________________
શારદા શિખર
૯૫ કાર શિfહે પુત્રી ! હું જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓને કેમ હરાવવા તે માટે તેમના છિદ્રો-દેની મને જાણકારી થાય તે માટે લાગ જોઈ રહ્યો છું. પણ અત્યાર સુધીમાં તેમનાં એક પણ છિદ્રની (ખામીની) જાણ થઈ નથી. ઘણાં ઉપાયોથી તેમને હરાવવાના મેં વિચારે કર્યા. ઔત્પાતિકી વિગેરે બુધિઓથી મંત્રીઓ સાથે વિચારણા કરી પણ તેમને હરાવવાનાં કે સ્વાધીન બનાવવા મને એક પણ ઉપાય જડતું નથી. તેથી અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરતે આર્તધ્યાનમાં તલ્લીન બનીને બેઠો છું. * મલ્લીકમારીએ પોતાના પિતાની વાત શાંતિથી સાંભળી. મલલીકુમારી ખૂબ ડાહી ને વિવેકી દીકરી છે. ભાવિમાં તીર્થકર બનવાનાં છે તેમનામાં શું ખામી હોય ? એમણે અવધિજ્ઞાનથી જાણી લીધું હતું કે મારા પૂર્વનાં મિત્રો મારા માટે શું કરશે? એટલે તેમણે અગાઉથી તૈયારી કરી લીધી છે. આ તો પવિત્ર ને જ્ઞાની પુત્રી છે પણ એવાં ઘણાં દાખલાં જેવાં મળે છે કે દીકરી ડાહી હોય તે માતા પિતાની ગમે તેવી ચિંતામાં હોય તે દૂર કરે છે. (અહીં પૂ. મહાસતીજીએ ધનપાલ પંડિત અને તેમની પુત્રી તિલક મંજરી અને રાજાનું સુંદર દષ્ટાંત આપ્યું હતું. દીકરીએ બાપની ચિંતા કેવી રીતે દૂર કરી તે ખૂબ છણાવટથી સમજાવ્યું હતું.)
મલલીકમારી કુંભક રાજાની ગુણીયલ, ગંભીર, વિવેકી અને ડાહી દીકરી છે. તેણે પિતાની વાત સાંભળીને કહ્યું પિતાજી! આપ બિલકુલ ચિંતા કરશે નહિ. હું આપની ચિંતા દૂર કરવાને એક ઉપાય બતાવું છું. હે પિતાજી ! તમે જિતશત્રુ વિગેરે છે એ રાજાઓમાં દરેકે દરેક રાજા પાસે એકેક ગુપ્ત દૂત એકાંતમાં મેકલે અને દરેકને આ પ્રમાણે કહેવડાવે કે હું તમને મારી શ્રેષ્ઠ પુત્રી મલીકુમારીને આપું છું. તેમ કહેવા દરેક તે ગુપ્ત રીતે રાજાની પાસે મોકલે અને સાથે એ કહેવડાવે છે તે રાજાઓ સૂર્યાસ્ત થયા પછી સંધ્યાકાળના સમયે આવે. કારણ કે તે સમયે માર્ગમાં નગરજનેની અવરજવર ઓછી થવા માંડી હોય. વહેપાર ધંધા માટે ગયેલાં વહેપારીઓ, નોકરીયાતે પાછા ફરી પિતપોતાના ઘરમાં વિશ્રાંતિ લેવા બેઠાં હોય, વાતાવરણ શાંત હોય, ત્યારે છ એ રાજાઓને મિથિલા નગરીમાં બોલાવે અને તેમને ગર્ભગૃહમાં જે અલગ અલગ રૂમ બનાવ્યાં છે તેમાં છ એ રાજાઓને અલગ અલગ રાખો. એ રાજાઓ નગરીમાં પ્રવેશ કરી ગયા પછી મિથિલા નગરીના દરવાજા બંધ કરાવીને તમે આત્મરક્ષા-નગરીની રક્ષા કરવા સાવધાન થઈને રહો.
આ પ્રમાણે મલ્લીકુમારીની વાત સાંભળીને કુંભક રાજાની ચિંતા ઓછી થઈ. જેમ કેઈ દેવાદારનું દેવું કઈ ભરી દે ને આનંદ થાય તેમ રાજાને આનંદ થશે. ૧૧૪