________________
૯૪૭
શારા પર
દેવાનુપ્રિય ! આ સમય કે મંગલકારી લાગતું હશે! મલ્લીનાથ પ્રભુ સુવર્ણ મુદ્રાઓનું દાન આપે છે અને મિથિલા નગરીમાં ઠેર ઠેર ભોજનશાળાઓ ખોલવામાં આવી છે. હજારો લોકો દાન લેવા આવે છે. જમવા આવે છે. તેની ખ્યાતિ ઘણે દૂર સુધી પ્રસરી ગઈ ગરીબ લોકો તે સુખી થઈ ગયા. તીર્થંકર પ્રભુના હાથનું દાન લેવા ધનવાન, ગરીબ બધા આવે છે. જેમ જાણ થઈ તેમ લોકે મિથિલા નગરીમાં આવવા લાગ્યા. ચારશેરીના ચેકમાં ઠેર ઠેર નગરજનાં ટેળેટેળાં ભેગા થઈને આશ્ચર્ય પૂર્વક એકબીજાને સમજાવવા લાગ્યા, તેમજ દ્રષ્ટાંત આપીને વર્ણન કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે ! કુંભકરાજાના મહેલમાં સર્વેન્દ્રિય સુખજનક અશન, પાન, ખાદ્ય અને સ્વાદ રૂપ ચાર જાતને આહાર ઘણાં શ્રમણ, બ્રાહણે, સમાગ, સનાથો, અનાથો અને મુસાફરોને ઈચ્છા મુજબ આપવામાં આવે છે. આખી નગરીમાં દાનની વાત સિવાય બીજી કઈ વાતો સંભળાતી નથી. મલ્લીનાથ પ્રભુનાં તેમજ તેમના પિતા કુંભકરાજાના લોકે બે મોઢે વખાણ કરવા લાગ્યા.
" वरवरिया घोसिज्जति, किमिच्छियं दिज्जए बहुविहीयं ।
सुर असुर देव दाणव, नरिंद महियाण निकखमणे ॥ સુર-વૈમાનિક દેવ, અસુર-ભવનપતિદેવ, તિષી દેવ, દાનવ, વ્યંતરદેવ અને નરેન્દ્ર એટલે ચક્રવર્તિ વિગેરે રાજાઓથી પૂજનીક તીર્થકર ભગવંતેની દીક્ષાના અવસરે “વરદાન માંગ, વરદાન માંગો” આ જાતની ઘોષણા કરવામાં આવે છે. તેને વરવારિકા કહેવાય છે. તથા ઘણી જાતનું કિમિચ્છિક-તમારી શું ઈચ્છા છે? એમ પૂછીને તેની ઈચ્છાનુસાર દાન અપાય છે. તેને કિમિચ્છિત દાન કહેવાય છે.
કુંભકરાજા બધાને જમાડે છે તેમાં કેટલી બધી સગવડતા છે કે જેને જમવું હોય તે જમે ને લઈ જવું હોય તે લઈ જાય. બધી રીતે રજા છે. આથી આખી નગરીમાં આનંદ છે. આ સમયે મલલીનાથ ભગવાને એક વર્ષમાં કુલ ત્રણ અબજ, અઠ્ઠાસીકોડ અને એંશી લાખ સેનામહોરો આટલી અર્થસંપત્તિનું દાન આપીને હું દીક્ષા ગ્રહણ કરીશ. આ પ્રમાણે મનમાં ચોક્કસપણે વિચાર કર્યો, હવે બીજા દે તેમના આચાર પ્રમાણે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : “કૃષ્ણજીનું ઉછળેલું લેહી : પ્રદ્યુમ્નકુમારે કૃષ્ણજીને કહ્યું કેમ થાકી ગયા? આ વચનેથી કૃષ્ણજીને નખથી શીખ સુધી ઝાળ જેવું લાગી આવ્યું. શું આ પાપી મને કાયર સમજે છે? કોધના આવેશમાં આવી બાણ ઉપર બાણ છેડવા માંડયા. પ્રદ્યુમ્નકુમારે અર્ધચંદ્ર બાણથી તેમના બાણ અધવચથી કાપી નાંખવા માંડયા. આથી કૃષ્ણજી ક્રોધથી ધમધમી ઉઠયા. ને રથમાંથી નીચે ઉતરી મલયુધ્ધ કરવા તૈયાર થયા.