________________
શારદા શિખર
૯૪૭ કરે, અગર મેટામાં મોટી ગમે તેટલી ડીગ્રી પ્રાપ્ત કરી લે પણ જ્યાં સુધી શાસનું જ્ઞાન નથી મેળવ્યું ત્યાં સુધી આત્મશાંતિ નહિ થાય. સંસ્કૃત શ્લેકના પદમાં કહ્યું છે કે
" श्लोका वरं परमतत्त्व पथ प्रकाशी, न ग्रन्थ कोटि पठनं जन रंजनाथ ।"
મોક્ષમાર્ગને પ્રદર્શક એક લેક આવડે છે તે શ્રેષ્ઠ છે પણ મનુષ્યોને રંજન કરવા માટે કરોડ ગ્રંથે ભણવા વ્યર્થ છે.
બંધુઓ ! આવું કહેવાનું કારણ શું ? તમે સમજ્યા ? આ પદ દ્વારા કહેવાને આશય છે કે આજે સ્કુલમાં અને કેલેજમાં જે જ્ઞાન અપાય છે તે ભૌતિક સુખની સામગ્રીની પ્રાપ્તિ માટે સહાયક બને છે. તેના દ્વારા સારી સીંસ મેળવીને વધુ ધન કમાઈ સંસાર સુખની મોજ ઉડાવે છે પણ તેનાથી આત્માને શું લાભ? બેલે, તેમાં આત્માને લાભ થાય છે ? કંઈ નહિ. તમે ગમે તેટલી સંપત્તિ અને સત્તા મેળવે ને મનમાં કુલા કે હું માટે સંપત્તિવાન છું, સત્તાધીશ છું પણ અંતે તે એ બધું અહી રહી જવાનું છે. પણ તેને માટે અન્યાય, અનીતિ, દગા-પ્રપંચ કરીને કરેલું પાપ તે આત્માની સાથે જાય છે અને તે પાપ ભવોભવ સુધી આત્માને કષ્ટ પહોંચાડે છે. તેના બદલે જે મનુષ્ય શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરે તે તેના દ્વારા જન્મ-મરણના દુખેથી છૂટકારો મેળવવાના ઉપાયોને જાણી લે છે અને એ ઉપાય દ્વારા પોતાના આત્માને શુદ્ધ અને પવિત્ર બનાવીને મૃત્યુને જીતી શકે છે. આટલા માટે ઉપર કહેલાં પદમાં એ કહેવામાં આવ્યું છે કે જન મનરંજન કરવા માટે કરોડો ગ્રંથે ભણવાથી જે લાભ થતું નથી તેનાથી અધિક લાભ મોક્ષ માર્ગની પીછાણ કરાવનાર એક લેક કંઠસ્થ કરી તેને જીવનમાં ઉતારી તે પ્રમાણે આચરણ કરવાથી થાય છે.
શાસ્ત્રનું જ્ઞાન મનુષ્ય જીવનમાં રહેલા સદ્ગુણેને જાગૃત કરે છે. તે પ્રવૃત્તિના માર્ગેથી નિવૃત્તિના માર્ગ તરફ લઈ જાય છે અને સંસાર સુખની આસક્તિ છોડાવી વિરક્ત ભાવ પ્રાપ્ત કરાવે છે. કહ્યું છે કે “સાતમ શાસ્ત્ર મુરા, મેદની નાન) આધ્યાત્મિક શાસ્ત્ર ભયંકર મોહજાળ રૂપી વનને બાળવા માટે અગ્નિ સમાન છે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે શાસ્ત્રનું જ્ઞાન મનુષ્ય માટે અનિવાર્ય છે. એટલે શાસનું જ્ઞાન મેળવવું જોઈએ. કારણ કે આધ્યાત્મિક જ્ઞાન વિના મનુષ્ય પોતાને મળેલા દુર્લભ માનવ જીવનના મહત્વને જાણી શકતો નથી. શાસ્ત્ર જ્ઞાન દ્વારા મનુષ્ય મુક્તિના પંથે પ્રયાણ કરી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરે છે.
આજે મનુષ્યને બાહ્યાજ્ઞાન મેળવવાની જેટલી લગની છે તેટલી આત્મજ્ઞાન મેળવવાની નથી, આજને માનવ ત્રણ વસ્તુમાં રમણતા કરી રહ્યો છે, તે ત્રણ ચીજ