર્શન અને ચારિત્રની રમણતામાં આનંદ આવે છે.
જેમ અગ્નિમાં ત્રણ ગુણે રહેલાં છે. પ્રકાશત્વ, દાહકત્વ અને પાચકત્વ. અગ્નિમાં પ્રકાશ છે. દઝાડવાની અને અન્ને પકાવવાની શક્તિ છે. તેમ આત્માના ત્રણ ગુણે છે. જ્ઞાન ગુણરૂપી પ્રકાશત્વ છે. અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતાં જ્ઞાનગુણથી આત્મા પ્રકાશિત બને છે. દર્શનગુણ એ દાહકત્વ છે. તેનાથી સંશયરૂપી દે બળી જતાં આત્મા શુધ્ધ થાય છે. ચારિત્ર ગુણ એ પાચકત્વ છે. જેના જીવનમાં જ્ઞાન-દર્શન ચારિત્રરૂપી અંજન, મંજન અને રંજન એ ત્રણે ગુણે ખીલી ઉઠયા છે તેવા મલ્લીનાથ ભગવાને દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો છે. - વૈશ્રમણદેવે શકેન્દ્ર મહારાજને કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણે બધું કાર્ય વ્યવસ્થિત થઈ ગયું છે. એટલે કેન્દ્ર મહારાજને ખૂબ આનંદ થશે. દેવે અર્થસંપત્તિ ભંડારમાં મૂકી ગયા પછી મલ્લીનાથ ભગવાન કેવી રીતે દાન આપે છે તે વાત શાસ્ત્રકાર કહે છે ત્યાર બાદ મલી અરિહંત ભગવાન દરરોજ પ્રાતઃકાલથી આરંભીને યાવત બે પ્રહર સુધી ઘણાં સનાથ એટલે નાથ સહિત કેને, અનાથ-રંક, જેનું કેઈ નથી એ નગરીને નિરાધાર લેકેને, પથિક-નિરંતર માર્ગે ચાલનારા પથિકેને પથિક-માર્ગે ચાલનારાઓને અથવા કેઈએ કેઈ પ્રયજન માટે મોકલેલા માણસોને, કોટિક કપાલ શકેરું હાથમાં લઈને ભિક્ષા માંગનારાઓને, ભાર ઉપાડીને તેમાંથી અમુક પૈસા મજુરી તરીકે લઈને તેમાંથી નિર્વાહ કરનારા મજુરને, કાપેટિક-કંથા, કેપીન કે ભગવા વસ્ત્રો ધારણ કરનારાઓને, કાપટિક-કપટથી ભિક્ષા માંગનારાઓને અથવા એક જાતના કાપડી ભિક્ષુઓને વિગેરેને એક કોડ અને આઠ લાખ સોનામહોરનું દાન આપવા લાગ્યા. , અહીં બે મત પડે છે. બીજી કઈ જગ્યાએ વાચનામાં એવો પાઠ છે કે તીર્થકર દરેક માણસને એક એક મુઠ્ઠી ભરીને સોનામહોરે દાનમાં આપે છે. પણ જેના ભાગ્યમાં જેટલું હોય તેટલું તેને મળે છે. ભગવાનને તે કેઈના પ્રત્યે રાગ ૧૧૯