________________
શારદા શિખર
૯૨૭ થયું. છેવટમાં માયા સંકેલી કુમાર માતાના મહેલમાં ગયે ને બલભદ્રજી વિચાર કરતા થયા. રૂક્ષ્મણીએ પોતાના લાલનું બધું પરાક્રમ જોયું. તેણે હેતથી પુત્રને બાથમાં લઈ લીધે ને કહેવા લાગી–દીકરા ! તું ઉંમરમાં છેટે છે ને પરાક્રમમાં મટે છે. શું તારી બુદ્ધિ ને શક્તિ છે !.
રૂક્ષ્મણએ પૂછેલ નારદજીનાં સમાચાર”: બેટા! તું મને મળે ને મારું દુઃખ ગયું પણ તારા ક્ષેમકુશળના સમાચાર દેનારા પરમ ઉપકારી નારદજી હમણાં કેમ દેખાતાં નથી ? તેની મને ચિંતા થાય છે ? કુમાર કહે માતા! તું ચિંતા ન કર. એ નારદ બાપા તે મને વિમાન લઈને તેડવા આવ્યાં હતાં. તે મારી સાથે આવ્યા છે. ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું તે અહીં તેમને સાથે કેમ ન લાગે ? ત્યારે પુત્રે કહ્યું–માતા ! દ્વારકાની બહાર તારી પુત્રવધુ ઉદધિકુમારીની રક્ષા કરવા ત્યાં રોકાયા છે. બેટા ! તું તે મારી પણ મજાક કરવા લાગે ! હજુ તારાં લગ્ન તે થયાં નથી ને પુત્રવધુ ઉદધિકુમારીની વાત કરે છે. તે વળી કોણ છે ! ત્યારે પ્રધુને કહ્યું છે માતા! તું મને ઉધ્ધત ન સમજીશ. રૂક્ષમણીએ ફરીને પૂછ્યું કે તે તે ઉદધિકુમારી કેણ છે ને શું વાત છે ? તે મને કહે. ત્યારે પ્રધુમ્નકુમારે વૈતાઢય પર્વત ઉપરથી આવતાં કેવી રીતે ઉદધિકુમારીનું હરણ કર્યું તેમજ દુર્યોધને મારા પિતાજી સાથે શરત કરી હતી કે જે પુત્ર પહેલે જન્મશે તેની સાથે તેની પુત્રી પરણાવશે. તે હું ભાનુકુમાર કરતાં પહેલાં જ છું. એટલે હું મટે છું. તેથી મેં ભીલનું રૂપ લઈને દુર્યોધનની પુત્રી ઉદિપકુમારીનું અપહરણ કર્યું છે. તેમને હું વિમાનમાં બેસાડી દ્વારિકા નગરીમાં આવ્યું ને સત્યભામાનું વન, વાવ બધું ઉજજડ કર્યું. નગરીમાં બધું તેફાન મચાવી સત્યભામાનું માથું મુંડીને તારા મહેલે આવ્યું. તે બધી વાત રૂક્ષમણીને કહી સંભળાવી. પુત્રનાં પરાક્રમની વાત સાંભળીને રૂકમણી તે મેઢામાં આંગળા નાંખી ગઈ, અહે, શું મારો દીકરે છે !
રૂમણું કહે બેટા ! તારા પિતાને ખબર નથી કે મારો લાલ આવે છે. હું જેમ તારા વિગે ઝૂરતી હતી તેમ તારા પિતા પણ મૂરતાં ને સભામાં પણ જતાં ન હતાં. નારદજી તારા જીવતાંના શુભ સમાચાર લઈને આવ્યા પછી તેમનું મન શાંત થયું ને તે કચેરીમાં જતાં થયાં. તે બેટા ! તારા પિતાજી કૃષ્ણ મહારાજાને પ્રણામ કરીને તેમને પ્રસન્ન કર. એ તે તને જોઈને ગાંડા ઘેલા બની જશે. રાત-દિવસ એ તારું મુખ જેવાં તલસી રહ્યા છે માટે હવે તું વિલંબ કર્યા વગર જ દી તારા પિતાજી પાસે જા.
હે માતા ! તું મને કહે છે કે તારા પિતાને મળવા માટે જા. હું મારા પિતાજીને મળવા કેવી રીતે જાઉં? ત્યારે રૂક્ષમણીએ કહ્યું-અત્યારે મોટી સભામાં