________________
વારા શિખર
૧૦
રૂપમાં તારો લાડકવાયો પ્રદ્યુમ્નકુમાર જ છે. બીજું કઈ નથી. તે હે દીકરા ! હવે આ માયાને પડદે દૂર કરીને તારું સાચું રૂપ પ્રગટ કર, અને સેળસેળ વર્ષથી આશાના તંતુએ જીવી રહેલી તારી માતાના મરથ પૂરા કર. માતાના મહેલમાં આવીને પણ શા માટે તારી માતાને તલસાવે છે? તું જે છે તે જલદી પ્રગટ થઈ જા. જેથી મારા આત્માને શાંતિ વળે. માતાને અત્યંત આકુળ વ્યાકુળ જોઈને પ્રધુમ્નકુમારે સાધુનું રૂપ અદશ્ય કર્યું અને જેમ ગાઢ વાદળમાં છૂપાઈ ગયેલે સૂર્ય બહાર નીકળે તેમ પ્રદ્યુમ્નકુમારે તેનું અસલ રૂપ ધારણ કર્યું. એના મુખની ક્રાંતિ કઈ અલૌકિક હતી. એનું તેજ, એનું રૂપ જોઈને ભલ ભલા અંજાઈ જાય એવું તેનું તેજ હતું. સુંદર શરીર અને દેવતાઈ વસ્ત્રાભૂષણે પહેરેલા છે. જાણે બીજે દેવકુમાર જોઈ લે. એનું મુખ જોતાં દેખાઈ આવે છે કે આ છોકરે પરાક્રમી છે. અલૌકિક રૂપ અને સદ્દગુણોથી સૂર્ય સમાન શેતે પ્રદ્યુમ્નકુમાર માતાની પાસે પ્રગટ થયે ને માતાના ચરણમાં પડી ગયો.
રૂકમણીએ તેને બાથમાં લઈને ઉંચકી લીધો ને તેને ભેટી પડી. આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તે ગગ૬ કઠે બેલી–બેટા! આજે સોળ સોળ વર્ષે તારું મોટું જોયું. તે છ દિવસને હતું કે મને મૂકીને ચાલ્યા ગયે. સોળ વર્ષ તારા માટે મેં ગૂરી ઝૂરીને કાઢયા છે. તને શોધવામાં તારા પિતાએ બાકી રાખી નથી. આજે તને જોઈને મારી આંખે ઠરી ગઈ છે. સેળ વર્ષે મારા મહેલમાં આજે સેનાને સૂર્ય ઉો ને મેતીને વરસાદ વરસ્યો. તેને જોઈને મને અપૂર્વ આનંદ થાય છે. વધુ શું કહું મારા લાલ! તને જોઈને આજે મારા સાડાત્રણ કોડ રોમરાય ખીલી ઉઠયાં છે. આટલું બોલતાં તે આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. માતાને પ્રેમ જોઈને પ્રધુમ્નની આંખમાં પણ હર્ષના આંસુ આવી ગયા. અહે! મેં તે સોળ વર્ષ સુખમાં વીતાવ્યા. મને ક્યાં ખબર હતી કે મારી માતા કેણ છે? પણ આ માતાએ સોળ વર્ષ કેવી રીતે વીતાવ્યા હશે! ખેર, જે થવાનું હતું તે થઈ ગયું. માતા ! હવે તું રડીશ નહિ, હવે તારો દીકરે કયાંય જવાને નથી, સદા તારી સેવામાં ખડે પગે હાજર રહેશે. પુત્રનાં મીઠાં મીઠાં બેલ સાંભળીને રૂક્ષ્મણીને ખૂબ આનંદ થયો. એને આનંદ કે હતું તેનું વર્ણન તે જ્ઞાની કરી શકે.
માતાને આવેલું ઓછું : હર્ષની સાથે રૂક્ષમણીની આંખમાં આંસુ આવી ગયા. આ જોઈને પ્રદ્યુમ્ન પૂછ્યું માતા! હવે તું શા માટે રડે છે? તું જેના વિગથી સોળ સોળ વર્ષથી ઝરતી હતી તે તારે નંદ તને મળી ગયે. હવે શા માટે રડે છે? ત્યારે રૂકમણુએ કહ્યું-બેટા ! મને કેઈ વાતનું દુઃખ નથી. તું આવ્યું એટલે મારું બધું દુઃખ ચાલ્યું ગયું. મહાન સુખ છે પણ મને એક વાતનું ઓછું