________________
૮૯૦
શારદા શિખર તરફ દાસીઓએ આવીને સત્યભામાને ખબર આપી કે આખી દ્વારિકા નગરીમાં ઉત્પાત મચી ગયો છે. કેઈ માણસ આવ્યું છે તેણે તમારા ઉદ્યાનને ખેદાનમેદાન કરી નાંખ્યા છે. આપની વાવનું પાણી સૂકાવી દીધું છે. અને ત્રીજી વાત સીમંધર પ્રભુના કહેવા પ્રમાણે રૂક્ષ્મણીને પુત્ર પ્રદ્યુમ્નકુમાર આજે આવવાનું છે તેથી દ્વારિકાનાં નગરજનેનાં હૈયાં હિલોળે ચઢયા છે. સારી નગરી શણગારી છે. આ સાંભળીને સત્યભામાનું હૈયું ચીરાઈ ગયું. તે દાસીને કહે છે કે પેલા બ્રાહ્મણને શોધી લાવે. એ નહિ આવે તે મારું શું થશે ? દાસી કહે-અમે ખૂબ તપાસ કરી પણ તેને પત્તો પણ લાગતું નથી. સત્યભામાં તે છાતી ને માથા કૂટવા લાગી. તેને પિતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યા. પણ હવે શું થાય ?
સત્યભામાને રૂક્ષ્મણીનું માથું મુંડવાના કેડ” – એણે તે નાના કર્યું, શણગાર સજ્યાં પણ મસ્તક મુડેલું કંઈ છાનું રહે? પિતાનું પાપ છૂપાવવા અનેક ઉપાયો કર્યા પણ રૂપ સારું થયું નહિ. એ તે દર્પણમાં મેટું જોઈને રડવા લાગી. હાય હાય.હું તે કેવી રૂપાળી હતી ને કેવી બની ગઈ! કદાચ કૃણજી આવશે તે મારી મજાક ઉડાવશે ને દુનિયા જાણશે તે એમ કહેશે કે કૃષ્ણની પટ્ટરાણી સત્યભામા સૌંદર્યવાન બનવા જતાં ઠગાઈ ગઈ. પિતે તે ઠગાઈને માથું મુંડાવ્યું, છતાં મનમાં અભિમાન લાવીને કહે છે મારું માથું ભલે મુંડાયું પણ મારે ભાનુકુમાર પહેલો પરણે છે એટલે એનું માથું મુંડવાની મેં શરત કરી છે. તે હવે એનું મસ્તક મુંડીને એને મારા જેવી બનાવું. આ વિચાર કરીને સત્યભામાએ તેની દાસીઓને બોલાવીને કહ્યું કે તમે રૂકમણીનું માથું મુંડાવી તેને વાળ મારી પાસે લઈ આવો એટલે સત્યભામાની દાસી સોનાની રતનજડિત થાળી લઈને ઢોલ નગારા વગાડતી, નાચતી ને કૂદતી રૂકમણીના મહેલે આવી. સત્યભામાની દાસીઓને જોઈને રૂકમણીના હશકેશ ઉડી ગયા છે. પેલા મુનિ ત્યાં જ છે. એણે પૂછયું–માતા ! તને એકદમ શું થઈ ગયું ? તારે આનંદ કેમ ઉડી ગયે? ને તું શા માટે રડે છે ? હવે રૂકમણી મુનિને દુઃખનું કારણ કહેશે ને સત્યભામાની દાસીઓ તેનું માથું કેવી રીતે મુંડશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૯૭ આસે વદ ૧૦ ને રવીવાર
તા. ૧૭-૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! વિશ્વ વંદનીય, વિરલ વિભૂતિ, સમતાના સાગર સર્વજ્ઞ ભગવતે જગતના જીવને