________________
૬૦૮
શારદા શિખર સાત ની ઘાત કરનારે અર્જુન માળી સુદર્શન શેઠની સાથે મહાવીર પ્રભુ પાસે ગયે ને એક વખત વાણી સાંભળતાં સાધુ બની ગયે. વાલીયા લુંટારાને નારદજીનો સમાગમ થતાં વાલ્મિકી ઋષિ બની ગયે. જેના હાથ રાત-દિવસ લેહી ખરડેલાં રહેતાં હતાં તેવા પરદેશી રાજા કેશીસ્વામી જેવા ગુરૂ મળતાં સ્વદેશી બની ગયા. આ છે સદ્ગુરૂના સંગને પ્રભાવ, ગુરૂ શોધે તે એવા શોધજો કે જે પાપના પંકમાં ખૂંચેલા આત્માને બહાર કાઢે ને પવિત્ર બનાવે. તમે મેલાં કપડાને વોશીંગમાં છેવા આપે છે. શીંગમાં કપડાં સ્વચ્છ બનીને આવે છે, તેમ કર્મ રજથી મલીન બનેલા આત્મારૂપી કપડાને ધોઈને સાફ કરનાર શીંગ સદ્ગુરૂ દે છે.
જીવનમાં પલટો કે પ્રકાશ લાવે તે ગુરૂ, વિષાદનાં વાદળાં વિખેરે, અંધકારનાં ગાઢ અંધકાર ઉલેચીને જ્ઞાનના તેજ કિરણે ફેકે ને સૂર્ય સમાન પ્રકાશ જીવનમાં પ્રસરાવે તે ગુરૂ છે. અવળા માર્ગે જતાં જીવોને સવળા માર્ગે વાળે, પગલે પગલે પ્રેરણાનાં પાન કરાવીને ક્ષણે ક્ષણે ભૂલની શિક્ષા દેનાર સાચા ગુરૂ છે. સૂકાન વિનાનું નાવ, અને ગાર્ડ વિનાની ગાડી નકામી છે તેમ ગુરૂ અને ગુરૂ કૃપા વિનાનું જીવન નકામું છે. પ્રભુને સાક્ષાત્કાર કરાવનાર ગુરૂ છે. જે જીવનમાં શાંતિ જોઈતી હોય, જીવનને સફળ બનાવવું હોય, ને પ્રભુને સાક્ષાત્કાર કરવું હોય તે ગુરૂના ચરણે જીવન અર્પણ કરીને તેમની આજ્ઞાનું બરાબર પાલન કરી તેમની કૃપાને પ્રાપ્ત કરવાની જરૂર છે. જેને ભવાટવી પાર કરાવનાર પવિત્ર ગુરૂને ભેટે થાય છે તેનું જીવન સફળ બની જાય છે. અમને આવા સમર્થ તારણહાર શિરછત્ર સમાન ગુરૂદેવ મળ્યા હતા. હવે તે ગુરૂદેવની જન્મભૂમિ ક્યાં હતી, તેમને કેવી રીતે વૈરાગ્યનાં ભાવ થયાં તે આપણે વિચારીએ.
ખંભાતના તાબામાં આવેલું સાબરમતી નદીના કિનારે ગલીયાણ નામનું એક નાનકડું ગામ છે. તે ગામમાં મોટાભાગના રાજપૂત ગરાશિયા વસે છે. આવી પવિત્ર શૂરવીરની ભૂમિમાં જેતાભાઈ નામે એક રાજપૂત ગરાશિયા કિસાન વસતા હતાં. ખેતી એ તેમને મુખ્ય ધંધે હતા. જેતાભાઈ અને તેમના ધર્મપતની જયાકુંવરબહેન હતાં. બંને આત્માઓ ખૂબ પવિત્ર અને સરળ હતા. આ જેતાભાઈને ત્યાં વિક્રમ સંવત ૧૯૪૨ની સાલમાં કારતક સુદ ૧૧ના પવિત્ર દિને જયાકુંવરબહેન માતાની કુખે એક તેજસ્વી પુત્ર રત્નને જન્મ થયે. તેમનું નામ રવાભાઈ પાડવામાં આવ્યું. જેમ હીરાની નાનકડી કણીમાં તેજ હોય છે તેમ આ નાનકડા રવાભાઈના મુખ ઉપર પણ ક્ષાત્ર તેજ ઝળકી રહ્યા હતા.
* બંધુઓ ! તીર્થકર ભગવંતે ક્ષત્રિય કુળમાં જન્મ લે છે. કારણ કે કર્મનું નિકંદન કાઢવાનું શીર્ય ક્ષત્રિામાં હોય છે. ક્ષત્રિયે કર્મ કરવામાં શૂરવીર ને કર્મ