________________
શારદા શિખર
૮૮૯ અપહરણ થયું ત્યારથી મેં સ્વાદથી અથવા પેટ ભરીને ખાધું નથી. તેથી ખાસ “સગવડ નથી પણ કૃષ્ણજી માટે કેશરિયા લાડુ બનાવડાવ્યા છે તે છે. બીજું કોંઈ નથી. તે મુનિએ કહ્યું કે મને તે લાડુ વહોરાવે. ત્યારે રૂક્ષમણીએ કહ્યું મહારાજ ! આ લાડુ આપને ન પચે. એ તે કૃષ્ણ વાસુદેવ અગર તેમના પુત્રને પચે. મુનિ કહે કે મને વાંધો નહિ આવે. તું લાડુ વહોરાવ. ત્યારે રૂકમણીએ એક કેશરિયે લાડુ મુનિના પાત્રમાં વહેરાવ્યું. ત્યારે મુનિ કહે છે અરેરે.. તું કૃષ્ણની પટ્ટરાણી કહેવાય ને આટલી બધી વહેરાવવામાં કંજુસણી છું? તે તે મને આજે ખબર પડી. (હસાહસ) ત્યારે રૂક્ષમણીએ કહ્યું મહારાજ ! હું લોભણી નથી પણ આ લાડુ તે કૃષ્ણજી પણ એક જ ખાઈ શકે. એથી અધિક એમને પણ પચે નહિ. તે એથી વધુ આપને કયાંથી પચે? આપને માટે તે છે લાડુ બહુ થઈ ગયા. જે તમે એથી અધિક ખાવ તે આપના પ્રાણ દેહથી જુદા થઈ જાય ને મને ઋષિહત્યાનું પાપ લાગે.
રૂક્ષ્મણને થયેલી શંકા : હે શ્રાવિકા ! તું શા માટે કરે છે? હું ખૂબ તપ કરું છું તેથી મને લબ્ધિ પેદા થઈ છે. તેના બળથી જે પેટમાં નાંખું તે બધું પચાવી શકું છું. એટલે મને કંઈ થવાનું નથી. માટે તું ઉદારતાથી વહોરાવ. આમ કહી એકેક કરતાં બધા લાડુ વહેરીને મુનિ આરોગી ગયા. પણ તેમને કાંઈ તકલીફ થઈ નહિ. આ જોઈને રૂક્ષ્મણી તે આશ્ચર્યચકિત થઈ ગઈ. અને પ્રદ્યુમ્નને પણ માતાના હાથનું ભેજન જમીને ખૂબ આનંદ થયે. રૂક્ષમણીને વિચાર થયો કે જૈન મુનિ આ રીતે ગૃહસ્થને ઘેર હોય તેટલું બધું વહારે નહિ. ને આ મુનિએ તે બધા લાડુ વહેરી લીધા. તે તો ઠીક પણ લાડુ કૃષ્ણજી જેવાને એકથી વધુ પચે નહિ, ને આ તે બધા ખાઈ ગયાં પણ કંઈ થયું નહિ. આ કેણું હશે ? એને જોઈને મારું લેહી ઉછળે છે. આમ વિચાર કરીને સાધુના સામું જોવા લાગી તે તેના તનમાંથી દૂધ ટપકવા લાગ્યું. ત્યારે તેના મનમાં થયું કે શું આ મારા પુત્ર હશે! જે આ મારો પુત્ર મુનિના રૂપમાં આવ્યા હોય તે ખૂબ શરમજનક છે. આ સાધુનું રૂપ નથી મારા જેવું કે નથી એના પિતા જેવું. આ તે બેડેળરૂપ છે. જે મારે પુત્ર આ હોય તે સત્યભામા મને ખીજવશે. પણ મને મારો પુત્ર નથી લાગતે. અરેરે... મારે પુત્ર મને કયારે મળશે? હમણાં સત્યભામાં મારું માથું મુંડાવશે. આમ રૂકમણી અનેક પ્રકારની ચિંતાથી ઘેરાઈ ગઈ છે. હજુ મુનિ તેને ઘેર છે.
ચમત્કારી જેગી નહિ આવતાં સત્યભામા ચિતામાં – આ તરફ સત્યભામાએ એકાગ્ર ચિત્તે અઢાર હજાર જાપ પૂરા કર્યા. પણ તેનું રૂપ કે તેજ વધ્યું નહિ ત્યારે તેના દુઃખને પાર ન રહ્યો. અરે ! મેં તો મારું છતું રૂપ ગુમાવ્યું. મને આવી કુબડી બનાવી મારું માથું મુંડાવી એ દુષ્ટ ક્યાં ચાલ્યા ગયે? બીજી ૧૧૨