________________
શારદા શિખર
પિતાની બુદ્ધિ, સાધન, અને કિંમતી વસ્તુઓ વડે કુંડળને સાધવાની ખૂબ મહેનત કરી. પણ કઈ રીતે તેઓ કુંડળ સાંધી શક્યા નહિ. તેમના બધાં પ્રયત્ન નિષ્ફળ ગયા. એટલે ઉદાસ બનીને તેઓ કુંભક રાજા પાસે આવ્યા. આવીને બંને હાથ જેડીને મહારાજાને ય થાઓ, વિજ્ય થાઓ ! એવા મધુર શબ્દોએ આનંદિત કર્યા ને કહેવા લાગ્યા છે સ્વામીન ! આપે અમને બેલાવીને આ દિવ્યકુંડળને સાંધી આપવાની આજ્ઞા કરી હતી. અમે એ કુંડળ લઈને અમારા સ્થાને ગયાં. ત્યાં જઈને અમે ઘણું ઉપાયે ને સાધનેથી બંને કુંડળોના તૂટેલા ભાગને સાંધવા માટે ઘણું મહેનત કરી, ઘણાં પ્રયત્ન કર્યો, અમારી જેટલી શક્તિ હતી તેટલી ખર્ચી નાંખી, કોઈ ઉપાય બાકી રાખ્યો નથી પણ એને સાંધવામાં અમે સફળ થયા નહિ. તે હે સ્વામી ! આપની આજ્ઞા હોય તે આ દિવ્યકુંડળે જેવાં બીજા કુંડળે ઘડી આપીએ.
આ પ્રમાણે નીના મુખેથી વાત સાંભળીને કુંભક રાજા તેમના ઉપર ખૂબ ક્રોધથી લાલપીળાં થઈ ગયા અને ભમ્મરે ઉંચી ચઢાવીને કહેવા લાગ્યા કે તમે આ એ કુંડળનાં તૂટેલા ભાગને સાંધી શકવામાં અસમર્થ છો તે તમે સુવર્ણકાર કઈ રીતે છે? જે સુવર્ણકાર હોય છે તેઓ તે તેમની કલા માત્રથી સોનાના એવા દાગીના તૈયાર કરી આપે છે કે જેનાથી રાજાઓના મન પ્રસન્ન થઈ જાય છે. અને તમે તે આ બે કુંડળોના સાંધા પણ સાંધી શકતાં નથી. તે પછી આવા કુંડળ કયાંથી બનાવી શકવાનાં છે? તમારા સેનીપણામાં ધૂળ પડી. આ રીતે કુંભક રાજા ક્રોધથી લાલ થઈને સોનીઓને કહેવા લાગ્યા. મહારાજાને ગુસ્સો જોઈને બિચારા સોની તે થરથર ધ્રુજવા લાગ્યા. મોટી આશાએ રાજાને રીઝવવા આવ્યા હતાં પણ રાજા રીઝવાને બદલે ખીજાઈ ગયા. હવે રાજા આ સેનીઓને કેવી શિક્ષા કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર ઃ ભલે ઉદધિકુમારીને લેવા માટે ખૂબ હઠ પકડી અને કહ્યું કે કુંવરી આપે તે જવા દઈશ નહિતર નહિ જવા દઉં. ભીલને હઠાગ્રહ જોઈને બધા કોર અને સૈનિકે ઉશ્કેરાઈ ગયા, ને બોલવા લાગ્યા કે હવે આ નીચની સાથે વાત કરવા જેવી નથી. એને મારીને સીધા કરવા જેવો છે. એમ કહી શૂરવીર સૈનિકે તલવાર લઈને તેને મારવા દેયા. ત્યારે ભલે વિદ્યાના બળથી તેનાં જેવાં ઘણાં ભલે બનાવ્યા. અને બંને વચ્ચે ભયંકર યુધ્ધ જામ્યું. તેમાં ભલે તે ઝાડનાં ઝાડ ઉખાડીને સૈન્ય ઉપર નાંખવા લાગ્યા. ઘણાં શસ્ત્રથી લડવા લાગ્યા. થોડીવારમાં તે કૌરવ સિનિકે ત્રાસી ગયાં ને તેમનાં હાથી, ઘેડા, રથ છોડીને જીવ બચાવવા આમથી તેમ ભાગવા લાગ્યા. સાથે ભેજન સામગ્રીમાં લાવેલા ઘી-તેલના ડબ્બા ઢળાઈ ગયાં. ઘઉં, ચેખા, ખાંડની ગુણીઓ બધું વાહનમાંથી નીચે પડી ગયું. એટલે ત્યાં ઘી તેલની તે નદીઓ વહેવા લાગી. ઘઉં ચેખાની ગુણે ફાટી ગઈ ને અનાજ જમીન