________________
શારદા શિખર એને મન તે ઉજળું તેટલું દૂધ દેખાય છે. કામી માણસો જેના ઉપર મુગ્ધ બને છે તેને પિતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થાય છે. તેમ કનકમાલાએ પ્રદ્યુમ્નકુમારને પિતાના મહેલે આવેલે જઈને માની લીધું કે હવે આ મારા ઉપર મુગ્ધ બન્ય છે એટલે મારી ઈચ્છા પૂરી થશે. એ વિશ્વાસ કરીને તેણે પિતાની પાસે રહેલી રોહીણી અને પ્રજ્ઞપ્તિ એ બંને વિદ્યાએ પ્રદ્યુમ્નકુમારને આપી. અને તેની વિધિ પણ બતાવી દીધી. પ્રદ્યુમ્નકુમારે બંને વિદ્યાઓ હસ્તગત કરી લીધી. વિદ્યાધરી કનકમાલા મોહાંધ બની હતી પણ પ્રદ્યુમ્નકુમાર મોહાંધ ન હતું. એ પિતાના ચારિત્ર ધર્મમાં અડગ હતા. કનકમાલાએ કહ્યું- સ્વામીનાથ! મેં મારું ઘર ખાલી કરીને મારું સર્વસ્વ આપના ચરણમાં અર્પણ કરી દીધું. હવે આપ મારી ઘણાં દિવસની ઈચ્છા પૂર્ણ કરે. આવે, મારી સાથે બેસો. આપણે ઈચ્છિત સુખે ભેળવીએ. કનકમાલાનાં મેહભર્યા વચન સાંભળીને પ્રધુમ્નકુમારે કહ્યું કે હે માતા! મેં તો જન્મ ધરીને મારા માતા-પિતા તરીકે તમને જોયાં છે. મારી જન્મદાતા માતા કે પિતાને જોયા નથી. જે માતાની ગાદમાં મને માતૃપ્રેમ મળતો હતો તે માતાને હું પતિ બનું તે તને ચોગ્ય લાગે છે ? જળમાં અગ્નિ પ્રગટ થાય, ચંદ્રમાંથી અંગારા ઝરે કે સૂર્યમાંથી શીતળતા વરસે અને પવિત્ર ગંગાનદીને પ્રવાહ ઉહ વહેવા લાગશે, તે પણ આ તારે પુત્ર પિતાનું શીયળવત તોડવા તૈયાર નથી, ચાહે તું મારા ગુણગાન કરીશ અગર તો મારા અવર્ણવાદ બેલીશ કે મારી નાંખીશ તે મરી જઈશ પણ મારું સત્ય તળશ નહિ. એક તે તું મારી પાલક માતા છે. બીજી તે મને વિદ્યાઓ આપી. જે આપણને વિદ્યા આપે તે ગુરૂ કહેવાય. તે ગુરૂને પણ માતા કહેવામાં આવે છે. એટલે તું મારી ગુરૂમાતા બની ગઈ. અને જગત તે તને મારી જનેતા માને છે. હવે તું વિચાર કર. માતા સાથે વિષય ભોગ ભોગવી શકાય ? તું માતા તરીકે મને જે આજ્ઞા કરીશ તેનું પાલન કરવા હું ખડે પગે તૈયાર છું. પણ પત્ની તરીકે નહિ.
વાપાતસમ વચન શ્રવણકર અબ વાઘન રૂઠી,
કર જુહાર પ્રદ્યુમ્ન સિધાયે, ડાર હાથ સે છૂટી હે.... પ્રદ્યુમ્નકુમારનાં વચન સાંભળીને કનકમાલાને તેના હૃદય પર વજી તટી પડયું હોય તે આઘાત લાગ્યો, અને જેમ વિફરેલી વાઘણુ ધડૂકે તેમ ધડૂકા કરતી બાલવા લાગી કે પાપી ! આટલું સમજાવવા છતાં માનતા નથી. હવે જોઈ લે. કનકમાલાએ તેને હાથ પકડયો. ત્યારે પ્રદ્યુમ્ન વિચાર કર્યો કે આ વાઘણની જેમ વિફરી છે.. અહીં એક ક્ષણ ઉભા રહેવા જેવું નથી. એટલે એક ઝાટકે તેના હાથમાંથી પિતાને હાથ છોડાવી જેમ વૃક્ષ ઉપરથી ડાળ તૂટી પડે તેમ બારીએથી પડતું મૂકીને પ્રદ્યુમ્નકુમાર ભાગી ગયો.