________________
શારદા બિર એંશી લાખ સોનામહોરો વાર્ષિક દાનના રૂપમાં તેમને ત્યાં ઘેર પહોંચાડે. એટલા માટે હે દેવાનુપ્રિય! તમે જાઓ અને જંબુદ્ધીમાં ભારત વર્ષ ક્ષેત્રમાં મિથિલા નગરીમાં કુંભક રાજાના મહેલમાં તેમના ભંડારમાં ઉપર કહ્યા મુજબ ધન પહોંચાડે. તે પ્રમાણે કરીને મારી આજ્ઞા મને સુપ્રત કરે.
શક દેવરાજની આજ્ઞાને સહર્ષ સ્વીકાર કરી વૈશ્રમણ દેવ તરત ઉભો થયે. ખૂબ હર્ષિત અને સંતુષ્ટ થઈને બંને હાથોની અંજલી બનાવીને તેને મસ્તકે મૂકી નમસ્કાર કર્યા. અને હું આપની આજ્ઞા પ્રમાણે કરીશ એમ કહીને આજ્ઞાને સ્વીકાર કર્યો. ઉત્તમ આત્માઓને સારા કામ કરવા બહુ ગમે છે. શક દેવરાજની વાત સાંભળીને વૈશ્રમણ દેવના સાડા ત્રણ ક્રોડ મરાય ઉલસી ગયા. હૈયું આનંદથી છલકાઈ ગયું. અહો ! આજે મારા મહાન સદભાગ્ય છે કે જે મલ્લી તીર્થકર ભગવાન થવાના છે તે સંસારના રંગરાગ અને સમસ્ત સંસારને ઠોકર મારી હવે દીક્ષા લેવાના છે તેવા મલ્લી અરિહંતના ભંડારમાં અમે ધન ભરી આવીશું મલ્લી અરિહંત વર્ષ દિન સુધી તે વષીદાન દેશે ને તેમને દીક્ષા મહોત્સવ ઉજવાશે. આવું ઉત્તમ સત્કાર્ય કરવાને અમને આજે લાભ મળે. અમે કેટલા ભાગ્યશાળી છીએ! જેમ આંધળી માતાને એકનો એક દીકરે પરદેશ ગયે હેય તેનાં પાંચ સાત વર્ષથી કંઈ સમાચાર ન હોય ને તે અચાનક આવીને માતાને મળે છે તે માતાને જે આનંદ થાય, અંધ મનુષ્યને ચક્ષુ મળતાં જે આનંદ થાય અને લેટરીમાં તમારે નંબર લાગી જાય ને પાંચ સાત લાખ રૂપિયા મળી જાય ને જે આનંદ થાય તેથી અધિક આનંદ વૈશ્રમણ દેવને આ કામ મળતાં થયે. જે વિનીત આત્મા છે તેમને તે આવું કંઈ કાર્ય કરવાનું મળે તે માને કે આજે અમે મહાન પુણ્યશાળી બન્યા છીએ, કે આજે અમને આ મહાન લાભ મળે. આ રીતે વૈશ્રમણ દેવે ખૂબ આનંદપૂર્વક હાથ જોડી ઈન્દ્રની આજ્ઞાને સ્વીકાર કર્યો. દેવમાં પણ કેટલે વિનય છે! વિનય ગુણ એ મહાન રહે છે કે એ ગુણ જેનામાં હોય તે સર્વ જેને પ્રિય બની જાય છે. વિનયના અભાવમાં જીવ જ્ઞાનના પ્રકાશથી વંચિત રહી જાય છે.
એક વખત અગરબત્તી બળીને પિતાની સુમધુર સૌરભથી વાતાવરણ મહેંકાવી રહી હતી ને બીજી બાજુ મીણબત્તી બળીને પ્રકાશ આપી રહી હતી. એક વખત અગરબત્તીને મીણબત્તીએ કહ્યું–બહેન ! તારું શરીર કાળું કેલસા જેવું છે. તું એટલી બધી નિર્બળ છે કે જાણે તે છ મહિનાથી ખાધું જ ન હોય ! તારા રૂપને જેવાની પણ કઈ ઈચ્છા ન કરે. તું જરા મારું રૂપ તે જે. હું કેટલી સુંદર છું! મારી કાયા ચાંદીની જેમ ચમકતી વેત છે. મારા નિર્મળ પ્રકાશથી સારો ઓરડે. પ્રકાશથી ઝળહળી ઉઠે છે. મીણબત્તી અભિમાનથી આ વાત કરી રહી હતી. તેની વાત ચાલતી હતી ત્યાં પવનને એક ઝપાટે આવ્યા ને મીણબત્તી બૂઝાઈ ગઈ