________________
૯૨૮
શારદા શિખર તારા પિતાજી ઘણાં યાદવે સાથે બેઠાં છે. ત્યાં તું જઈને તેમના ચરણમાં પડજે. પછી એ તને પૂછશે કે તું કેણ છે? આ પ્રમાણે રૂક્ષમણીએ કહ્યું એટલે પ્રદ્યુમ્નકુમાર કહે છે હે માતા ! તે મારું આટલું પરાક્રમ જોયું તે પણ મને આમ રાંકની જેમ મારા પિતાને મળવાનું કહે છે. હવે પ્રધુમ્નકુમાર શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૧૦૨ કારતક સુદ ૫ ને બુધવાર
તા. ૨૭-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! સ્વાદુવાદના સર્જક, વિસંવાદના વિસર્જક અને આગમ વાણીના પ્રરૂપક એવા વીતરાગ પરમાત્માએ અપૂર્વ સાધના કરી ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શનની જત પ્રગટાવી. આપણે પણ આત્માના પ્રદેશ ઉપર લાગેલાં અજ્ઞાન રૂપી અંધકારને હટાવી જ્ઞાનને દિપક પ્રગટાવવાનું છે. જ્ઞાન દિપકની ઉજજવળ જોત પ્રગટાવવા માટે આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. આજે બને તેટલી જ્ઞાનીની ભક્તિ કરી, બહુમાન કરીને જ્ઞાનની આરાધના કરવાની છે. સાચી સમજણ વિના શુધ્ધ આચરણ થઈ શકતું નથી. અને આચરણ વિના જીવન સંસ્કારી બનતું નથી. જ્ઞાન વિનાનું જીવન અમાસની અંધારી રાત્રી જેવું છે. માટે આજે જ્ઞાન અને જ્ઞાનીની ઉપાસના કરી જ્ઞાનપંચમીના દિવસને સફળ બનાવે છે.
જેટલું જ્ઞાન મેળવશે તેટલે આત્મા ઉજજવળ બનશે, ને આત્માની તિ ઝળહળી ઉઠશે. આત્માને મૂળ સ્વભાવ જ્ઞાતા અને દષ્ટા છે. તે જે પ્રગટ થશે તે જ્ઞાની કહે છે કે તું અપૂર્વ સમાધિ પ્રાપ્ત કરી શકીશ. અને સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિ થતાં સાચી દષ્ટિ પ્રાપ્ત થશે. જ્ઞાનની જીવનમાં ખૂબ આવશ્યક્તા છે. જ્ઞાન વિનાનું જીવન વેરાન વન જેવું છે. જ્ઞાન દ્વારા મનુષ્ય જીવ, અજીવ, હય, સેય અને ઉપાદેયને વિવેક કરી શકે છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. એટલે જ્ઞાન અને દર્શન આત્માની સાથે જાય છે. ચારિત્ર આ ભવ પૂરતું છે. જ્ઞાન આત્માથી કદી અલગ પડતું નથી. કેઈ માણસ એમ કહે કે મારે સાકરમાંથી ગળપણ અલગ પાડવું છે તે તે પડી શકે નહિ. કારણ કે સાકર એ ગળપણ અને ગળપણ એ સાકર છે એટલે તે અલગ પડી શકતું નથી. તેમ આત્મા પિતે જ્ઞાન સ્વરૂપ છે. તેનાથી જ્ઞાન અલગ થઈ શકતું નથી. જ્ઞાન આત્મામાં રહેલું છે. તે બહારથી આવતું નથી પણ તેના ઉપર આવરણ આવી જવાથી દબાઈ ગયું છે.
જીવ છ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. જ્ઞાનીનું કૂંડું બોલવાથી, જ્ઞાનીને,