________________
પર
શારદા શિખર સાંભળીને મલ્લદિનકુમારે ચિત્રકાર શ્રેણને સત્કાર કર્યો. તેમનું સન્માન કર્યું. સત્કાર સન્માન કરીને તેણે ચિત્રકારને પુષ્કળ પ્રમાણમાં આજીવિકાને યોગ્ય એવું મોટું પ્રીતિદાન આપ્યું. આપીને તેમને રજા આપી.
બંધુઓ ! આગળનાં રાજાઓ કેવા ઉદાર હતા! મલદિનકુમારે હજુ ચિત્ર સભા કેવી બની છે તે જોઈ નથી. આ જગ્યાએ તમે હે તે શું કરે? ચિત્રકારોને એમ કહી દે કે તમે ઉભા રહે. અમે જોઈ લઈએ કે તમે કેવું કામ કર્યું છે ! તમારું જેવું કામ હશે તેવા અમે તમને દામ આપીશું. પણ અહીં એવું ન હતું. કુમારે તે ચિત્રકારને પુષ્કળ ધન આપ્યું. જેથી તેમને હવે જિંદગીમાં કમાવાની ચિંતા ન રહે. તે રીતે પુષ્કળ પ્રમાણમાં ધન આપ્યું. તે લઈને ચિત્રકારે હર્ષિત થતાં પોતાને ઘેર ચાલ્યા ગયા. ચિત્રકારોએ રાજકુમારની આજ્ઞાનું પાલન કર્યું બરાબર કામ કર્યું તે એક ભવનું દરિદ્ર ટળી ગયું. તે રીતે આપણે વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે બરાબર ચાલીએ તે આપણું ભવભવનું દુઃખ, દરિદ્ર ટળી જાય.
ચિત્રકારને વિદાય કર્યા પછી મલ્લદિનકુમારે વિચાર કર્યો કે હવે હું ચિત્રસભા જેવા માટે જાઉં. ત્યાર પછી કેઈ એક દિવસ મલ્લદિનકુમાર સ્નાન કરી વિભૂષિત થઈ અંતઃપુર અને પરિવારને સાથે લઈ અાધાત્ર ધાવ માતાની સાથે જ્યાં ચિત્રસભા હતી ત્યાં આવ્યા. આવીને તેણે ચિત્રસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને હાવ ભાવ અને વિલાસ સહિત સ્ત્રી, પશુ, પક્ષી વિગેરેનાં ચિત્ર જેવા લાગ્યા. ચિત્રકારની ચિત્રકળા જોઈને તેને ખૂબ આનંદ થયે. અહ! કેવા સુંદર ચિત્ર ચીતર્યા છે ! જાણે બધાં જીવતાં બેઠા હોય તેમ લાગે છે. આ ચિત્રમાં માત્ર પ્રાણ પૂરવાને બાકી છે. આ રીતે ખુશ થતે એકેક ચિત્ર જેતે જોતો જ્યાં મલ્લીકુમારીના જેવું ચિત્ર
રેલું હતું તે તરફ ગયા. પિતાની મોટી બહેન મલ્લીકુમારીનું આબેહુબ ચિત્ર જોઈ તેને વિચાર થયે કે આ તે મારા વડીલ બહેન મલ્લીકુમારી છે. તે પિતે ઉભી છે. આ જોઈને તેને ખેદ થયે ને દુઃખ થયું ને અત્યંત લજજા પામે તેથી તે ધીમે ધીમે પાછો ફર્યો.
મલ્લદિનકુમારને પાછો ફરતે જોઈને તેની ધાવમાતાએ કહ્યું–હે પુત્ર! તું આનંદ ભેર ચિત્રસભા જોવા આવ્યું હતું. તારું મુખ કેટલું પ્રસનન હતું ને અત્યારે કેમ તું ઉદાસ બની ગયે? તારે આનંદ ઓસરી ગયો. અને તું જાણે શરમાઈ ગયો હોય તેની માફક કેમ પાછો ફર્યો ? ધાવમાતાએ આ પ્રમાણે કહ્યું ત્યારે મલદિનકુમારે આ પ્રમાણે કહ્યું કે હે માતા! જ્યાં મારી મટીબહેન કે જે મારા ગુરૂ સમાન છે. દેવ સમાન મારા પૂજનીય હોય ત્યાં મારે આ ચિત્રકારની બનાવેલી સભામાં પ્રવેશ કરે શું યોગ્ય છે? મારા ગુરૂદેવ સમાન પૂજનીય મારા મોટા બહેન મલ્લીકુમારી બેઠા છે. તેમની સામે જતાં મને શરમ આવે છે.