________________
શારદા શિખર ભાનુકુમાર તેમાં કીડા કરવા માટે આવે છે. તે સિવાય બીજા કેઈને આ વનમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે. તારે માટે તે આ વનનાં વૃક્ષની છાયા પણ દુર્લભ છે. ત્યાં તું ઘોડા ચરાવવાની વાત કયાં કરે છે ! આ વનને જોવા માટે તે દૂરદૂરથી લેકે આવે છે. તું ગરીબ પરદેશી અજાણ્યું છે માટે તારા હિત માટે કહું છું કે તું અહીંથી જલદી ચાલ્યો જા, નહિતર હમણું ભાનુકુમાર અને તેનાં સુભટો આવશે ને તારો ઘોડો પડાવી લેશે ને તને મારશે. ત્યારે તેણે વનપાળને કહ્યું. તારી વાત સાચી છે. પણ તમે બધાને એક સરખાં ના સમજશે. બીજા ઘોડામાં ને મારા ઘડામાં ફેર છે. આ મારા ઘેડા તે શિક્ષિત અને કેળવાયેલાં છે. તે તમારા ફળ ફૂલ નહિ ખાય એકલું ઘાસ જ ખાશે. તે પણ વનપાળ જવા દેવાની ના પાડવા લાગ્યા. ત્યારે પ્રઘનકુમારે તેની આંગળીમાંથી એક વીંટી કાઢીને તેને આપી દીધી.
દેખે પીળું ને મન થાય શીળું” તે અનુસાર વનપાળને વીંટી મળી એટલે તેનું મન ઢીલું પડયું, એને થયું કે એકલું ઘાસ ખાશે તે તેમાં શું નુકશાન થવાનું છે? વનપાળે કહ્યું- હે. ઘેડા ઘાસ સિવાય બીજું કંઈ ખાય નહિ. જે એક પણ ફળ કે ફૂલ ખાશે તે મારું ને તમારું આવી બનશે. ત્યારે ઘોડાવાળે કહે કંઈ નુકશાન નહિ થવા દઉં. તું વિશ્વાસ રાખ. એમ કહી ઘોડાને સત્યભામાના વનમાં પેસાડી દીધા. આ કંઈ સામાન્ય અશ્વો ન હતાં. વિદ્યાના બળથી બનાવેલાં હતાં. એટલે ઘોડાઓએ અંદર જઈને સત્યભામાના વનમાંથી મીઠા ફળ ફૂલ, વૃક્ષ, લત્તા અને પાંદડા બધું ખાઈ ગયા ને તેનું વન ઉજજડ કરી નાંખ્યું. અને કૂવા, તળાવ ને વાવનું પાણી પી ગયા જેથી કૂવા, તળાવ, વાવ બધું સૂકાઈ ગયું. આ પ્રમાણે નગરની બહારના વનમાં ક્રીડા કરીને પ્રધુનકુમાર તેની વિદ્યાની માયા સંકેલીને નગરમાં આવ્યું.
નગરમાં આવેલા સત્યભામાના વનમાં વાનરે ! મદનકુમાર દ્વારિકા નગરીની બહારની શોભા જેતે નગરની અંદરની શોભા જેવાના હેતુથી નગરમાં પ્રવેશ કર્યો. તે તેણે અનેક પ્રકારનાં વૃક્ષોથી સુશોભિત મનહર વનને જોઈને વિચાર થયો કે અહો ! દેવલોકમાંથી નંદનવન પૃથ્વી ઉપર ઉતર્યું છે કે શું ? એટલે તેણે વિદ્યાને પૂછ્યું આવું રમણીય મનને આનંદ આપનાર આ વન કોનું છે ? ત્યારે કહ્યું કે આપની માતા રૂકમણની મુખ્ય શક્ય સત્યભામાનું આ સુંદર આ વન છે. આ સાંભળીને પ્રદ્યુમ્નકુમારે વિદ્યાના પ્રભાવથી પિતે ચાંડાલ જેવું રૂપ બનાવ્યું. અને એક મહાકાય વાનર બનાવ્યું. તે વાનરને લઈને તે વનની પાસે પહોંચ્યા. ત્યાં જઈને વનપાલકને કહ્યું-ભાઈ! આ મારે વાંદરે ખૂબ ભૂખ્યો થયે છે. તેથી એક ફળ તેને ખાવા આપો.
વનપાલકે કહ્યું કે તુ જાતિને ચંડાળ છે, ને આ બિહામણું વાંદરે સાથે