________________
tiા ખિરે અમારા દરેક કાર્યમાં મેઢીભૂત–આધારભૂત હતા. જેમ મકાન પાયાના આધારે ટકે છે ને ધાબુ પાટડાના આધારે ટકે છે. આજે તે મોટી મોટી ઈમારતે સ્થંભના આધારે ટકી શકે છે. આ રીતે છ રાજાઓ મલ્લીનાથ ભગવાનને કહે છે કે તમે ત્રીજા ભવમાં અમારા માટે દરેક કાર્યોમાં આધારભૂત હતાં. સમ-વિષમ માર્ગને બતાવનાર હોવાથી અમારા માટે ચક્ષુભૂત હતા. અમને ધર્મના માર્ગે વાળ્યા હતા તેથી ધર્મની ધુરા રૂપ હતાં અને દેવલોકમાં પણ આપણે સાથે રહ્યા અને એકબીજાને ધર્મ પમાડવાનો સંકેત કર્યો. તેથી આ ભવમાં આપ અમને જગાડ્યા.
અમે તે કેવું ભાન ભૂલ્યા હતાં કે આપના રૂપ ગુણની પ્રશંસા સાંભળીને આપની સાથે લગ્ન કરવા માટે તૈયાર થયા. સંસારનાં વિલાસી સુખની ઈચ્છાથી આપના પવિત્ર પિતાજી કુંભક રાજાને હરાવી તમને પરણવા માટે મેટું યુદ્ધ કરવા આવ્યા ને યુદ્ધ કર્યું. ઘણાં સુભટેનાં મોત થયાં. લેહીની નદીઓ વહાવી. અમે આવી કારમી હિંસા કરી. અમારું શું થશે ? અમારા જેવા પાપી આત્માઓને આપે પાપથી અટકાવ્યા.
કે ઝળહળ દી આપે ભીતરમાં પ્રગટાવે,
અંતરને અજવાળીને અમને માર્ગ બતાવ્યું. મારી મનીષા તે એ છે, જેણે ઓગાળે આ ગાઢ ભૂમિને અંધકાર, તે ઉપકારી જગદિપકના મને મળે સંસ્કાર–મારા હૈયાના હાર”
હે પ્રભુ! અમે આપને ઓળખ્યાં નહિ. આપ અમારા અજ્ઞાન રૂપી અંધકારથી ભરેલાં અંતરમાં જ્ઞાનને દીપક પ્રગટાવ્યા. આપે અમને સાચા માર્ગે વાળ્યા. પાપથી અટકાવ્યા. આવા અમારા મહાન ઉપકારી ભગવંત! આપને જે સંસાર દુઃખરૂપ લાગે છે ને આપ સંયમ પંથે સીધાવે છે તે પછી અમારો આધાર કેશુ? આપના વિના અમને ન ગમે. માટે “વિ રેવાનુfgયા! સંસાર મfar जाव मीया जम्ममरणाणं देवाणुप्पिया णं सध्धि मुंडा भवित्ता जाव पव्वयामो।" હે દેવાનુપ્રિય! અમે સંસારના ભયથી વ્યાકુળ તેમજ જન્મમરણના ભયથી ત્રાસ પામ્યા છીએ. તેથી અમે પણ આપની સાથે મુંડિત થઈને જિન દીક્ષા અંગીકાર કરીશું. - હે ભગવંત ! આજથી ત્રીજા ભાવમાં પણ આપની પ્રેરણાથી દીક્ષા લીધી હતી. આપ જ અમારા તારણહાર હતા. આ ભવમાં પણ આપ જ અમારા છએનાં તારણહાર બનો. અમે આપની સાથે દીક્ષા લઈશું. છ રાજાઓ આવ્યા હતાં યુદધ કરીને મલ્લીકુમારીને પરણવા, પણ મલ્લીકુમારીના ઉપદેશથી ઠરી ગયા અને દ્રવ્ય યુધ કરવાનું છેડી કર્મરાજા સાથે સંગ્રામ કરવા તૈયાર થયા. તમારી કેઈની આટલી તૈયારી