________________
શારદા શિખર હવે કુંભક રાજા મલ્લકુમારીની સૂચના મુજબ કામ કરશે ને તેનું પરિણામ શું આવશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : દાસીઓએ કરેલી રૂક્ષ્મણીની પ્રસંશા : રૂક્ષ્મણના વાળ લઈને દાસીએ જાય છે. એ બધીઓને નાક કાન વગરની બૂચી અને માથે મુંડી જોઈને લોકે તે હસવા લાગ્યા. અરે! આ તે ઢોલ નગારા વગાડતી રૂકમણીનું માથું મુંડવા ગઈ હતી. તેને બદલે એમનું માથું તે મુંડાવ્યું. ભેગા નાક ને કાન પણ મુંડાવીને આવી લાગે છે. એમ કહીને લેકે તેમના સામું જોઈને હસવા લાગ્યા. ત્યારે એ માનવા લાગી કે આપણે કેટલા રૂપાળા લાગીએ છીએ? આપણું રૂ૫ સૌંદર્ય જોઈને લોકે ખુશ થઈને હસે છે. બીજું આપણે રૂક્ષમણીનાં વાળ ઉતારી સત્યભામાનું ગૌરવ વધારીને આવ્યાં છીએ. તેથી બધાં હર્ષમાં આવીને હસે છે. સત્યભામાની દાસીઓ અને સખીઓ એટલી બધી હર્ષઘેલી બની ગઈ છે કે તે એકબીજાના સામું પણ જતી નથી. એકબીજાના સામું જુએ તે પણ ખબર પડે કે નાક, કાન ને વાળ કયાં ગયા? એ તે હસતી, કૂદતી ને નાચતી હર્ષભેર સત્યભામા પાસે આવીને રૂકમણીનાં બે મેઢે વખાણ કરવા લાગી. હે મહારાણી! શું રૂક્ષ્મણીને પ્રેમ! શું તેને મીઠે સ્વભાવ છે ! એ બેલે તે જાણે ફૂલ ઝરે ને ચાલે તે પગમાંથી કંકુ ઝરે! એવી પણ છે. અમે એનું માથું મુંડવા ગયા પણ નામ ક્રોધ નહિ. પ્રેમથી વાળ ઉતરાવ્યાં. એટલું પણ નથી બોલ્યા કે સત્યભામા મારી મેટી બહેન થઈને એણે મારું માથું મુંડાવ્યું ? આવી મારી સાથે શરત કરી? કંઇ બેલ્યા નથી. તેને ગુણને તે પાર આવે તેમ નથી.
પિતાની દાસીઓ અને સખીઓ રૂક્ષ્મણીના આટલા બધા વખાણ કરે છે. આ સાંભળીને સત્યભામા ક્રોધથી ભભૂકી ઉઠી. હે દાસીઓ! તમે મારી થઈને મારા વખાણ નથી કરતી ને એનાં આટલાં બધા વખાણ કરે છે? એણે મારા સુખમાં આગ લગાડી છે. એ જ્યારથી આવી ત્યારથી કૃષ્ણજી એનામાં અંધ બન્યા છે. છતાં તમને એના ગુણ ગાવાનું મન થાય છે ? ચૂપ રહે. મારે કાંઈ સાંભળવું નથી. “ઔર બાત તે પીછે કરના, પહલે દે દરસાઈ
નાક કાન અંગુલીયા, કહાં પર તુમ રખ આઈ હે” શ્રોતા હે સખીઓ અને દાસીઓ ! રૂક્ષમણના વાળ ક્યાં છે તે મને બતાવે. થાળી ઉપરથી કપડું ખેલ્યું તો બિલકુલ વાળ નથી. દાસીઓ કહેવા લાગી કે આપણી નજરે વાળ ઉતાર્યા છે ને વાળ કયાં ગયા? સત્યભામા તાડૂકીને કહે છે તમે એનાં વાળ તે નથી લાવ્યાં પણ આ તમારા નાક, કાન, વાળ અને આંગળીઓ બધું પાઈને આવ્યાં છે. આથી બધાએ એકબીજાના સામું જોયું. અરેરે.... આપણને