________________
શારદા શિખર પેટ તે એટલું મોટું બનાવ્યું છે કે તેને ઓળંગીને કઈ જઈ શકે નહિ. બલભદ્રજીએ કહ્યું કે હે બ્રાહ્મણ! તમે રસ્તે રોકીને સૂઈ ગયાં છે તે જરા દૂર ખસો. ત્યારે કહે છે ભાઈ! મને ભારે શરીરવાળાને ખસેડે છે તે તેના કરતાં તમે બીજે દરવાજેથી મહેલમાં જશે તે વાંધો નહિ આવે. જે તમારાથી એટલું ન ચલાતું હોય તે મને ઓળંગીને અંદર જઈ શકે છે. ત્યારે બલભદ્રજીએ કહ્યું કે બ્રાહ્મણના શરીરને ઓળંગવું તે યોગ્ય ન કહેવાય. માટે સમજીને મને રસ્તે આપે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું તમને જરૂર રસ્તે આપત પણ મારી દશા શું થઈ છે તે તમે સાંભળો.
આજે હું સત્યભામાને ઘેર જમવા માટે ગયા હતા. એણે મને આગ્રહ કરી કરીને એટલી બધી મીઠાઈ ઓ ને ફરસાણ ખવડાવ્યું છે કે મારું પેટ ફુલીને હમલ થઈ ગયું છે. એટલે મારાથી ઉઠી શકાય તેમ નથી. માટે નાના મેટાનો ભેદભાવ છોડીને તમે બીજા દરવાજેથી જાઓ. છેવટે બ્રાહાણ ઉયે નહિ તેથી બલભદ્રજીને ખૂબ ગુસ્સો આવ્યા. ગુસ્સામાં આવીને બલભદ્રજીએ કહ્યું. તું ઉઠે છે કે નહિ? જે સીધી રીતે નહિ ઉઠે તે તારા પગ પકડીને ખસેડીશ. ત્યારે બ્રાહ્મણે કહ્યું તમે મોટા રાજા છે. તમારે જે કરવું હોય તે કરે પણ મારાથી ઉઠી શકાશે નહિ. એટલે બલભદ્રજીએ તેને પગ પકડીને દૂર ખસેડવા પ્રયાસ કર્યો. હાથ અને પગ ખેંચ્યા. જેમ ખેંચ્યા તેમ લાંબા થતા ગયા. બલભદ્રજી વિચારમાં પડી ગયા કે આ શું? છેવટે બલભદ્રજીએ બ્રાહ્મણને ઉંચકીને ફેંકી દીધો. પણ પાછું વાળીને જોયું તે ત્યાંને ત્યાં છે. બે ત્રણ વાર ઉંચકી ઉંચકીને ફેંકા પણ અંતે ત્યાં જ હોય. આથી બલભદ્રજીને ગુસ્સે ઓર વધી ગયે. અહા ! આ કઈ જાતની માયાજાળ ફેલાવી છે ! હું આટલે બળવાન હોવા છતાં પહોંચી શકતા નથી. તે બીજા સુભટનું શું ગજું? ભીમરાજાની પુત્રી રૂક્ષમણી તે પાકી ધુતારી ને નિર્લજ છે. એને કેઈની લાજ કે શરમ નથી- મંત્ર-જત્ર અને વિદ્યાઓના બળથી મારા ભાઈ કૃષ્ણને એનામાં અંધ બતાવી દીધો છે. એટલે બીજી રાણીઓના સામું શેને જુએ? બલભદ્રજી ગુસ્સો કરીને ત્યાહે રૂક્ષમણી ! તે ખૂબ મેલી વિદ્યા સાધી છે. તેના બલ ઉપર આટલું કરી રહ્યા છે ને વડીલને પણ તમે છેડયાં નથી. પણ હવે હું તમને છોડનાર નથી. હમણાં તમારી ખબર લઈ નાંખીશ એમ કહીને બલભદ્રજી આગળ વધ્યા.
ત્યાં તે પ્રદ્યુમ્નકુમારે બ્રાહ્મણનું રૂપ બદલી જંગલી સિંહનું રૂપ લીધું. મેટી કેશવાળી, તીક્ષણ દાંત અને પૂંછડી પટપટાવત સિંહ રૂક્ષમણીના મહેલમાંથી છલાંગ મારીને બહાર નીકળે ને જોરજોરથી ગર્જના કરવા લાગ્યા. સિંહની ગર્જના સાંભળી લેકે ભયભીત બનીને ભાગવા લાગ્યા. બલભદ્રજી વિચિત્ર સિંહને જોઈને વિચાર કરવા લાગ્યા કે પેલે જાડી બ્રાહ્મણ ક્યાં ગયે ? ને આ સિંહ ક્યાંથી આવ્યું ? નક્કી આ રૂક્ષમણી પાકી જાદુગર છે. સિંહ અને બલભદ્ર બંનેનું સામાસામી યુધ્ધ