________________
શારદા શિખર અબર છે? હું આપને કહું. જ્ઞાનરૂપી ભંડાર અક્ષય છે. રાજાના ભંડારને ચેરાવાને, લૂંટાવાનો ને નાશ થવાને ભય છે. જ્યારે આ ભંડારને કેઈ જાતને ભય નથી હેતે. કઈ માણસ પાસે પાપના ઉદયથી ધન ન હોય તેથી તે પિતાને ગરીબ માને છે. પરંતુ જ્ઞાની કહે છે કે જેની પાસે સમ્યકજ્ઞાન રૂપી ધન નથી તે ગરીબ છે. જેની પાસે ભૌતિક ધન નથી પણ જ્ઞાનરૂપી ધન છે તે સંસારના વિષમ માર્ગ ઉપર પણ બેફીકર થઈને નિશ્ચિતતાથી ચાલતે મોક્ષના દરવાજા સુધી પહોંચી શકે છે. જ્ઞાન એ આત્માની અખૂટ, અક્ષય સંપત્તિ છે. - જ્ઞાની પુરૂષોએ સંપત્તિના બે પ્રકાર બતાવ્યા. એક બાહ્ય સંપતિ અને બીજી આધ્યાત્મિક સંપત્તિ. બાહ્યસંપત્તિ આંખ સામે પ્રત્યક્ષ દેખાય છે. ધન, માલ-મિલ્કત બધું બાહ્યસંપત્તિ છે જ્યારે જ્ઞાન, આત્મશ્રદ્ધા, ક્ષમા, વિનય, સંતેષ આ બધી આધ્યાત્મિક સંપત્તિ છે. બાહ્યસંપત્તિ કઈ લૂંટી શકે પણ આધ્યાત્મિક સંપત્તિને માનવ તે શું અરે દેવમાં પણ તાકાત નથી કે તે લૂંટી શકે. જેને આ સંપત્તિની ઓળખાણ નથી તે બહાર ફરે છે.
એક સુખી શ્રીમંત શેઠ હતા. તેમણે અન્યાય, અનીતિ, દગાપ્રપંચ તેમજ વિશ્વાસઘાત આદિ અનેક પાપ કરીને ઘણું ધન ભેગું કર્યું. તે શેઠ પૈસા પાછળ પાગલ હતા. પૈસો એ તેનું સર્વસ્વ સમજતા હતા કારણ કે તેમના જીવનમાં ઘણે લભ હતો. તેથી જીવનમાં ગમે તેવા પાપ કરીને પણ ધન ભેગું કરવામાં આનંદ માનતો. ને ખૂબ હરખાતે કે મારી પાસે કેટલી બધી સંપત્તિ, વૈભવ અને સુખ છે ! તેને ધન નજર સમક્ષ દેખાતું પણ ધન મેળવવા માટે મેં કેટલું પાપ કર્યું તે દેખાતું નહોતું. પરંતુ જ્ઞાની કહે છે કે રૂએ લપેટેલી આગ છૂપી રહે તે પાપ છૂપા રહે શેઠના પુણ્યને ઉદય હતો ત્યાં સુધી તે પાપ કરીને ધન ભેગું કર્યે રાખ્યું. આ ધનને મેળવવા, સાચવવામાં ક્યારે પણ ધર્મરૂપી ધન તે યાદ કર્યું નહિ.
સમય જતાં શેઠનાં પુણ્યનો સીતારે અસ્ત થવા લાગે. તેથી કઈ માણસે રાજાને ખબર આપી કે આ શેઠે અન્યાય, અનીતિ, અને વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયા ભેગા કર્યા છે તે દગા-પ્રપંચ કરવામાં શુરવીર ને ધીર છે. રાજાને આ વાત સાંભળી ખૂબ ગુસ્સો આવે. કારણ કે રાજા પિતે ખૂબ પ્રમાણિક અને ન્યાયસંપન્ન હતા. રાજાએ પોતાના માણસને હુકમ કર્યો કે તમે તે શેઠની તમામ મિલ્કત જપ્ત કરી લે. અને તે બધું ધન દીન-દુઃખી, નિરાધાર, અપંગ, અનાથોને વહેંચી દે. સરકારને આ કાયદે બહાર પડયા. તે સંદેશ શેઠને પહોંચ્યું. જેને મન ધન એ પ્રાણુ અને સર્વસ્વ છે. એવા શેઠને આ સમાચાર તે પ્રાણ લે તેવાં આઘાતજનક બન્યા ને માથું પછાડવા લાગ્યા. તે એકદમ ગભરાઈ ગયા. લેકેને ભરમાવી દગા