________________
શારદા શિખર મારા માથેથી પાપને બોજો ઉતરાવ્યું. શેઠની સાચી સંપત્તિનું ભાન થતાં બાહા સંપત્તિને મોહ ઉતરી ગયો.
આપણે અધિકાર ચાલે છે તે અરહનક શ્રાવકની દેવે કપરામાં કપરી કસોટી કરી. પણ જેને સમજાઈ ગયું હતું કે મારી આત્મિક સંપત્તિ તો કયારે પણ લૂંટાવાની કે નાશ થવાની નથી. તેથી શીલ આદિ બાર વ્રતોથી અને વીતરાગના માર્ગથી જરા પણ ચલિત ન થયા. ત્યારે દેવ થાક. તેનું મન ભાંગી ગયું. આની સામે બાથ ભીડી પણ હું હારી ગયા. જ્યાં દેવ અને કયાં મનુષ્ય ! શું મનુષ્ય મને હરાવે ? કઈ નબળો જબરાને હરાવે તો જબરાનું નાક જાય, તેમ અહીં માનવી પાસે ઘણી શક્તિવાળો દેવ હારી ગયા તેથી નાક જવા જેવું થયું ને ? છેવટે દેવે ઉપસર્ગ આપવાનું બંધ કર્યા. અને ધીમે ધીમે આકાશમાંથી ઉતરીને તેણે વહાણને પાણીમાં તરતું મૂકી દીધું. હવે દેવ તેના પર પ્રસન્ન થયે. તે મનમાં વિચારવા લાગ્યો કે અહો ! આવા ધમષ્ઠ, દઢધર્મ, પ્રિય ધમી એવા શ્રાવકને મેં આટલું દુઃખ આપ્યું? મેં તેની ઘર અશાતના કરી છે. હવે વહાણને પાણી ઉપર મૂકી દીધા પછી શું કર્યું?
“વત્તા સંf fજાર સવં રિસાદ” મૂકીને તેણે પોતાનું દિવ્ય પિશાચ રૂપ અન્તર્ષિત કરી લીધું એટલે તે રૂપ બદલીને પિતાના સાચા દિવ્યરૂપને ફરી ધારણ કરી લીધું. દેવનું રૂપ તથા સૌંદર્ય અથાગ હોય છે. તેમની શક્તિ પણ ઘણી હેય છે. મૂળ રૂપ લઈને દિવ્ય રૂપમાં પહેલાં તેનાં વસ્ત્રો નાની નાની ઘૂઘરીના ઝૂમખે ઝૂમખેથી જડેલા એવા સુંદર હતા. તે હાલે ચાલે એટલે ઘૂઘરીઓ ખખડે. દેવનાં વસ્ત્રો કિંમતી, મૂલાયમ અને ખૂબ સુંદર હોય છે. પછી દેવે આકાશમાં સ્થિર રહીને તે શ્રમ પાસક અરહનકને આ પ્રમાણે કહ્યું.
हं भो अरहन्नगा! धन्नोऽ सिणं तुमं देवाणुप्पिया ! जाव जीविपफले जस्स णं तव निग्गंथे पावयणे इमेयारुवे पडिवत्ती लध्यापत्ता अभिसमन्नगया।
(દેવ હાથ જોડી મસ્તક નમાવીને કહે છે) હે શ્રમણે પાસક અરહનક ! તમને ધન્ય છે. શાસ્ત્રકાર કહે છે કે “રેવા વિ તં નમીત, ૪ ઇમે રજા માગે જેનું મન હંમેશાં ધર્મમાં હોય છે, જે ઘરમાં સત્ય, નીતિ અને પ્રમાણિકતા હોય છે તેવા આત્માઓને દેવો પણ નમસ્કાર કરે છે.
અહીં પણ દેવ આકાશમાંથી ગર્જના કરીને ઉલ્લાસમાં આવીને કહે છે તે અરહનક શ્રાવક! અહે મારા વીતરાગ ભગવાનના શ્રમ પાસક! મેં બહુ ભૂલ કરી છે. સુધર્મા સભામાં આપનાં જેવા વખાણ થયા હતા તેવા બરાબર હું પ્રત્યક્ષ જોઉં છું. હું તને હાથ જોડીને નમસ્કાર કરું છું. તને ધન્ય છે ને તારી જનેતાને પણ ધન્ય છે કે તારા જેવા પુત્રરત્નને જન્મ આપ્યું. અહા હે દેવાનુપ્રિય! તમે