________________
શારદા શિખર આવે તે જરૂર આત્મજ્ઞાન પ્રગટ થાય છે. આવું આંતર નિરીક્ષણ એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ચાવી છે. એક વખત આવું આત્મજ્ઞાનનું સ્વસંવેદન થશે તે તમને આ સંસાર ક્ષારભૂમિ જે, અંધારા કૂવા જે ને મશાનભૂમિ જે ભયંકર લાગશે. જે આવું આત્મજ્ઞાન પામે તે પાપ કરતાં અટકે. જે પાપ કરતાં અટકે તેને સંસાર ખટકે. જેને સંસાર ખટકે તે જીવ ભવમાં ભટકે નહિ.
જ્ઞાની કહે છે કે અટક્યા વિના અમરતા નથી ને કર્યા વિના ઠેકાણું નથી. અટકવાનું શેનાથી છે ને કરવાનું શેમાં છે ? તે જાણે છે? આશ્રવથી અટકવાનું છે. આશ્રવમાં બેઠેલે જીવ કર્મોના પ્રવાહમાં તણાયા કરે છે. ને કર્મો બાંધે છે તેથી ભવમાં ભમે છે. માટે આશ્રવથી અટકીને સંવરના ઘરમાં આવીને જીવે સમજણમાં સ્થિર બની સ્વરૂપમાં કરવાનું છે. પાણીમાં કેઈ ચીજ પડી ગઈ હોય તે પાણી
જ્યાં સુધી હાલે છે ત્યાં સુધી પડેલી વસ્તુ દેખાતી નથી. પાણી સ્થિર બને, બધે કચર ઠરી જાય ત્યારે અંદરમાં પડેલી ચીજ સ્પષ્ટપણે દેખાય છે. તેમ જ્યાં સુધી આપણા મનમાં સંકલ્પ અને વિકલ્પનાં તરંગે ઉછળી રહ્યા છે ત્યાં સુધી આત્મસ્વરૂપની પીછાણ નહિ થાય. સંકલ્પ વિકલ્પોનાં તરંગે શાંત થશે ત્યારે આત્મસ્વરૂપની અનુભૂતિ થશે. તેમાં જે આનંદ આવશે તે એ અલૌકિક ને અપૂર્વ હશે કે જેની સીમા નહિ રહે. એ આનંદ મળતાં સંસારને આનંદ તુચ્છ લાગશે. - મલ્લી અરિહંતના વચનામૃતેથી જેમને આત્મસ્વરૂપની પીછાણ થઈ છે તેવા જિતશત્રુ પ્રમુખ છ રાજાએ કુંભક રાજાને ત્યાંથી નીકળ્યા. મિથિલા નગરી છેડીને આનંદભેર પોતપોતાના દેશમાં આવ્યા. આ છ રાજાઓ અલગ અલગ દેશના માલિક હતાં ને છ એ મહર્ધિક રાજા હતા. જ્યારે તેઓ આવ્યા ત્યારે ક્રોધથી ધમધમતા આવ્યા હતાં પણ જ્યારે પાછા ફર્યા ત્યારે બધો ક્રોધ શાંત થઈ ગયો, અને પિતાના આત્માને શીતળીભૂત બનાવીને આનંદિત થઈને ચાલ્યા. મનમાં વિચાર કરવા લાગ્યા કે આપણે આપણી રાજધાનીમાં જઈને આપણાં મોટાપુત્રોને રાજગાદી પર બેસાડી તેમને બધો વહીવટ ઑપી ભગવાન મલ્લીનાથ દીક્ષા ગ્રહણ કરે ત્યારે દીક્ષા લેવી છે. અને અપ્રમત બની આત્મ સાધનાના ઝુલણે ઝુલી બાહ્યભાવને ભૂલી કર્મોને ક્ષય કરી પરમપદની પ્રાપ્તિ કરવી છે. છ એ રાજાઓ અલગ અલગ દેશ અને અલગ દિશામાંથી આવ્યા હતા. સી છૂટા પડી પોતપોતાના દેશમાં જ્યાં પોતાની રાજધાનીમાં પણ ત્યાં પિતાપિતાના મહેલ હતાં ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને તેઓ બધા પિતાપિતાના રાજકાજમાં પરોવાઈ ગયા.
બંધુઓ! આ રાજાઓ પહેલાં રાજ્યને કારભાર કરતાં હતાં તે રસપૂર્વક કરતાં હતાં હવે અનાસક્ત ભાવે રહેવા લાગ્યા. એમને હવે મલ્લીનાથ ભગવાનને સંગમ
૧૧૮