________________
શારદા શિખર
પર બનાવજે. વ્યાધિને શમાવવા શરીર સ્વચ્છ રાખજે ને ઉપાધિ શમાવવા તારે બધે વ્યવહાર શુધ્ધ રાખજે. આ ત્રિવિધ તાપ રૂપી ઉત્પાત ટળશે તે સુખસાગરની સફર સહેલાઈથી સફળ કરી શકશે. આ સફર કેવી છે જેમાં નામ માત્ર દુઃખ કે અશાંતિની રેખા નથી. આ સફર શાંતિદાયક ને આનંદપ્રદ છે. પણ આ સફર સફળ કરવી હોય તે એક શરત મંજુર કરવી પડશે. તે શરત કઈ? જેમાં આધિ, વ્યાધિ અને ઉપાધિને પડછાયે પણ ન જોઈએ. ત્યાં જોઈશે મનની સ્થિરતા, વચનની નિર્મળતા ને કાયાની પવિત્રતા. તેમજ આ સફરમાં રાગ-દ્વેષ, ઈર્ષા, રૂપી વિદન કરનારા દુમને ને દૂર કરવા બૈર્યતા, ક્ષમા, પ્રેમના સૂરીલા ગીત, મૈત્રીભાવ આદિ મિત્રો સાથે હશે તે સુખ-સાગરની સફરની મેજ આનંદપૂર્વક કરી શકાશે, અને આ સંસાર રૂપી ધર્મશાળાને હંમેશને માટે ત્યાગ કરીને મોક્ષ મંઝીલને પ્રાપ્ત કરી શકશે. એક કવિએ કહ્યું છે કે
આ જગત ધર્મશાળા હૈ, જન કુટિયા ન્યારી ન્યારી હૈ. હિલ મિલ ધર્મ કમાઓ તુમ, જાના સબકે અનિવાર્ય હૈ” દરેક ધર્મશાળા અને મુસાફરખાનામાં આપણે જોઈએ છીએ કે નાની નાની અને મોટી મોટી રૂમ ઘણી હોય છે. ઓછા પૈસાવાળા નાના રૂમમાં રહે છે ને શ્રીમંતે મેટી રૂમમાં રહે છે.
આ સંસાર પણ એક મોટી ધર્મશાળા છે. તેમાં જેના પુણ્ય ઓછા હોય તેને કીડી, મેકેડા જેવું નાનું શરીર અગર તે દુઃખમય તિર્યંચ નિનું શરીર મળે છે, અને જે પુણ્ય રૂપી વધુ ધન સાથે લઈને આવ્યા છે તે સુખમય માનવ શરીરને પ્રાપ્ત કરે છે. જેવી રીતે ધર્મશાળામાં આવવાવાળા ગરીબ હોય કે શ્રીમંત હોય પણ બધા થોડો સમય રહીને પોતપોતાના ઘેર ચાલ્યા જાય છે. ધર્મશાળા ગમે તેવી સુંદર, હવા ઉજાશવાળી અને સંપૂર્ણ સગવડવાળી હોય છતાં મુસાફર ત્યાં હંમેશને માટે રહેતું નથી. તે રીતે આ આત્મા પણ આ સંસાર રૂપી ધર્મશાળામાં ચાહે કીડાનું નાનું શરીર હોય કે મનુષ્યનું શરીર હોય પણ પોતાના આયુષ્ય પ્રમાણે અહીં રહે છે ને પછી ચાલ્યા જાય છે. તેને વસવાટ પણ અહીં કાયમને નથી. એવું નથી બનતું કે કીડા, પતંગીયા અથવા પશુ પક્ષીઓને અહીંથી જવું પડે ને પાંચ ઈન્દ્રિયના સુખને ઉપભેગ કરતે માનવી આનંદથી રહે છે તેથી તેને ન જવું પડે અને અહીં હમેંશને માટે રહે એવું ક્યારે પણ બનતું નથી.
દરેક ધર્મશાળામાં ત્રણ ચાર દિવસ અથવા અમુક સમય તેને રહેવા દે છે. તેના નિયમ અનુસાર સમય પૂરો થવા છતાં જે યાત્રી ત્યાંથી જાય નહિ તે તેના બિસ્તર, પિટલા ફગાવી દેવામાં આવે છે. આ સ્થિતિ સંસારરૂપી ધર્મશાળામાં શરીરરૂપી રૂમમાં રહેલાં આમાની છે. જેટલું આયુષ્ય જીવ લઈને આવે છે તેટલું