________________
શારદા શિખર સમજાવ્યો હતે. તેમને કેટલે પરિવાર, કેટલા છ મોક્ષમાં ગયા, દેવલેકમાં ગયા ને એકાવતારી બન્યા, તેમજ તેમના માતાપિતા, દીકરી, જમાઈ વિગેરેનું સુંદર વર્ણન કરી ખૂબ સુંદર ભાવ રેડ્યા હતાં ને છેલે કહ્યું હતું કે રાગ-દ્વેષ અને કષાયોનો ત્યાગ કરીએ તો આપણે આત્મા તેમના જે પવિત્ર બને ને મોક્ષના શાશ્વત સુખને પ્રાપ્ત કરીએ) સમય થયે છે પણ આપની માંગણી હેવાથી થેડીવાર ચરિત્ર કહું છું.
ચરિત્ર - બંધુઓ ! માણસને મોહ કે રમાડે છે ! પ્રદ્યુમ્નકુમાર તે સોળ વર્ષને થઈને આવે છે પણ માતાના કેડ પૂરા કરવા માટે બાળકનું રૂપ લીધું છે. પણ માતાને મોહ છે એટલે એને એમ થાય છે કે મારે બાલુડે માને છે. નાના બાળકને રમાડે તેવા હેતથી લાડ કરાવે છે. હવે કુમાર ઉભો થાય, ચાલવા જાય ત્યાં પડી જાય. ત્યારે માતા દેડીને તેને લઈ લે ને કહે બેટા! તને વાગ્યું? છેવટમાં બધી બાલચેષ્ટા કરી કે “મા ભૂપ', આ ખાવું છે, હઠ કરવી વિગેરે. પછી રૂક્ષમણી ગુસ્સે થાય ને કહે કે હેરાન થઈ ગઈ. ત્યારે બાળક કહે કે તારા કરતાં કનકમાલા માતા સારી હતી. એ કદી મારા ઉપર ગુસ્સો કરતી ન હતી. ત્યાં તો રૂકમણી ખુશ થઈને તેને ગોદમાં લઈ લેતી. તે નવા કપડાં પહેરાવતી ત્યારે કુમાર કહે આ તે છી.(હસાહસ) આમ કરતાં પ્રદ્યુમ્નકુમારે માતાની હોંશ પૂરી કરી અસલ રૂપ ધારણ કરી માતાના ચરણમાં શીશ નમાવીને ઉભું રહ્યો ત્યારે માતાએ તેને “ચિરંજીવ” કહીને તેને માથે હાથ મૂકીને શુભાશીષ આપ્યા. અને હર્ષઘેલી બનીને તેની સખીઓ તથા દાસીઓને કહે છે.
હે મારી વહાલી સખીઓ અને દાસીઓ! મારે નંદ આજે સેળ વર્ષે મારા ઘેર આવ્યા. આજે હું પુત્રવાળી બની. મારા ભાગ્ય ખુલી ગયા. “મેઘ ગાજે ને માર નાચે' તેમ રૂક્ષમણ પત્રને જોઈને હર્ષથી નાચવા લાગી. ને બેલી ચંદન શીતળ મનાય છે અને ચંદનથી ચંદ્ર શીતળ પણ મારે નંદ તે ચંદ્ર કરતાં પણ શીતળ છે. બધા રત્નોમાં ચિંતામણી રતન શ્રેષ્ઠ છે પણ મારે દીકરે તે ચિંતામણી રનથી પણ અધિક શ્રેષ્ઠ છે. યાદવકુળનાં બધા પુત્ર ભલે રહ્યા પણ મારા પુત્રની તેલે કઈ નહિ આવે. આ તે યાદવકુળને શણગાર છે. આ રીતે પ્રદ્યુમ્નકુમારનું મુખ જોઈ રૂકમણી આનંદ સાગરમાં ઝુલી રહી છે. દાસીઓને પણ ખૂબ આનંદ થયો છે.
રુકમણી અને પ્રધુમ્નકુમાર પ્રેમથી બેઠાં હતાં ત્યાં બલભદ્રજીએ મોકલેલા સુભટનું મોટું ટેળું રૂક્ષમણીના મહેલના દરવાજે આવીને ઉભું રહ્યું. ત્યારે મદનકુમારે રમણને પૂછયું. માતા ! આ બધા આપણા મહેલના દરવાજે કેમ આવ્યા છે ને આટલે બધે શેરબકેર કેમ કરે છે? ત્યારે રૂક્ષમણીએ કહ્યું-બેટા! તે જે બી વાવ્યા