________________
કે
શારદા રેખર આવું કેણે કર્યું? આપણું નાક ને કાને કપાયા તેની વેદના પણ નથી થતી ને આ શું થઈ ગયું? આમ બોલતી મેઢા ઢાંકીને અંદર જતી રહી ને રડવા લાગી.
સત્યભામાએ બધાને શાંત પાડયા, ને કહ્યું કે આવું કરનાર કેશુ છે ? મને તે લાગે છે કે એ રૂક્ષમણી કંઈક જાદુમંત્ર કરતી લાગે છે. તે સિવાય આવું ન બને. ત્યારે દાસીઓ કહે છે બાઈ! તમે એ પવિત્ર સતીનું નામ ન લેશે. એ તે દેવી છે. એનાં અવર્ણવાદ બોલીએ તે આપણે નરકમાં જવું પડે, એને તે બિલકુલ દેષ નથી. પણ એ સતીના માથે મુંડન કરવા અમે ગયા એટલે તેની અશાતના કરી. તેથી કઈ દેવે કે પાયમાન થઈને અમારી આવી દશા કરી હશે !
દાસીઓએ તે રૂક્ષ્મણીનાં ખૂબ વખાણ કર્યા પણ સત્યભામાના હૈયામાં ઈર્ષાની હળી સળગી. તે બોલવા લાગી કે પાપણુએ વાળ તે આપ્યા નહિ ને મારી સખીઓ અને દાસીઓનાં માથાં મુંડી નાંખ્યા ! સત્યભામાએ પ્રધાનને બોલાવીને વાત કરી કે કૃષ્ણજી તે કંઈ ધ્યાન આપતા નથી ને આ રૂકમણી તે કેવા તેફાન કરે છે! મારી શરત પ્રમાણે મેં એનું માથું મુંડવા દાસીઓને મોકલી. ત્યારે એણે માથું મુંડાવ્યું તે નહિ પણ ઉપરથી અમારા બધાના માથા મુંડી નાંખ્યા. એણે તે ચેર કેટવાળને દંડે એવું કર્યું.
બંધુઓ ! ઈષ્ય કેવી ભયંકર છે! સત્યભામાએ પોતે તે વધારે રૂપાળી થવા માટે પિતાની જાતે માથું મુંડાવ્યું છે પણ આ વાત કેમ કહેવાય ? એટલે ભેગું કહી દીધું કે મારું માથું પણ તેણે મુંડી નાંખ્યું. તમે સભામાં જઈને કૃષ્ણ મહારાજાને વાત કરો કે આ તમારી રૂક્ષમણી એ તે ઉન્ફાન બનીને અમારી કેવી દશા કરી છે! આ વાત પ્રધાને કૃષ્ણ મહારાજાને કરી. આ સાંભળીને કૃષ્ણજીને તે હસવું આવી ગયું, ને સત્યભામાના મહેલે કૌતુક જોવા માટે આવ્યા. સત્યભામા તથા દાસીઓની દશા જોઈને તે ખૂબ હસવા લાગ્યાં અને તાળીઓ પાડીને કહેવા લાગ્યા વાહ સત્યભામાં વાહ! (હસાહસ) તારે ભાનુકુમાર તે હજુ પર નથી. તે પહેલાં તારું માથું મુંડાઈ ગયું? તારું તે મુંડાચું ભેગું તારી દાસીઓનું પણ મુંડાવ્યું ? જેવી સ્વામીની તેવી સખીઓ ને દાસીઓ. અસા ને તૈસા બધા સરખા ભેગાં થયાં છે. આ રીતે કૃષ્ણ મજાકમાં ઉડાવે છે એટલે એ તે બળવા લાગી. અને કૃષ્ણ પાસે આવીને કહે છે નાથ ! તમે રૂક્ષ્મણીને કંઈક તે કહે. અમારા બધાનાં વાળ લઈ લીધાં. દાસીઓ તે ચિઠ્ઠીની ચાકર કહેવાય. મેં હોડ બકયા પ્રમાણે તેના વાળ ઉતારવા મોકલી તે એનાં વાળ, નાક, કાન બધું કાપી લીધું. આ ઓછો જુલમ કર્યો છે! એ તે અમારા માથે ચઢી બેઠી છે. અમે હોડ બકી ત્યારે તમે તથા મોટાભાઈ બંને અમારી હેડમાં સાક્ષી છે. અમારી હોડ પ્રમાણે રૂક્ષમણીએ તેના વાળ આપવા જોઈએ