________________
tyó
શારદા ક્રિખર માનવ ધર્મરૂપી શિખર ઉપર પહોંચી જાય છે તેની કીર્તિ ફક્ત આ લેકમાં નહિ પણ દેના દેવલોક સુધી પહોંચી જાય છે. ધર્મરૂપી શિખર ઉપર આરોહણ કરવું તે માનવનું સાચું અલંકાર છે. તે જ સાચી શોભા છે. અમેરિકા, ભારત, આફ્રિકા આદિ દરેક દેશના સિક્કા અલગ અલગ હોય છે. જેવી રીતે કેઈ દેશને ડોલર, કેઈ દેશને સ્ટલિંગ અને કેઈ દેશનો રૂપિયે. એક દેશને સિક્કો બીજા દેશમાં ચાલતું નથી. તે રીતે આ જીવનના ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રના સિક્કા પણ અલગ અલગ છે. ભોગવિલાસ, અશ્વર્ય, મનોરંજન આ બધા ભૌતિક ક્ષેત્રના સિક્કા છે. તેનું મૂલ્ય ભૌતિક ક્ષેત્રમાં થાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તે સિક્કાની કોઈ કિંમત હેતી નથી. આ સિક્કા માનવીના મનને ક્ષણીક આનંદ આપે છે. પણ તે આનંદ પાછળ દુઃખની છાયા ઘેરાયેલી છે. આધ્યાત્મિક ક્ષેત્રના સિક્કા કયા છે તે ખબર છે? ધર્મ, ત્યાગ, વૈરાગ્ય, સમતા, નિસ્પૃહતા, અહિંસા, આત્મસંયમ અને જ્ઞાન. આ આધ્યાત્મિક ક્ષેત્રના સિક્કા છે. આ સિકકાની કિંમત ભૌતિક ક્ષેત્રના સિક્કા કરતાં ઘણી છે. કારણ કે આ સિક્કા દ્વારા માનવી એવું અનુપમ સુખ પ્રાપ્ત કરી શકે છે કે જે સુખ ક્યારે પણ દુઃખમાં પરિણમે નહિ. માટે જેને આધ્યાત્મિક જગતની યાત્રા કરીને આત્માને અપૂર્વ આનંદ મેળવવો હોય તેને આ સિક્કા લઈને મુસાફરી કરવી પડશે. આ સિકકા બજારમાં વેચાતા મળતા નથી. તે તે આત્મામાં રહેલા છે. સમ્યકજ્ઞાન દ્વારા તેને પીછાણવાની જરૂર છે.
એક ભિખારી રત્નના ખજાના પર બેઠે બેઠો ભીખ માંગી રહ્યો હતો. રસ્તે આવતા જતાં માણસોની સામે હાથ જોડીને ગદ્ગદ્ કંઠે કરૂણ સ્વરે બોલે છે મા-બાપ ! આ ગરીબને વધુ નહિ તે બે પૈસા પણ આપ. ત્યાં એક સિધ્ધપુરૂષ આવ્યું. તેમણે જોયું કે આ ભિખારી પિતે રત્નોના ખજાના ઉપર બેઠે છે પણ તેને તેની ઓળખાણ નથી તેથી તે ભીખ માંગી રહ્યો છે. એટલે તેમણે ભિખારીને હાથ પકડીને ઉઠાડ અને નીચેથી ખજાનો ખોલીને બતાવ્યો ને કહ્યું હે મૂર્ખ ! તું આટલા મોટા ખજાનાને સ્વામી હોવા છતાં બધાની પાસે ભીખ માંગી રહ્યો છે?
બસ, આ દશા આપણુ આત્માની છે. આત્મા અનંત સુખ અને આનંદના ખજાનાને સ્વામી હોવા છતાં તે સુખસુખના પિકારે કરતે ચારે બાજુ ભટકે છે. ભગવાનના વારસદાર એવા સંત રૂપી સિધ્ધ પુરૂષો તેને સાવધાન ને સજાગ કરીને કહે છે તે અજ્ઞાની ! સુખ અને આનંદને અષ્ટા અને સ્વામી તું પિતે છે. સુખ તારી પાસે છે છતાં તું સુખ-સુખના પોકારે બહાર કરી રહ્યો છે. પછી તેને સાચું સુખ કયાંથી મળે? જ્ઞાની કહે છે કે સુખપિપાસુ છવડા ! તારે સુખ સાગરની સફર કરવી છે? તે તું શું કર? આધિ-વ્યાધિ અને ઉપાધિ એ વિવિધ તાપથી મુકત બનવા પ્રયત્ન કરજે. આધિને શમાવવા મનને વિશુધ ને નિર્મળ